આશાપુરા મંદિરે આરતીનો લ્હાવો લેતા શ્રદ્ધાળુઓ
આધાશકિતની આરાધનાનો આજે ત્રીજો દિવસ છે. કોરોના મહામારીને પગલે આ વર્ષે નવરાત્રીની સાદગીપૂર્ણ ઉજવણી થઈ રહી છે. ગરબા રમવાએ પણ માતાજી પ્રત્યેની શ્રધ્ધાનું જ એકપ છે. ઘણા લોકો નવરાત્રીના નવે નવ દિવસ નકોરડા ઉપવાસ કરે છે. નવરાત્રીમાં માતાજીના નવ સ્વપોનું પૂજન કરવામાંઆવે છે. રાજકોટ શહેરનાં આસ્થાના પ્રતિક સમા નઆશાપુરાથ મંદિર ખાતે નવરાત્રિ નિમિતે નોરતાના પ્રથમ દિવસથી જ બેઠા પાંચ ગરબા ગાઈ માતાજીની ઉપાસના કરવામાં આવે છે. ગઈકાલે વરસાદી માહોલ વચ્ચે પણ આશાપૂરા મંદિર ખાતે શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. ભાવિકોએ ધોધમાર વરસાદ વચ્ચે પણ માતાજીની આરતીનો લાભ લીધો હતો. (તસવીર: શૈલેષ વાડોલીયા)