રાજસત્તાના પ્રાંગણમાં ધર્મસભાનું મંગલમય આગમન
નમ્રમુનિ મહારાજ સહિત ૩૭ સંત સતિજીઓ સંસદભવનની મુલાકાતે
સમાજને અહિંસાના માર્ગે ચાલવાની પ્રેરણાને બિરદાવતા લોકસભા અઘ્યક્ષ બિરલા
એક સાથે ૩૭ સાધુ સાઘ્વીજી રાષ્ટ્રસંત પરમ નમ્રમુનિ મહારાજ આદિ ૩૭ સંત સતીજીઓનું દિલ્હી વિચરણ દરમિયાન સંસદ ભવનમાં લોકસભાના અઘ્યક્ષ ઓમ બિરલાનું આમંત્રણ સ્વકારી ગયા હતા.
અખિલ ભારતીય સ્થાનવાસી જૈન કોનફરન્સના ઉપાઘ્યક્ષ અને સાઉથ દિલ્હી સંઘના અઘ્યક્ષ, સમાજરત્ન સુભાષભાઇ ઓસવાલની વિનંતી લક્ષમાં રાખી જયારે ગુરુદેવ લોકસભાના અઘ્યક્ષ ઓમપ્રકાશ બિરલાના નિવાસસ્થાનમાં ચર્ચા વિચારણા મુલાકાતે થઇ ત્યારે ઓમપ્રકાશજી દ્વારા લોકસભામાં પધારવાના આમંત્રણનો સ્વીકાર કરી પરમ ગુરુદેવ અને ૩૭ સંત સતીજી સંસદ ભવન પધાર્યા હતા.
અઘ્યક્ષ ઓમપ્રકાશજીએ ગુરુદેવના આઘ્યાત્મિક જ્ઞાનના મઘ્યમથી વ્યકિતના જીવનમાં બદલાવ અને અહિંસાના માર્ગ પર ચાલી સમાજમાં બદલાવ લાવવાના પ્રયત્નોની પ્રસંશા કરી હતી.
આ અવસરે પરમ ગુરુદેવએ આશીવચન સાથે ફરમાવ્યું કે આ માત્ર લોકસભા નથી પરંતુ પ્રજા મંદીર છે. અને પ્રજા મંદિરના રક્ષક બનીને સર્વ લોકોને સત્યના માર્ગ પણ લઇ જવાનું શ્રેષ્ઠ કર્તવ્ય આપ નિભાવો છો.ગુરુદેવના શ્રીમુખેથી જૈન ધર્મના અમૂલ્ય આત્મૌધાર માંગલીક પાઠનું ઓમ પ્રકાશ બિરલાએ શ્રવણ કર્યુ હતું.
રક્ષામંત્ર રાજનાથસિંહ મંત્રી સ્મૃતિ ઇરાની, રેલવે પિયુષ ગોયલ, લોકસભાના સિકયુરીટી ડિરેકટર ભુવનચંદ્રજી જોશી, બિકાનેરના એમપી અર્જુન મેધવાલ, ઉપસભાપતિ સત્યનારાયણ જટિયા, મુલુંડના સાંસદ મનોજભાઇ કોટક, બોરીવલીના ગોપાલ શેટ્ટી, શિવસેનાના સુધીર સાવંત, શિવસેનાના વિનાયક રાઉત, અમદાવાદના સાંસદ કીરીટ સોલંકી, અને લોકસભાના ટીવી ઓફીરસ ગુરુદેવના આશીર્વાદ અને દર્શન હેતુથી મુલાકાત થઇ હતી.
લોકસભાની આ મુલાકાત દરમિયાન અખિલ ભારતીય જૈન કોન્ફરન્સના અતુલ જૈન, દીલીપભાઇ ધોળકીયા, ભવિનભાઇ દોશી, કમલેશભાઇ પારેખ, દિલેશભાઇ ભાયાણી, ખુશમનભાઇ દોશી અને લોકસભા ટીવીના ઇશા શાહ વિશેષરૂપથી ઉ૫સ્થિત રહ્યા હતા.