ફિલ્મ જગતના સૌથી મોટા એવોર્ડ શૉ એવા 93મા ઓસ્કાર એવોર્ડની ઘોષણા 15 માર્ચ, 2021 ના રોજ થઈ હતી. પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનાસ દ્વારા નોમિનેશનની સૂચિ બહાર પાડવામાં આવી હતી. જેમાં પ્રિયંકાની ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’ નું નામ પણ શામેલ હતું. આ સાથે આજે તે નોમિનેશનમાંથી વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે તેમાંથી ‘ધ વ્હાઇટ ટાઇગર’ને કોઈ એવોર્ડ મળ્યો નથી.
ભારતના સમય મુજબ 26 એપ્રિલના રોજ વહેલી સવારે 5:30 વાગે જાહેર કરવામાં આવ્યા હતા. તેનું ફરીપાછું પ્રસારણ આજે રાત્રે 8.30 વાગ્યે કરવામાં આવશે. ઓસ્કાર એવોર્ડ તમને ડિઝની પ્લસ હોટસ્ટાર પર અથવા Oscar.com અને ઓસ્કારની ઓફિશ્યિલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાશે.
ઓસ્કાર એવોર્ડ વિજેતાનું લિસ્ટ
શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ – એનદર રાઉન્ડ
શ્રેષ્ઠ દિગ્દર્શક- ચુલુ જૌ, ફિલ્મ- નોમાંડલેન્ડ
શ્રેષ્ઠ એડેપ્શન પટકથા – ધ ફાધર
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – Yuh-Jung Youn
શ્રેષ્ઠ સહાયક અભિનેતા – ડેનિયલ કાલુયુઆ
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – એરિક મેસેસરમિડ
શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ – ટેનેટ
શ્રેષ્ઠ ફિલ્મ સંપાદન – મિકલ ઇ.જી.ને – સાઉન્ડ ઓફ મેટલ
બેસ્ટ ઓરિજિનલ સોંગ – ફાઇટ ફોર યુ (જુડ અને બ્લેક મસિહા)
શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ – સોલ
શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ – If anything Happend I love you
શ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ – ટૂ ડિસ્ટેંટ સ્ટ્રેન્જર્સ
શ્રેષ્ઠ સાઉન્ડ- સાઉન્ડ ઓફ મેટલ માટે જેમી બક્ષ, નિકોલસ બેકર, ફિલિપ બ્લેડ, કાર્લોસ કોર્ટેસ અને મિશેલ કોટન
શ્રેષ્ઠ શોર્ટ ડોક્યુમેન્ટરી – કોલેટ
શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર – માઈ ઓક્ટોપસ ટીચર