ત્રણેય સિંહબાળ તંદુરસ્ત હોવાની ઝૂની જાહેરાત
જુનાગઢ સક્કરબાગ ઝૂ માંથી સિંહ પ્રેમીઓ માટે મોઢા મીઠા કરવા જેવા સમાચારો મળી રહ્યા છે, અહીંના સક્કરબાગ ઝુ ની એક સિંહણ દ્વારા એકી સાથે 3 સિંહ બાળનું અવતરણ થતાં સક્કરબાગ ઝૂ સિંહ પરિવારમાં 3 સભ્યોનો વધારો થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સક્કરબાગ ઝૂમાં ધારીથી લાવવામાં આવેલા સિહ અને ડી – 8 નામની સિંહણના મેટિંગ થકી ગર્ભવતી બનેલી ડી – 8 નામની સિંહણ એ શનિવારે તંદુરસ્ત 3 સિંહબાળનો જન્મ આપ્યો છેેેે, અને માતા તથા સિંહબાળ તંદુરસ્ત અને તેમની સ્થિતિ સામાન્ય હોવાનું સકરબાગ ઝુ દ્વારા જાણવા મળી રહ્યું છે. આ અંગે સકરબાગ ઝું ના અધિકારીઓ દ્વારા જાણવા મળેલી વિગતો અનુસાર પ્રસૂતા સિંહણ તથા ત્રણેય સિંહબાળ ઉપર સીસી કેમેરાના મોનીટરીંગ સાથે પૂરતી દેખરેખ અને સારસંભાળ લેવામાં આવી રહી છે.