જેમ રક્તદાન મહાદાન છે તેમ અંગદાન પણ મહાદાન છે… અરે, જે દાન-પૂણ્યથી અન્યને જીવતદાન મળતું હોય તે દરેક દાન મહાદાન જ છે. ત્યારે આજરોજ આ યુક્તિ જામનગરના એક પરિવારે સાર્થક કરી છે. જામનગરના વતની દીપકભાઈ ત્રિવેદી કે જેનું બ્રેનડેથ થતાં તેમના શરીરના અંગોનું દાન કરવાનો પરિવારે નિર્ણય કરતા અન્યોના જીવનમાં રોશની ફેલાઈ છે. આજરોજ રાજકોટની સિનર્જી હોસ્પિટલથી ગ્રીન કોરિડોર સર્જાયો હતો જે મારફત અમદાવાદ સુધી બોડી પાર્ટસ પહોંચાડાયા છે. પોતે જતા જતા પણ છ વ્યક્તિઓની જિંદગીમાં નવો જીવ પુરતા ગયા…
રાજકોટમાં 89મુ અંગદાન- ડો.દિવ્યેશ વિરોજા
42 વર્ષીય જામનગરના વતની દીપકભાઈ ત્રિવેદી ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતા. ગત 22 નવેમ્બરનાં રોજ સવારે તેમણે ખુબ જ માથું દુખવા લાગ્યું અને ઉલટી થઈ અને બેભાન થઈ ગયા. તેમને પ્રાથમિક સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં સિનર્જી હોસ્પિટલનાં ન્યુરો સર્જન ડૉ. સંજય ટીલવાની દેખરેખ હેઠળ તપાસ કરતાં માલુમ થયું કે દીપકભાઈને ખુબ જ વધારે પ્રમાણમાં બ્રેઈન હેમરેજ થઈ ગયું છે અને એમાં સુધારો થઈ શકે એવી કોઈ શક્યતા નથી છતાં પણ સારવાર ચાલુ રાખી પરંતુ એમાં સફળતા ન મળતા દર્દીનું બ્રેઈનડેથ થયું.
અલગ-અલગ હોસ્પિટલોમાં લીવર, કીડની, ર્હદય, આંખો સહિતના અંગોનું દાન
સિનર્જી હોસ્પિટલનાં ડો જ્યોતિ રાણપરીયા અને આઈ.સી.યુની નર્સિંગ ટીમ દ્વારા દર્દીનાં ઓપરેશન સુધી બધા અંગો બરાબર કાર્યરત રહે એ માટે સતત જહેમત ઉઠાવી હતી. એમનાં અંગોથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ, ઝાયડસ હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ, કીડની હોસ્પિટલનાં બે દર્દીઓમાં કીડની ટ્રાન્સપ્લાન્ટ અને રાજકોટની આઈ બેંકમાં ચક્ષુદાન કરવામાં આવ્યું. આવી રીતે જિંદગીભર સેવાભાવી શ્રી કિશોરભાઈ તથા શ્રીમતી જ્યોતિબેનના એમનાં જેવા જ સેવાભાવી પ્રેમી શ્રી દીપકભાઈ પોતે જતા જતા પણ છ વ્યક્તિઓની જિંદગીમાં નવો જીવ પુરતા ગયા. આ સમગ્ર કુટુંબને કોટી કોટી વંદન.
