લિપસ્ટિક હેક્સ:
આપણે ગમે તેટલો મેકઅપ કરીએ, પણ લિપસ્ટિક વિના આપણો મેકઅપ અધૂરો છે. આજકાલ, ફેશન અને કપડાંની trendમાં ઘણો બદલાવ આવ્યો છે. આ બદલાતા યુગમાં મેકઅપ કરવાની રીત પણ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.
મોટાભાગના લોકો હેવી મેકઅપને બદલે માત્ર લિપસ્ટિક લગાવવાનું પસંદ કરે છે. લિપસ્ટિક ખરીદતી વખતે શેડનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે લિપસ્ટિક skin tone પ્રમાણે સારી લાગે છે.
લિપસ્ટિકને લાંબા સમય સુધી કેવી રીતે રાખવી
આપણે લિપસ્ટિક ખરીદવા માટે ખૂબ મહેનત કરીએ છીએ. એજ કારણ થી કે skin tone પ્રમાણે ગોતવી ક્વોલીટી કેવી છે કઈ બ્રાન્ડની છે…ઘણી વખત જ્યારે આપણે લિપસ્ટિક લગાવીને ક્યાંક બહાર જઈએ છીએ, ત્યારે લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી શકતી નથી અને આપણા હોઠમાંથી ગાયબ થઈ જાય છે. જેના કારણે આપણા મૂડ પર અસર પડે છે. જો તમે પણ લિપસ્ટિકના અચાનક ગાયબ થઈ જવાથી પરેશાન છો તો આજે અમે તમને જણાવીશું કે શું કરવું જેથી લિપસ્ટિક તમારા હોઠ પર લાંબા સમય સુધી રહે.
લિપસ્ટિક ઘસવાનું ટાળો
તમારી લિપસ્ટિકને લાંબા સમય સુધી ટકી રહે તે માટે જ્યારે પણ તમે લિપસ્ટિક લગાવો ત્યારે તેને ઘસો નહીં, કારણ કે આમ કરવાથી તમારી લિપસ્ટિક ખૂબ જ ઝડપથી ખરી જાય છે. તેથી, હોઠ પર લિપસ્ટિક લગાવો અને તેને ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ સુધી સૂકવવા દો. આમ કરવાથી તમારી લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી રહે છે.
તમે પાવડરનો ઉપયોગ કરી શકો છો
લિપસ્ટિક લગાવીને તમે પાવડરની મદદથી તમારા હોઠની લિપસ્ટિકને લાંબો સમય ટકી શકો છો. આ માટે સૌથી પહેલા હોઠ પર લિપસ્ટિક લગાવો અને ઉપરથી કોઈપણ ફેસ પાઉડરને હળવા હાથે લગાવો અને મિક્સ કરો. આમ કરવાથી તમારી લિપસ્ટિક જલ્દી ઉતરતી નથી.
યોગ્ય લિપસ્ટિક પસંદ કરો
આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની બ્રાન્ડેડ મેકઅપ પ્રોડક્ટ્સ આવી ગઈ છે. તેથી, જ્યારે પણ તમે લિપસ્ટિક ખરીદો ત્યારે સારી બ્રાન્ડની લિપસ્ટિક પસંદ કરો. જેમાં કેમિકલનું પ્રમાણ ઓછું હોય છે જેથી તમારા હોઠને કોઈ નુકસાન ન થાય અને લિપસ્ટિક તમારા હોઠ પર લાંબા સમય સુધી રહે.