આવતીકાલે તા.૨૧.૧૨.૧૭ને શુક્રવારે વર્ષની સૌથી લાંબી રાત્રી છે. શુક્રવારનો દિવસ ૧૦ કલાક ૪૩ મીનીટનો છે. અને રાત્રી ૧૩ કલાક અને ૧૭ મીનીટની છે.
આમ શુક્રવારની રાત્રી વર્ષની સૌથી લાંબી રાત્રી ગણાય. આપણુ હિન્દુ પંચામ સાયન અને નીરયન પધ્ધતી પ્રમાણે ચાલે છે. સાયન પ્રમાણે આજથી ઉતરાયનનો પ્રારંભ થશે તથા શિશિરઋતુનો પણ પ્રારંભ થશે.
આ દિવસે રાજકોટનો સૂર્યોદય ૭.૨૩ મીનીટનો તથા સૂર્યઅસ્ત ૬.૦૬ કલાકનો છે. આપણુ હિન્દુ પંચાગ એટલુ બધુ સુક્ષ્મ છે કે જેના ગણીતની મદદથી તથા અક્ષાંશા રેખાંશની મદદથી પોત પોતાના ગામ અને શહેરનો સૂર્યોદય જાણી શકાય છે.
આપણા પંચાગનો સીધો સંબધ આકાશના ગ્રહો સાથે છે. અને તેમની સ્થિતિ પ્રમાણે આપણુંક પંચાગ ચાલે છે તેમ શાસ્ત્રી રાજદિપ જોષી દ્વારા જણાવાયું છે.