૩૫૩ મીટર લાંબા એડ્રિયન મર્સ્ક ક્ધટેઈનર જહાજને પોર્ટ પર લાંગરવામાં આવ્યું
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ પોર્ટ પર ‘એડ્રિયાન મર્સ્ક’ ક્ધટેઈનર જહાજને લાંગરવાની વધુ એક સિદ્ધિ મેળવી છે. આ જહાજની લેંગ્થ ઓવરઓલ (એલઓએ) ૩૫૩ મીટર છે અને પિપાવાવ બંદર પર આવેલ સૌથી લાંબુ જહાજ છે.
એડ્રિયાન મર્સ્ક એફએમ-૩ સર્વિસના ભાગઆરયુપે પિપાવાવ પર આવ્યું છે અને પિપાવાવને સિંગાપોર, દાલિયાન, ઝિઆંગદો, કવાંગયાંગ, નિંગ્બો, તાજુગપેલેપાસ, કોલોંબો, ન્હાવાશેવા મારફતે દૂર પૂર્વના મુખ્ય બજારોને પિપાવાવ સાથે જોડે છે. પિપાવાવ પોર્ટ કોલ દરમિયાન જહાજમાં આયાત માટે ગ્લાસવેર, વેસ્ટ પેપર, ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓ, ઓટો પાર્ટસ ગાર્મેન્ટસ, એપેરેલ અને નિકાસ માટે ઈનઓર્ગેનિક કેમિકલ્સ, ફેબ્રિકસ, સ્ટોન આર્ટિકલ્સ, ઓટો પાર્ટસ અને પોલીપ્રોપીલીન ભરવામાં આવ્યું હતું.
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવનાં મેનેજિંગ ડાયરેકટર કેલ્ડ પેડરસેને કહ્યું હતું કે, ‘એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ ખાતે એડ્રિયાન મર્સ્કનું કામ કરવું અમારી વોટરસાઈડ અને લેન્ડસાઈડ માળખાગત ક્ષમતાઓ જહાજોના સલામત સંચાલનમાં પ્રદર્શિત કરે છે. જે ભારતીય સપ્લાય ચેઈન્સમાં અમારા ગ્રાહકોને સ્પર્ધાત્મક લાભ આપે છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ તમામ ઋતુઓમાં કામ કરી શકે તેવું પોર્ટ છે. જે ૨૪૭ કાર્યરત છે અને દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસાની સિઝનની પીક દરમિયાન પણ કોઈ પણ જહાજની અવર-જવરમાં ભાગ્યે જ વિલંબ થયો છે. બંદર ૫૫૦ મીટરના ટર્નિંગ બેઝિન સાથે ૩૭૦ મીટર સુધીની લંબાઈ અને ૧૪.૫ મીટર ડ્રાફટ સુધીના જહાજનું સંચાલન કરવા સર્ટીફીકેટ ધરાવે છે. પોર્ટ લાઈનર કસ્ટમર્સ અનુભવી પાયલોટ ઓફર કરે છે તથા પોર્ટની અંદર અને તમામ જહાજોને સલામતી માટે માર્ગદર્શક ધરાવે છે.