શું આપ એવું માનો છો કે વીજળીના ચમકારા બાદ એનો ગડગાડાટ આવાજ આવે છે…? જો તમે એવું માનતા હોય તો એ વાત તદ્દન ખોટી છે.
વીજળીનો ચમકારો અને ગડગડાટ-બંને એકસાથે જ થાય છે. પરંતુ વીજળી આપણને પહેલાં દેખાય છે અને ગડગડાટ પછી સંભળાય છે.
કારણ કે અવાજની ગતિ કરતાં પ્રકાશની ગતિ ઘણી વધારે હોય છે. આથી પ્રકાશ આપણા સુધી વહેલો પહોંચે છે અને અવાજ ત્યારબાદ સંભળાય છે.