હાર્દિક પટેલની સોશિયલ ટીમમાંથી એકાએક બાદબાકી કરાતા યુવાન નારાજ
વિધાનસભાની ચૂંટણી પડેલા વિકાસ ગાંડો થયો છે તેવી ભાજપ સરકારની ફિરકી લેનાર યુવાને હવે હાર્દિક પટેલ સામે શસ્ત્રો સજાવ્યા છે. ભાજપના નાકે દમ લાવી દેનાર યુવાન હવે કોંગ્રેસને નિશાનો બનાવશે. સાગર સાવલીયા નામનો આ યુવાન પાટીદાર અનામત આંદોલન સમીતીનો સભ્ય હતો તે હાર્દિક પટેલની સોશ્યલ મીડિયા સેલમાં ફરજ બજાવતો હતો. પરંતુ એકાએક તેની પાટીદાર અનામત આંદોલનમાંથી બાદબાકી કરી દેવાતા મામલો બિચકયો છે.
સોશ્યલ મીડિયા પર સાગર સાવલીયાએ પોસ્ટમાં લખ્યું છે કે, જે પણ હાર્દિક સામે બોલે છે તેને ભાજપનો માણસ ગણાવી દેવાય છે. હું કોઈપણ પક્ષ સાથે જોડાયેલો નથી પરંતુ હાર્દિકે એ ન ભુલવું જોઈએ કે તે પોતે ભાજપ સાથે જોડાયેલો છે. અનામત આંદોલનમાં હાર્દિક પટેલની પારદર્શકતા મામલે સાગર સાવલીયાએ સવાલો ઉઠાવ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે જોડાયેલો હોવાની વાતનો પણ વિરોધ તેણે કર્યો છે.
આ મામલે તેણે જણાવ્યું હતું કે, હું તેમની સાયબર ટીમનો હેડ હતો. તેઓ વિવિધ પ્લેટફોર્મ પર માનુ નામ મેન્સન કરતા હતા. તેમણે એકાએક મારી બાદબાકી કેમ કરી તે તેનું કારણ જણાવતા નથી. હાર્દિકની કાર્ય પધ્ધતિ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ મામલે હાર્દિકે કહ્યું છે કે, હાર્દિક કયારેય સાયબર ટીમનો સભ્યો નહોતો. તેણે મારી સાથેના પર્સનલ વિવાદોના કારણે સવાલો ઉઠાવ્યા છે. હું આગામી સમયમાં મારી સંસ્થાને વધુ તાકાત અપાવીશ.