પોલીસનું સઘન ચેકિંગ: કામ વગર બહાર નીકળતા લોકો સામે કડક પગલા
કેન્દ્ર સરકાર દ્વારા હાલ સમગ્ર દેશમાં લોકડાઉન કરવા માટે આદેશ કરતા લોકો માટે તેમની સલામતીના પગલા લેવા પોલીસ તંત્ર અડે પગે કાર્યરત છે. શહેર અદર આવાના ચેકપોસ્ટ પર ચૂસ્ત પણે બંધોબસ્ત કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના દરેક ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કારણ વગર લોકોએ અંદર આવુ નહી. જીવત જરૂરી વસ્તુઓનુ ટ્રાસ્પોટેશન માત્ર શરૂ રાખવામાં આવી રહ્યું છે. સાથે તેમની એન્ટ્રી પણ કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા લોકડાઉનનું લોકોને પાલન કરવામાં આવી રહ્યુ છે. કોઇપણ ચિંતા કરવાની અને ભયમાં રહેવાની જરૂર નથી તેવી સુચનાઓ આપવામાં આવી રહી છે. તેમજ લોકોએ ફરજિયાત માસ્ક પેહરીને ઇમરજન્સી કારણ હોવાથી જ ઘરની બહાર નીકળવુ તેવી અપીલ કરવામાં આવી રહી છે.
પોલીસની કામગીરી અંગે એ.એસ.આઇ. મીતલબા ઝાલાએ કહ્યું હતું કે દેશ માટે સરકાર દ્વારા મહતવપૂર્ણ પગલાઓ લેવામાં આવ્યા છે. દેશના નાગરિકોની સલામતી માટે લોકડાઉન કરવામાં આવ્યુ છે.
તેમજ ઘરોમાં રહી નાગરીકો પોતાનુ અને તેમજ પરીવારનું સ્વાસ્થયનું ધ્યાન રાખે. રાજકોટ શહેર પોલીસ પણ હાલ ખડે પગે પોતાની ફરજ બજાવી રહી છે.
શહેરની અંદર પ્રવેશ કરતા તમામ સ્થળો પર ચૂસ્ત પણે ચેકીંગ ચાલુ છે અને લોકોને અપીલ કરવામાં આવે છે. ઘરની બહાર કારણ વગર ન નીકળવુ. હાલ પોલીસ તંત્ર દ્વારા લોકોને કોરોના સામેની સાવચેતીઓ રાખવાની અને લોકડાઉન પ્રત્યે તેમની જાગૃત નાગરીક હોવાની ફરજ બજાવાની અપીલ કરવામાં આવી રહી છે.
કરિયાણાના દુકાનદારોને હોમ ડીલીવરી કરાવા પોલીસનો અનુરોધ
કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા તંત્ર સજ્જ બન્યું છે. તેમજ જીવન જરૂરી ચિજ વસ્તુની અછત ન સર્જાય તે માટે વ્યવસ ગોઠવી રહ્યા છે. કરિયાણાની ચિજ વસ્તુ તમામને મળી રહે અને દુકાને બીન જરૂરી ટ્રાફિક ન ાય તેની તકેદારી માટે પોલીસ દ્વારા કરિયાણાની દુકાનદારોને હોમ ડીલીવરી કરવાનો અનુરોધ એસીપી પ્રમોદ દીયોરાએ કર્યો છે. દુકાનદાર તેમના ગ્રાહકોને ડીલીવરીમેનનો મોબાઇલ નંબર આપી કોરોનાને આગળ વધતો અટકાવવા તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસમાં સહકાર આપવા અપીલ કરી છે. ડીલીવરીમેનને કરિયાણાની દુકાનદાર જ ઓળખ કાર્ડ આપ્યુ હશે તેવા ઓળખ કાર્ડ ધરાવતા ડીલીવરીમેનને પોલીસ અટકાવશે નહી (તસવીર: શૈલેષ વાડોલીયા)