વાતાવરણનું પ્રદુષણ અને ઝેરી વાયુના શોષણ માટે જ જુના જમાનામાં છાણ,
ગાર, માટીના મકાનોનો વપરાશ થતો
ઈસ રંગ બદલતી દુનિયા મેં… ઈન્સાન કી નિયત ઠીક નહીં… કોરોના કટોકટીએ દુનિયાને ઘણુ બધુ શીખવી દીધુ છે ત્યારે પ્રકૃતિને શુદ્ધ વાતાવરણ અંગે પણ લોકોમાં ભારે સજાગતા આવી છે. અત્યારે પ્રાણવાયુની અછતનો પ્રશ્ર્ન ઉભો થયો છે ત્યારે વાતાવરણમાં શુદ્ધ હવા અને નેસર્ગીક આબોહવા અતિ આવશ્યક છે. મોટાભાગના રોગો વાયુ પ્રદુષણથી જ થાય છે. કોરોનામાં અત્યારે શ્ર્વાસ લેવાની પણ મુશ્કેલી ઉભી થઈ છે ત્યારે આગામી દિવસોમાં વાતાવરણના પ્રદુષણથી મુક્ત થવા લોકોની લાઈફ સ્ટાઈલ તો ઠીક દિવાલોના કલર પણ બદલી જશે.
જુના જમાનામાં જ્યારે બાંધકામની પુરેપુરી ટેકનોલોજી હતી. તોપના નાડચે પણ જેની કાંકરી ન ખરે તેવા કિલ્લાઓનું બાંધકામ થતું હતું ત્યારે પણ લોકો છાણ, માટી અને દેશી ઢબે બનતા મકાનોમાં રહેતા હતા. આવા મકાનોમાં વાતાવરણના ઝેરી વાયુ શોષવાની શક્તિ રહેતી હતી. છાણ, માટીથી લીપેલા મકાનોમાં ટોક્સીન અને ઝેરી વાયુ શોષવાની શક્તિ હતી. છાણ, ગૌમુત્ર, માટી, ચુનો અને વનસ્પતિના લાકડા અને પાંદડાથી બનતા મકાનોમાં નળીયા પણ માટીમાંથી બનતા હોવાથી સુરજના ઝેરી કિરણો અને વાતાવરણમાં ઝેરી વાયુ અંદર રહેનારને અસર કરતા નહોતા. આના જ કારણે જૂના જમાનામાં પણ પૈસાદાર હોવા છતાં લોકો દેશી ઢબે બનતા મકાનોમાં રહેતા હતા.
હવે ફરીથી લોકોને ઈકોફ્રેન્ડલી વાતાવરણની લગ્ની લાગી છે ત્યારે કામધેનુ ગ્રુપ કે જે કુદરતી વાતાવરણને અનુરૂપ થાય તેવા બાંધકામના મટીરીયલ્સ બનાવે છે. પંચગવ્યનું વાતાવરણમાં ખુબ જ મહત્વ છે. કામધેનુ ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણમાં ઝેરી વાયુ સોશી લે તેવા દિવાલોના રંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 5 વર્ષમાં લોકોમાં ઈકોફ્રેન્ડલી રંગો અને ઈકોફ્રેન્ડલી મકાનોની માંગ વધશે ત્યારે કામધેનુ ગ્રુપ દ્વારા 1 હજાર કરોડ રૂપિયાના રંગના બિઝનેશ ઉપર ધ્યાન દેવામાં આવ્યું છે. કામધેનુના એમ.ડી.સતિષકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, અમારી કંપની 2019-20માં 226 કરોડ રૂપિયાના ઈકો ફ્રેન્ડલી કલર વેંચતી હતી. આગામી 2026માં આ બિઝનેશ 1000 કરોડ સુધી પહોંચશે. આગામી દિવસોમાં લોકો પ્રાકૃતિક રંગો તરફ વળવાના છે.
2022 સુધીમાં અમારી આ તમામ પ્રક્રિયાને મંજૂરી મળી જશે. રાજસ્થાનના ચોપંકીમાં ઈકોફ્રેન્ડલી કલરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. જેમાં વોટરપ્રુફથી લઈને હવાનું ઝેરી તત્વ શોષી લે તેવા ગુણો હશે. આગામી દિવસોમાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ અને ગુરૂગ્રામની કામધેનુ ઈન્ડસ્ટ્રી એસ્ટેટમાં પણ આ ઉત્પાદન શરૂ થશે. કામધેનુ દ્વારા ટીએમટી સળીયાથી લઈને હવે ઈકોફ્રેન્ડલી કલર રેન્જ માટે ઓરીસા, ગુજરાજ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, બિહાર, ગોવા, રાજસથાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, પં.બંગાળ, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં વેંચાણ વ્યવસ્થા ઉભી કરીને સમગ્ર દેશમાં ઈકોફ્રેન્ડલી બિલ્ડીંગ મટીરીયલ્સની માંગને હસ્તગત કરશે.