( પાટણવાવ )છત્રાસા ગામ નજીક જાપોદડ-છત્રાસા રોડ સાઇડમા આવેલ બાવળની કાટમાથી પરપ્રાંતીય દારૂ/બિયરના માતબર સાથે ટ્રક તથા આરોપીને ઝડપી પાડતી પાટણવાવ પોલીસ
આજ રોજ રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ અંતરીપ સુદ સાહેબની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક ઝેડ.આર.દેસાઇ સાહેબનાઓના માર્ગદર્શન નીચે પાટણવાવ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. કે.કે.ગોહિલ તથા પો.કોન્સ. પ્રદીપભાઇ પ્રતાપરાય તથા દુષ્યંતરાજસિંહ નરેન્દ્રસિંહતથા અતુલભાઇ પ્રેમજીભાઇ તથા રવીભાઇ કિશોરભાઇ તથા ગીરીરાજભાઇ અશોકભાઇ તથા ડ્રાઇવર પો.કોન્સ. દીનેશભાઇ હીરાભાઇ ગઇકાલતા-૦૮/૦૫/૨૦૧૮ ના નાઇટ પેટ્રોલીંગમા હતા.
જે દરમીયાનમા પો.કોન્સ. દુષ્યંતરાજસિંહ તથા પ્રદીપભાઇને મળેલ બાતમીના આધારે છત્રાસા ગામની સીમમાં ઝાપોદડના રસ્તે આવેલ બાવળની કાટમાથી હમીરભાઇ હમીર મેર મેણંદભાઇ મુડીયાસીયા રહે-ગામ ધંધુસર, તા-વંથલી, જી-જુનાગઢ નામના ઇસમને એક ટ્રકમાથી મોટીમાત્રમા દારૂ તથા બિયરની પેટીઓ ઉતારીને કાર્ટીંગ કરતા પહેલા જ તમમ મુદ્દામાલ સાથે પકડી પાડેલ.
જેના કબજા માથી સીગ્નેચર બ્રાન્ડની વ્હીસ્કીની કુલ ૪૫૬ બોટલોની કુલ કિં.રુ.૩,૬૪,૮૦૦/- તેમજ મેક-ડોવેલ્સ નં.૧ બ્રાન્ડની કુલ ૪૯૪૪ બોટલો જેની કુલ કિં.રુ.૧૯,૭૭,૬૦૦/- ગણી તેમજ બીયરના ટીન હેયવર્ડસ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ એમ.એલ. ૫૦૦ML ટીન કુલ ૧૦,૯૨૦ બીયરના ટીનની કુલ કિં.રુ.૧૬,૩૮,૦૦૦/- ગણી એમ ભારતીય બનાવટની પરપ્રાંતીય દારુની કાચની કુલ બોટલો નંગ ૫૪૦૦ કુલ કિં.રૂ.૨૩,૪૨,૪૦૦/- તથા બીયરના કુલ ટીન નંગ ૧૦,૯૨૦ કુલ કિં.રુ.૧૬,૩૮,૦૦૦/૦૦/- એમ કુલ ઇંગ્લીશ દારુ તથા બીયરના ટીનની કુલ કિં.રૂ.૩૯,૮૦,૪૦૦/- તેમજ એક ટ્રક જેનો રજી.નં.- HR-7-C-6681 જેની કીં.રૂ.૨૫,૦૦,૦૦૦/- ગણી તેમજ કાળા કલરનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર મો.સા. નંબર વગરનું જેની કિં.રુ.૪૦,૦૦૦/- જે કુલ્લે મળી ૬૫,૨૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પકડાયેલ તથા ઉપરોક્ત ટ્રકનો ચાલક સ્થળ પરથી નાસી ગયેલ જે બન્ને ઇસમો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસર કર્યવાહિ કરેલ છે.
આરોપીઓ- (૧) હમીરભાઇ હમીર મેર મેણંદભાઇ મુડીયાસીયા રહે-ગામ ધંધુસર, તા-વંથલી, જી-જુનાગઢ (૨) ટ્રક ડ્રાઇવર (નાસી છુટેલ) વાહનો- (૧) એક ટ્રક જેનો રજી.નં.- H R -7-C -6681 જેની કીં.રૂ.૨૫,૦૦,૦૦૦/- (૨) હીરો કંપનીનું સ્પ્લેન્ડર મો.સા. નંબર વગરનું જેની કિં.રુ.૪૦,૦૦૦/- પ્રોહિ મુદ્દામાલ- દારૂ તથા બિયરના બોટલ તથા ટીન કુલ્લ નંગ-૧૬,૩૨૦/- કિ.રૂ.૩૯,૮૦,૪૦૦/- છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com