ગુજરાતમાં એવી ઘણી ખાસ જગ્યાઓ છે. જેને આપણે અવશ્ય જોવી જોઇએ. આજે તમને આવી કેટલીક જગ્યાઓ વિશે વાત કરીશ જે મોટાથી લઇ નાના બાળકો સુધી બેસ્ટ ગણાશે તો ચાલો જલ્દી કરી લો. તૈયારી અને નિકળી જાઓ ગુજરાતના આ સુંદર સ્થળોની મજા લેવા…
૧- લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા :
લક્ષ્મી વિલાસ મહેલ એ વડોદરામાં આવેલ ગાયકવાડ વંશના મહેલનું નામ છે. તે ૧૮૯૦માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમ પર બાંધવામાં આવ્યો હતો
. તેમજ આ મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મૂર્તિઓ, જૂના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામાં આવેલા છે. આ મહેલ જ્યારે બંધાયો હતો ત્યારે તેની અંદાજીત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટલિંગ પાઉન્ડ હતી.
૨- કબા ગાંધીનો ડેલો :-
રાજકોટનું આ સ્થળ એટલે ભારતદેશના રાષ્ટ્રપિતાનું બિરુદ મેળવનાર વિશ્ર્વવિભૂતી એવા મહાત્મા ગાંધીનું બાળપણનું મકાન.
– આ મકાન રાજકોટ શહેરના જુના વિસ્તારમાં ધર્મેન્દ્ર રોડની બાજુમાં આવેલું છે. તેમજ આ મકાન મહાત્મા ગાંધીના પિતાશ્રી કરમચંદ ગાંધી જ્યારે સૌરાષ્ટ્રના નવાબના દિવાન હતા તે સમયે ઇ.સ.૧૮૮૦-૮૧માં બનાવ્યું હતુું.
– ગુજરાત સરકારે આ સ્થળને ગાંધી સ્મૃતિના નામથી જતન કરીને લોકોને જાણકારી મળી રહે તે માટે વિકસાવેલ છે. આ સ્થળે રાજકોટની મુલાકાતે આવતા પ્રવાસીઓ જ‚ર મુલાકાત લેવી જોઇએ.
૩- દીવ કિલ્લો :-
– જ્યારે વાત હરવા ફરવાની થતી હોય ત્યારે દરેક વ્યક્તિને કાયમ કંઇક નવુ જોવાની ઇચ્છા થતી હોય છે અને જ્યાંના પ્રાકૃતિક દ્રશ્યો આપણને બાંધી લે છે. એવું જ એક સુંદર સ્થળ જે ગુજરાતની સીમાને સ્પર્શીને આવેલો એક નાનકડો દ્વીપ દીવ છે. જે અંદાજીત ૩૮……ના વિસ્તારમાં ફેલાયેલો આ ટાપુ સુંદર દ્રશ્યોની ભરપૂર છે.
– દીવનો કિલ્લો ખંભાત (ગુજરાત)ના રાજા બહાદૂર શાહે બનાવ્યો હતો. ત્રણેય બાજુથી અરબ સાગરથી ઘેરાયેલો આ કિલ્લો દિલ્લીના લાલ કિલ્લા કરતા ૧૦૦ વર્ષ વધુ જુનો છે.