કૌભાંડ અને એનપીએનો પીએનબીના કારોબારને ઓછાયો અત્યાર સુધીનો સૌથી મોટો ત્રિમાસીક લોસ.

દેશમાં બેંક કૌભાંડમાં સૌથી મોટું કૌભાંડ પંજાબ નેશનલ બેંકનું છે. આજના સમયે લોન દઈ કૌભાંડ આચરવાની ભારતીય બેંકોની જાણે પઘ્ધતિ બની ગઈ હોય તેમ એક પછી એક કૌભાંડો છતા થયા છે. જેના કારણે દેશના અર્થતંત્રને તો મોટો ફટકો પડયો જ છે પણ આ સાથે બેકિંગ ક્ષેત્રની તબિયત પણ લથડી છે. કૌભાંડી નિરવ મોદીના પ્રતાપે પંજાબ નેશનલ બેંકના કારોબારને ઓછાયો લાગ્યો છે અને બેંકના ચોથા કવાર્ટરમાં અધધ… રૂપિયા ૧૩,૪૧૭ કરોડની નુકસાની થઈ છે.

વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન બેંકને ૧૨,૨૮૩ કરોડ ‚પિયા કરતા વધુ ત્રિમાસિક નુકસાન થયું છે. જયારે વર્ષ ૨૦૧૬ના જાન્યુઆરી માસમાં અધધ ૫૦૦૦ કરોડ રૂપિયાની નુકસાની થઈ હતી. વર્ષ ૨૦૧૭-૧૮ના ચોથા કવાર્ટર બેંકની નુકસાની અત્યાર સુધીની સૌથી મોટી નુકસાની છે. માર્ચ ૨૦૧૭ સુધીના અંતમાં કવાર્ટરમાં પીએન બેંક ૪૪૬૭ કરોડ ‚પિયામાંથી પાંચ વખત ધાલખાદ્યની જોગવાઈ કરી છે જે છેલ્લા કવાર્ટરમાં ‚પિયા ૨૦,૦૦૦ કરોડ નોંધાઈ છે.

કોઈપણ બિઝનેસમાં જયારે નફા અથવા આવક કરતા વધુ નુકસાની થાય તો ફરજીયાતપણે ધંધાને માંડી વાળવો પડે. આવી જ કંઈક હાલત પંજાબ નેશનલ બેંકની વર્તાઈ રહી છે. ચોથા કવાર્ટરમાં ૧૩,૦૦૦ કરોડનું વ્યાપક નુકસાન થતા બેંકને મોટો ફટકો પડયો છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા નિયમોથી પીએનબી નો ગ્રોસ એનપીએ રેશીયો માર્ચના અંત સુધીમાં ૧૮%એ પહોંચ્યો છે. જે એક વર્ષ અગાઉ ૧૨% હતો. પીએનબીના એકિઝકયુટીવે કહ્યું કે, જો બેંકને નવી ફ્રેશ ઈકવીટી ઉભી કરવાની જ‚રીયાત ઉભી થશે તો અમે ચાલુ ત્રિમાસિક સુધી રાહ જોઈશું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.