સુવર્ણ, સ્વર્ણ, હિરણ્ય, કનક, કંચન, હેમ અને અષ્ટપદા જેવા નામી ઓળખાતું સોનુ ભારતમાં સુખાકારી સાથે સજ્જડ જોડાયેલું જોવા મળે છે. એક સમયે ’જહાં ડાલ ડાલ પર સોને કી ચીડીયા કરતી હે બસેરા’ જેવા ગીતોમાં પણ ભારતમાં સોનાનું મહત્વ કેટલું હશે તેનો અંદાજ આંકી શકાય છે.
સોનાના દાગીનાનો ટ્રેન્ડ ક્યારેય પણ ઓછો થયો નથી. સોનુ ખરીદવા માટે મુહૂર્ત જોવાની પરંપરા પણ ભારતીય સમાજમાં જ જોવા મળે છે. એકંદરે ભારતીય સમાજ અન્ય સમાજ કરતા સોના પ્રત્યે કેટલો મોહ ધરાવે છે તે પુરાણોમાં આંકેલા સોનાના મહત્વ પરી પણ કહી શકાય.
દેશમાં લોકશાહિની સપના પૂર્વે અસંખ્ય રાજા-મહારાજા અને બાદશાહોએ રાજ કર્યું છે. આ લોકોએ શાસનના પ્રત્યેક તબક્કામાં પોતાની આગવી છાપ છોડી છે. પરંતુ સોના પ્રત્યેનો તેમનો લગાવ એક સરખો રહ્યો છે. સોમના સહિતના મંદિરોમાં સોના માટે લૂંટ ચલાવવાની પણ નાપાક હરકતો મહમદ ગજની સહિતના કરી ચૂકયા છે. ત્યારે ભારતીય સમાજમાં સોનાનું મહત્વ હજુ પણ અકબંધ જોવા મળે છે. ભારતનું અર્થતંત્ર સોના પર નિર્ભર છે. ભૂતકાળમાં અનેક એવી ઘટનાઓ બની છે. જેમાં ભારતીય ર્અતંત્રને વેગવાન બનાવવા સોનુ મહત્વનું બન્યું છે.
આ સોનાની ચમક હાલના સમયમાં પણ એટલી જ રહી છે. સોનાએ વર્ષ 2021માં તો આયાતનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગત વર્ષમાં ભારતે અધધધ 1050 ટન સોનાની આયાત કરી છે. આ સોનાની કિંમત જોઈએ તો તે રૂ. 4 લાખ કરોડથી વધુ છે. ગત વર્ષે કોરોનાકાળ હતો. તેમ છતાં પણ સોનાની આટલા મોટા પ્રમાણમાં આયાત સૌને આશ્ચર્ય જગાવે તેવી છે.