રાજયસભાની ચાર બેઠકોમાંથી કોંગ્રેસ ભાજપ પાસેથી બે બેઠકો આંચકી લેશે તે નિશ્ચિત
રાજયસભાની ત્રણ બેઠકો માટે ગત વર્ષે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પાસે રહેલી એક બેઠક છીનવવા ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. અલબત હવે ભાજપને જ બે બેઠક ગુમાવવી પડે તેવો ઘાટ સર્જાયો છે. આ વર્ષના પ્રારંભે યોજાનાર રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ પાસેથી બે બેઠકો આંચકી લેશે તે નિશ્ર્ચિત છે.
ગુજરાતમાંથી રાજયસભામાં પ્રતિનિધિત્વ કરતા ચાર સાંસદોની મુદત એપ્રિલમાં પૂર્ણ થવા જઈ રહી છે. જેમાં સરકારના નાણામંત્રી અ‚ણ જેટલી, મંત્રી મનસુખ માંડવીયા અને મંત્રી પુરુરૂષોતમ રૂપાલા તેમજ સાંસદ શંકર વેગડનો સમાવેશ થાય છે. આ ચારેય સ્થાને પ્રતિનિધિઓ મોકલવા માર્ચ મહિનામાં ચૂંટણી થશે. વિધાનસભામાં કુલ ૧૮૨ ધારાસભ્યો છે. રાજયસભામાં એક બેઠક જીતવા ૩૬.૪ એટલે કે, ૩૭ ધારાસભ્યના એકડાના મતો જ‚રી છે.
આ ગણીતને કોંગ્રેસના ૭૭ ધારાસભ્યો ભાજપ પાસે રહેલી બે બેઠકો છીનવી જશે તે નિશ્ર્ચિત મનાય છે. ભાજપ પાસે ૨ થી વધુ ઉમેદવાર જીતે તેટલા મત નથી. જેથી આ વખતે ચૂંટણીને બદલે પોતાના બે અને કોંગ્રેસના બે એમ સર્વસંમતીથી વેંતરણી પાર કરે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.
રાજયસભામાં ગત વર્ષે ભાજપે કોંગ્રેસની એક બેઠક છીનવવાના પ્રયાસ કર્યા હતા. આ માટે ભાજપે સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. પરંતુ આ વર્ષે ભાજપને બે બેઠકો ગુમાવવી પડશે. ધારાસભ્યોનું બળ ઓછુ થતાં રાજયસભામાં ભાજપની પકડ નબળી પડશે. કોંગ્રેસના સભ્યોનું સંખ્યાબળ વધતા કોંગ્રેસ બે બેઠકોમાં પ્લસ રહેશે.