કેશોદ લઈ જઈ વાડી વિસ્તારમાં ગોંધી રાખી અવાર – નવાર દુષ્કર્મ આચર્યું : આરોપીની શોધખોળ
રાજકોટના ગોંડલ રોડ પર રહેતી 14 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે અપહરણ કરી એક માસ કેશોદમાં ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ આચરી નાસી જનાર કોઠારિયા સોલ્વટના શખસ સામે સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ આધારે આજી ડેમ પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપીને પકડી લેવા તજવીજ હાથધરી છે. બનાવ અંગેની પોલીસ સૂત્રોમાંથી જણાવ્વા મળતી માહિતી મુજબ ગોંડલ રોડ પર રહેતી સગીરાને લગ્નની લાલચ આપી કોઠારિયા સોલ્વટના 25 વારીયા કવાર્ટરમાં રહેતાજગદીશ દેવીપુજક નામના શખ્સે સગીરાના ઘર નજીક અવાવરું જગ્યા પર અવારનવાર દુષ્કર્મ ગુજારી તેમજ ગોંડલ રોડ પર રેલવેના પાટા પાસેથી અપહરણ કરી કેશોદ લઇ જઈ વાડી વિસ્તારમાં ગોંધી રાખી મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી નાશી જતા સગીરાએ રાજકોટ આવી તેની માતાને આ અંગે જણાવતા સગીરાની માતાએ કોઠારિયા સોલ્વટના જગદીશ દેવીપુજક નામના શખસ વિરુદ્ધ આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જગદીશ વિરૂદ્ધ અપહરણ, દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.