જર્નલ ‘નેચર જીઓસાયન્સ’માં ચીનના વિજ્ઞાનીનો સંશોધનાત્મક અહેવાલ
પૃથ્વી જેવી લકઝરી અન્ય ગ્રહો પર નથી. જી હા, પૃથ્વી તો ‘સ્વર્ગ’ છે જયારે બીજા ગ્રહ ‘નર્ક’ તો નથી પરંતુ ત્યાં જનજીવન દોહયલું છે નોંધનીય છે કે એક ફિલ્મ હોલીવૂડમાંથી આવી હતી ફિલ્મ ‘ટોટલ રીકોલ’ જેમાં સુપરસ્ટાર અભિનેતા આરનોલ્ડ સ્વાત્ઝરનેજરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
જેમ્સ કેમેરોન આ ફિલ્મના ડાયરેકટર હતા તેમણે બતાવ્યું કે લાલ રંગનો ગ્રહ મંગળ ઉપર જનજીવન શકય છે કે નહી મંગળ ગ્રહ ઉપર આખી એક માનવ કોલોની જેમ્સ કેમેરોને બતાવી હતી. આ એવોર્ડ વિનીંગ ફિલ્મ ૧૯૯૩માં ભારતના સિનેમા ઘરોમાં ખૂબજ ચાલી હતી.
મંગળ પરતો પૃથ્વી જેવી લકઝરી નથી જ નથી પરંતુ આકાશગંગાના અન્ય ગ્રહો પર પણ લકઝરીવિહીન છે. વિજ્ઞાન અને ખગોળ શાસ્ત્રને લગતુ સામયીક નેચર જીઓસાયન્સના એક તાજા અંકના અહેવાલમાં જણાવાયું છે કે ચીનની પેનકિંગ યુનિવર્સિટીનાં ભૂસ્તર શાસ્ત્ર ડીપાર્ટમેન્ટનાં પ્રોફેસર સંશોધક જૂન યાન્ગે જણાવ્યું હતુ કે પૃથ્વીની જેમ માનવજીવને જીવવા લાયક વાતાવરણ અન્ય ગ્રહો પર નથી જયારે પૃથ્વી એક એવો ગ્રહ છે. જયાં માનવજીવને ધબકવા માટે તમામ કુદરતી લકઝરી મોજુદ છે.
કલાયમેન્ટ ચેન્જની પૃથ્વીવાસીઓને ગમે તેટલી અસર થઈ રહી હોય પરંતુ અહી દાખલારૂપ જીવન છે. તમામ પ્રકારની કુદરતી ‘લકઝરી’ છે કેમકે મોસમનો ત્રિવિધ સંગમ છે.અમુક દેશને બાદ કરતા આ પૃથ્વી સ્વર્ગ સમાન છે. તેમાં બેમત નથી.