પોલીસતંત્ર નિષ્ફળ રહેવાના કારણે જ છાંટો પાણી કરનારની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂબંધીના ભંગ કરવામાં મોખરે હોવાનું બહાર આવ્યું છે. આઝાદી સમયથી જ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો લાગુ પાડવામાં આવ્યો છે અને તાજેતરમાં તો દારૂબંધીના કાયદાને વધુ અસરકારક બનાવવા સરકાર દ્વારા કેટલીક કડક જોગવાય લાગુ કરવામાં આવી હોવા છતાં દારૂબંધી ભંગ કરી ‘છાંટો પાણી’ કરતા બંધાણીઓમાં ગુજરાતે બિહારને પાછળ રાખ્યું છે. દારૂબંધીનો અમલ કરાવવામાં પોલીસતંત્ર નિષ્ફળ રહેવાના કારણે જ છાંટો પાણી કરનારની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે.
ગુજરાતમાં આઝાદી સમયથી જ દારૂબંધી લાગુ પાડવામાં આવી છે. જ્યારે બિહારમાં ૨૦૧૬થી દારૂબંધી લાગુ પાડવામાં આવી છે. દેશમાં ગુજરાત બાદ બિહારમાં દારૂબંધી લાગુ પડતા બંને રાજયમાં દારૂબંધી અંગે થયેલા એક સર્વેમાં દારૂબંધીનો ભંગ કરવામાં બિહાર કરતા ગુજરાત મોખરે હોવાનું તારણ બહાર આવ્યું છે. એમ્સની નેશનલ ડ્રેગ્સ ડીપેન્ડેન્સ ટ્રીટમેન્ટ સેન્ટર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું કે, ૭.૪ ટકા લોકો એવા જે કે જેઓએ એકાદ વખત દારૂનો સ્વાદ ચાખ્યો છે. જેનું પ્રમાણ ગુજરાતમાં આઠ ટકાથી ઓછુ છે.
દારૂબંધી હોય તેવા રાજયમાં જ સૌથી વધુ દારૂ પીવાતો હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે એમ્સની નેશનલ ડ્રેગ્સ ડીપેન્ડેન્સ ટ્રીટમેન્ટ સેન્ટર દ્વારા કરાયેલા સર્વેમાં પણ સમર્થન આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં દારૂબંધી અંગે કરાયેલા સર્વેમાં દારૂ કયારેક જ ચાખ્યો હોય, નિયમીત દારૂનું સેવન કરવું અને દારૂબંધીના અમલ માટેના કાયદા અંગે કોઇ તાલમેલ જ જણાતો ન હોવાનું ચોકાવના‚ તારણ બહાર આવ્યું છે.દારૂબંધી હોવાના કારણે નશાખોરોને પકડાવવાની બીક હોવાથી સર્વેમાં ખોટા જવાબ રજુ કર્યા છે. નિયમિત દારૂનું સેવન કરનાર પણ પોતે એકાદી વખત જ દારૂ ચાખ્યો હોવાનું કહેતા હોય છે.
બિહાર અને ગુજરાત જેવા રાજયમાં દારૂબંધીનો કાયદો અસ્તિત્વમાં હોવા છતાં માત્ર ‘છાટો પાણી’ કરનારાની ટકાવારી ઘણી ઉચી છે. બિહારમાં ૧.૭ ટકા લોકો દારૂ પીવા છે જ્યારે વેસ્ટ બેંગાલ અને ઝારખંડમાં પ્રતિબંધ ન હોવા છતાં છાટો પાણી કરનાર લોકોની સંખ્યા ખુબ જ ઓછી જોવા મળી છે. આ સર્વેમાં ૧૮૬ જિલ્લાઓમાં સર્વે કરવામાં આવ્યો હતો.
દર મિનિટે બોટલો પકડાય તો પણ નથી પકડાતી કેટલી!!!
ગુજરાતના સુપ્રસિધ્ધ ગઝલકાર પંકજ ઉધાસે ગાયેલી ગઝલ ‘પીઓ લે કીન રખો હિસ્સાબ થોડી થોડી પીયા કરો’ પરંતુ દારૂબંધી વાળા ગુજરાતમાં કેટલી બોટલો પકડાય છે તેનો હિસાબ શકય છે પણ નથી પકડાતી તેનો હિસાબ શકય ન હોવાથી પંકજ ઉધાસની ગઝલને ગુજરાતની દારૂબંધી સાથે સિધો જ સંબંધ હોય તેવું જણાય રહ્યું છે.
૨૦૧૮માં ગુજરાત પોલીસે ભારતમાં બનેલી વિદેશી દારૂની ૬ લાખથી વધુ બોટલ ઝડપી લેવામાં આવી છે. મોટી સંખ્યામાં ગુજરાતમાં દારૂને ગેરકાયદે ઘુસાડવામાં આવી રહ્યો છે. સમગ્ર ગુજરાતની ૩૨ વિવિધ બોર્ડર પરથી બિયરની બોટલો તેમજ વિદેશી દારૂ ઝડપી લેવામાં આવે છે ત્યારે આટલી મોટી સંખ્યામાં દારૂ કે બિયર પકડાય તો કેટલી તો એવી બોટલો અને ધોમ દારૂના ટ્રક સામે આવ્યા નથી અને બંધીના પેટમાં પહોચી ગયા છે. પકડાયાના આંકડા સામે આવ્યા છે તેના કરતા ન પકડાવવાની સંખ્યા વધુ રહી છે. તો દારૂબંધીનો કાયદો બુઠ્ઠો છે કે તેનો અમલ કરાવવો શકય નથી તે અંગે પણ ઉંડી તપાસ થવી જોઇએ તેમ સુત્રો જણાવી રહ્યા છે.