ગોચર ગ્રહો મુજબ પાકિસ્તાનની હાલત ધીમે ધીમે વધુ ખરાબ થતી જાય છે વળી ઘરઆંગણે રાજનીતિના ખેરખા શરદ પવાર રાજીનામુ આપી રહ્યા છે. આવતીકાલે ૫ મેના રોજ છાયા ચંદ્રગ્રહણ આવી રહ્યું છે આ છાયા ચંદ્રગ્રહણ સ્વાતિ નક્ષત્ર અને તુલા રાશિમાં થનારું છે. ચંદ્રએ મન છે, લાગણી છે સંવેદના છે, ચંદ્ર માતા છે ચંદ્ર ઘરની શાંતિ છે ચંદ્ર જળ છે ચંદ્ર મન છે માટે ચંદ્રગ્રહણની અસર આ બાબતો પર વિશેષ જોવા મળે .
ખાસ કરીને આ વખતે ગ્રહણ છ ગ્રહોને સીધા જ પ્રભાવિત કરે છે અને ગ્રહણની સાથે સાથે ચાંડાલ યોગ રચાઈ રહ્યો છે અને ચાર ગ્રહોની યુતિ મેષ રાશિમાં ચાલી રહી છે માટે ગ્રહણ વિશેષ અસર આપનારું બને છે. આ છાયા ચંદ્રગ્રહણમાં ખાસ કરીને મેષ રાશિ, તુલા રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિને વિશેષ અસર થતી જોવા મળશે. રાતે ૮.૪૪ થીzodiac signs ૧.૦૧ સુધી આ ગ્રહણ રહેશે આ સમયમાં સાધકો સાધના કરી શકે છે.
ગ્રહણકાળમાં કરવામાં આવેલી સાધના સહસ્ત્ર ગણું ફળ આપનારી બને છે ખાસ કરીને આ સમયમાં શિવ આરાધનાથી વિશેષ લાભ મેળવી શકાય છે અને ચંદ્ર નબળો હોય તો તેના માટે પણ અનુષ્ઠાન કરી શકાય છે. તુલા રાશિએ જાહેર જીવનની રાશિ છે લગ્નની રાશિ છે માટે આ રાશિમાં ગ્રહણ થતા સબંધ વિચ્છેદની બાબતો વારંવાર સામે આવતી જોવા મળે અને એક હતાશા એક નિરાશા પણ લાગણી માં જોવા મળે.
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