ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ: તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન
ગોંડલ પંથકમાં ચોરીનું પ્રમાણ વધ્યું હોય તાલુકાના દેરડીકુંભાજી ગામે તસ્કરો એકીસાથે છ દુકાનના શટરો ઊંચકાવી ચોરીની ઘટનાને અંજામ આપતા પોલીસની નબળી ફિલ્ડિંગ સામે તસ્કરોની સિક્સર લાગી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગ્રામ્ય પંથકમાં માટે ખરીદીનું મુખ્ય બજાર ગણાતા દેરડી કુંભાજી ગામમાં ગતરાત્રીના તસ્કરોએ પરોણા કરી હોટલ સોમનાથ, ખોડીયાર ઓટો ઇલેક્ટ્રિક, જલારામ ઓટો ક્ધસલ્ટ, ધનલક્ષ્મી લેમિનેશન ડોર, ઉમા મોટર રીવાઈન્ડીંગ, કુળદેવી રોલિંગ શટર નામની દુકાનોને નિશાન બનાવી પોલીસની નબળી ફિલ્ડિંગમાં સિક્સર લગાવી પોલીસની આબરુનું ધોવાણ કર્યું છે.
ઘટનાની જાણ તાલુકા પોલીસને કરાતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદી થવા પામી હોય પોલીસે તસ્કરની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા હાલ કુલ કેટલા ના મુદ્દામાલની ચોરી થઇ તે હજુ બહાર આવ્યું નથી.