ડોકટરોની ટીમે સમજાવ્યા અને પરિવારે બાંધ્યું પુણ્યનું ભાથું
ડોક્ટર સંજય ટીલવાએ દર્દીનાં સગાને અંગદાન વિશે સમજાવ્યું. આ સમજ આવ્યા પછી સેવાના કામમાં સહમતી આપવામાં દીપકભાઈનાં પિતાએ કિશોરભાઈ ત્રિવેદી, માતા જ્યોતિબેન ત્રિવેદી, ભરતભાઈ વ્યાસ, પ્રજ્ઞાબેન વ્યાસ તથા ભાઈ કેવલ વ્યાસનો ખુબ અગત્યનો ફાળો રહ્યો હતો. ત્યાર પછી સિનર્જી હોસ્પિટલનાં ડો સંજય ટીલવા, ડો કલ્પેશ સનારિયા, ડો જયેશ ડોબરીયા, ડો નીલેશ માકડીયા, ડો વિશાલ ભટ્ટની ટીમે દર્દીનાં બ્રેઈનડેડ માટેનાં કન્ફર્મેશન માટેના જરૂરી ટેસ્ટ કર્યા ત્યાર પછી ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટનાં ડો દીવ્યેશ વીરોજા(ટ્રાન્સ પ્લાન્ટ ફીઝીશીયન) અને ભાવનાબેન મંડલી(સોશિયલ વર્કર)એ સમગ્ર અંગદાનની પ્રક્રિયાનું સંકલન કર્યું.
મારા દિકરાએ 6 વ્યકિતઓની જીંદગીમાં નવા પ્રાણ પૂર્યા: કિશોર ત્રિવેદી
અબતક સાથેની વાતચીત દરમિયાનત્રિવેદી કિશોરચંદ્ર જેન્તીલાલએ જણાવ્યું હતું કે મારો પુત્ર દિપકએ એના નામ પ્રમાણે એને એનું નામ રોશન કર્યું જે અંગદાન કરવામાં આવ્યું છે જેમાં 5 થી 6 વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપણ થશે અને એ વ્યક્તિમાં અમને અમારો દિપક જ જોવા મળશે મારા પુત્રની ઉમર 42 વર્ષ હતી આ અંગ દાનની ઈચ્છા અમારી જ હતી આમારી ઈચ્છા એજ છે કે આ કાર્ય થી સમાજને પ્રેરણા મળે અને અંગદાન કરી બીજા વ્યક્તિને જીવન દાન આપી શકે. મારા પુત્રને રવિવાર ના રોજ માથાનો દુખાવો થયો હતો અને તે પડી ગયો હતો ત્યારે જામનગર ની ઇવરીન હોસ્પિટલમાં દાખલ કરવાં આવ્યો હતો. અને ત્યાંથી તેને રાજકોટ સીનર્જી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા આવેલ હતો. ત્યાં તેનું બ્રેન ડેડ થયું હતું ત્યારે અમે તેના અંગોનું દાન કરવાનું નકકી કરેલ જેમાં લીવર ,કિડની આંખ હદય સહિતના ઓર્ગન ને ડોનેટ કરવામા આવ્યા છે અમારો દિપક હવે બીજા 5લોકો માં જીવિત રહી અમર રહેશે.
દર્દીના અંગોને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ ખાતે પહોંચાડવામાં આવશે : ડો. સંજય ટીલારા (સીનર્જી હોસ્પિટલ)
દર્દી ને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યું તેની સાથે સિમ્સ હોસ્પિટલ માંથી ટીમ આવી છે. જે તેના હાર્ટ ને હારવેસ કરશે ગ્રીન કોરિડોર મારફતે આ પ્રક્રિયા કરવામાં આવશે સીનર્જી હોસ્પિટલ ખાતે દર્દીના અંગો ને ટ્રાન્સપાલન્ટ કરવાનું રહેશે.જો બધી વ્યવસ્થાઓ મુજબ રહેશે તો અમદાવાદ ખાતે આ ટ્રાન્સફર કરવા મારે આવશે તેમજ બે કિડની લિવર અને આંખનું પણ ટ્રાન્સપાલન્ટ કરવામાં આવશે ત અમદાવાદ ખાતે બધી વ્યવસ્થાઓ આગવું થી કરીને રાખી છે. તેથી જેવું ટ્રાન્સપ્લાટ થશે તે ભેગી પ્રોસેસ શરૂ કરી દેવામાં આવશે.