ઘણા દિવસો બાદ ફરી બે સિંહોએ શિકાર કરતા માલધારીઓમાં ફફડાટ
સુરેન્દ્રનગર જિલ્લા ના રેશમિયા અને ચોટીલા વિડ ઠાગા વિસ્તાર માં સિંહ એ હાહાકાર સર્જ્યો છે.ત્યારે છેલ્લા છેલ્લા ઘણા સમયથી સિહો દ્વારા શિકાર કરવામાં ન આવ્યો હતો ત્યારે અચાનક સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં મોડી રાત્રે આશરે બાર વાગ્યા બાદ ચોટીલાના રેશમિયા માં આવેલા બે સિંહબાળ રાત્રિ દરમિયાન માલધારીઓના વાળા માં જઈને બે ભેંસો ના મારણ કર્યા છે ત્યારે આ વિસ્તારમાં વસવાટ કરતા માલધારીઓ માં ભય વ્યાપ્યો છે.ત્યારે કાબરણ પાસે ગઈ કાલે રાત્રી દરમિયાન શિહો એ એક મલિક ની બે ભેંસ નું મારણ કર્યું છે.અને ભર પેટ જમ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના રેશમિયા અને કાબરણ ની સિમ માં સિંહો એ ધામાં નાખ્યા છે.ત્યારે આ પંથક ના લોકો અને ખેડૂતો એ સિંહો ને મોજ થી રખડતા નઝરે પડ્યા છે.ત્યારે ગઇકાલે મોડીરાત્રે અચાનક ફરીથી રેશમિયા ગામ માં પ્રવેશ મેળવીને બે ભેંસોના શિકાર કરી ભરત ભોજનની ફરી રેશમિયા ગામ ની સિમ મા ધામા નાખ્યા છે..
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રેશમિયા અને ઠાંગા વિસ્તારમાં ૨ સિંહ બાળ આવ્યા તેને આશરે ચાર મહિના જેટલો સમય થઈ ગયો છે ક્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ના રેશમિયા અને રાજપરા ઠાંગા વિસ્તારમાં સિંહોની વાતાવરણ અનુકુળ આવી જતા છેલ્લા ચાર માસથી આ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સિંહ બેલડી ફરી રહી છે ત્યારે આ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ આશરે ૮૦ થી વધુ મારણ અને વન વિસ્તારમાં રખડતા જંગલી પશુઓનો પણ આ સિહો દ્વારા શિકાર કરવામાં છે..
ત્યારે મોડી રાત્રે રેશમિયા માં રાતે ૧.૩૦ વાગે જગાભાઈ સામતભાઈ ના બે ભેંસ નું મારણ કરી સાવજો એ ભર પેટ ભોજન લીધું છે. ત્યારે આ વિસ્તારમાં અવારનવાર સિંહો મારણ કરતા અને આ બંને સિંહ ભાઈ ઓ માલધારીઓની પશુઓ બાંધવાની જગ્યા માં જઈ અને ભેસોના અને માલધારીઓના માલના મારણ કરતા હોવાના કારણે માલધારીઓ માં પણ ફફડાટ ફેલાયો છે.
ત્યારે હાલમાં વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈને માલધારીઓની મુલાકાત લેવા પહોંચી છે.ત્યારે બીજી બાજુ રેશમિયા ગામ ના શિવરાજ ભાઈ જબેલિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે આ મંડાવ વન વિસ્તાર નો સિંહ આવા ના કારણે વિકાસ થશે અને આ મડાવ વન અને ઠાગા વિસ્તારમાં ઉનાળા માં પણ પશુ પાલકો ને પાણી ના અવાળા ના રૂપે મળી જશે.અને સિંહ ના કારણે આ વિસ્તારનો ચોક્કસ પને વિકાસ થશે.અને સરકાર પણ આ બાબતે ટુરિઝમ શેત્ર ના વિકાસ માટે રજુઆત કરે તેવી પણ ગ્રામ જનો ની માગ છે.
ત્યારે આ વિસ્તારમાં હાલ સિંહ આવા ના કારણે અનેક જાત ની આશા આ વિસ્તારના લોકો સરકાર પાસે રાખી રહા છે.અને આ વિસ્તાર નો સિંહ આવા ના કારણે ટુરિઝમ વિકસાવી વિકાસ થાય તેવી પણ લોક માગ કરી રહયા છે..