એસ.ટી.નિગમમાં મહિલા ક્નડકટરની ભરતી: રાજય સરકારની અભિનવ પહેલ: પુરૂષોના વર્ચસ્વને પાંખુ પાડી એસ.ટી નિગમમાં પણ હવે મહિલાઓ અગ્રેસર : ૧૦૮ જેટલી મહિલાઓ વિવિધ રૂટ ઉપર એસ.ટી. બસમાં ક્નડકટર તરીકે ફરજ બજાવી રહી છે

ચાલો ઝડપી બસમાં બેસો… બારણા પાસે ઉભા ન રહો… થોડા આગળ વધો… ગ્રીન લેન્ડ ચોકડી ઉતરવાવાળા આગળ આવી જજો… હોસ્પિટલ ચોકમાં છે કોઈ ઉતરવાવાળા ? ? ? બસ હવે સીધી બસ સ્ટેન્ડે જ ઉભી રહેશે. આવા અનેક શબ્દો  વાકયો આપણે જયારે વાંચીએ કે સાંભળીએ છીએ ત્યારે આપણા આધેડ વયના અને વર્ષોના અનુભવોને પ્રદર્શિત કરતાં ક્નડકટર ભાઈઓ દ્રશ્યમાન થાય છે.

વર્ષોથી ચાલતી એસ.ટી. નિગમની બસોમાં થોડા વર્ષો પહેલા સુધી ડ્રાઈવર અને ક્નડકટર તરીકે પુરૂષોનું જ વર્ચસ્વ હતુ, પરંતુ હવે સમય બદલાયો છે. રાજય સરકારના મહિલા સશક્તિકરણ રૂપી અભિનવ યજ્ઞકાર્યના પરિણામે આજે આ ક્ષેત્રમાં પણ મહિલાઓ ઉત્સાહભેર આગળ આવી એસ.ટી. નિગમની બસોમાં ક્નડકટર તરીકેની કપરી જવાબદારી વિપરીત સંજોગોમાં પણ સુપેરે નિભાવી રહી છે. મહિલાઓ  ગૌરવભેર જીવી શકે તે માટે પોલીસ વિભાગમાં નોકરીઓમાં ૩૩ ટકા મહિલા અનામતને પ્રાધાન્ય આપ્યું છે. તેવા સમયે સમગ્ર રાજયમાં એસ.ટી. નિગમ દ્વારા ગત વર્ષોમાં મહિલા ક્નડકટરની ભરતી કરવામાં આવી હતી. જે પૈકી ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમના રાજકોટ ડીવીઝનમાં ૧૦૮ જેટલી મહિલાઓ વિવિધ રૂટ ઉપર એસ. ટી. બસમાં ક્નડકટર તરીકે ફરજ બજાવી રહી છે.  રાજકોટ એસ.ટી. ડેપોમાં કંડકટર તરીકે છેલ્લા ચાર વર્ષી કાર્યરત અને રાજકોટ  મેંદપરા રૂટમાં ક્નડકટર તરીકે ફરજ બજાવતા અરુણાબેન પટેલે તેમની ક્નડકટર તરીકેની ફરજોને વર્ણાવતા જણાવે છે કે, ” સંઘર્ષો તો માનવીના જીવનમાં હમેશા રહે છે પરંતુ જે સંઘર્ષ સામે પરિશ્રમથી બા ભીડે તેજ સાચો માનવી. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ અગ્રેસર છે, ત્યારે રાજ્ય સરકારના દ્વારા એ. ટી. બસમાં પણ ક્નડકટર તરીકે મહિલાઓની ભરતી કરવાના ક્રાંતિકારી વિચારને હું બિરદાવુ છું. સરકારે આ કાર્ય કી મહિલાઓને પુરૂષ સમોવડી બનવા માટેની ઉત્તમ તકનું નિર્માણ કર્યું છે. આ નોકરી દ્વારા હું પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની રહી છુ. ”

અરૂણાબેનની વાત સાથે સંમત થતાં જૂનાગઢ ડેપોના મહિલા ક્નડકટર બંસીબેન જોગિયા જણાવે છે કે, ” હું અઢી વર્ષથી જૂનાગઢ ડેપોની બસમાં ક્નડકટર તરીકે ફરજ બજાવી રહી છું. મારા પરિવારના સહયોગના કારણે હું ઘર-પરિવાર અને મારી ફરજ એમ બન્નેને પૂરતો સમય આપી શકુ છું. ક્નડકટર તરીકેની મારી કામગીરીનું મને ગૌરવ છે. એટલું જ નહી આ ફરજના કારણે આજે હું આત્મસન્માન સાથે આર્થિક રીતે સક્ષમ બની છું.

વાંકાનેર ડેપોમાં બસ કંડકટર તરીકે છેલ્લા એકાદ વર્ષથી કાર્ય કરતાં ભાવનાબેન બવાર તેમના પરિવારના એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેઓ સરકારી નોકરી કરી રહયાં છે. પરિવારમાં માતા  પિતા અને ભાઈ સાથે આજે સ્વમાનભેર જીવન વ્યતિત કરી રહેલા ભાવનાબેન શ્રમનું મહત્વ બહુ સારી રીતે સમજે છે. તેમણે તેમની સરકારી ફરજનિષ્ઠાને વર્ણાવતા જણાવ્યું હતુ કે, કંડકટરની નોકરીના કારણે હું આજે મારા પરિવારને આર્થિક ટેકારૂપ બની છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.