જૂના પુરાણા રકતકણો લોહીમાંથી લગભગ એક સેક્ધડના ૨૦ લાખ લેખે દૂર થાય છે અને મુખ્યત્વે લીવર અને બરોળમાંએ નાશ પામે છે
લોહી એક જીવંત પ્રવાહી છે. વિજ્ઞાને માનવરકરતને નાથ્યું છે અને માનવરકતની સારવારથી કરોડો લોકોને મોતનાં મુખમાંથી ઉગારી લીધા છે. રકતનાં રહસ્યોના ગૂઢ ભંડારમાંથી જે કોઇ વિજ્ઞાનને હાથ લાગ્યું છે તે સૌએ જાણવાની જરૂર છે. ગઇકાલના અંકમાં તે વિશે થોડી માહિતી મેળવી હતી. આજે બીજા ભાગમાં રકત પ્રવાહ સાથે કેટલીક જાણી-અજાણી વાત અત્રે પ્રસ્તૃત છે.
રકતકણોની ઉત્પત્તિ
રક્તકણની ઉત્પત્તિ હાડકાંની મજ્જામાંથી થાય છે. આ ઉત્પાદનની પ્રક્રિયા માટે ઘણાં તત્ત્વોની જરૂર પડે છે, જેવાં કે તાંબું, લોહ. પ્રોટીન અને ઘણાંખરાં વીટામીન. સમતોલ આહારમાંથી આ બધાં તત્ત્વો મળી રહે છે. અપરિપક્વ રક્તકણો પૂર્ણ પરિપક્વ રક્તકણો કરતાં મોટા હોય છે અને તેમને કેન્દ્રિત બળ (Nucleus) હોય છે. હાડકાંની મજ્જામાંથી જેમ-જેમ રક્તકણો વિકાસ પામતા જાય છે, તેમ-તેમ તે હિમોગ્લોબીન બનાવતા જાય છે. સાધારણતયા દરેક કણ રક્તમાં ભળતાં પહેલાં તેનું ન્યુક્લીયસ ગુમાવે છે. હાડકાંની મજ્જામાં થતા પૂર્ણ વિકાસ માટે સાધારણ રીતે એક અઠવાડિયાનો સમય લાગે છે. પરંત રક્તમાં રહેલ ઑક્સિજનમાં ઘટાડો થાય, દા.ત. એકદમ થતો રક્તસ્રાવ, ત્યારે કીડની દ્વારા એરીથ્રોપોઈટીન નામનો હોર્મોન છટો થાય છે. મજ્જામાંથી લોહીના લાલ કણની ઉત્પત્તિ તીવ્ર ગતિએ કરવામાં આ હોર્મોન કારણભૂત છે.
રક્તપ્રવાહમાં ભળ્યા પછી રક્તકણનું આયુષ્ય લગભગ ૧૨૦ દિવસનું હોય છે. જૂનાપુરાણા રક્તકણો લોહીમાંથી લગભગ એક સેક્ધડના ૨૦ લાખ લેખે દૂર થાય છે અને મુખ્યત્વે યકૃત (Liver) તથા બરોળ (Spleen)માં એ નાશ પામે છે. આવા જનાપુરાણા રક્તકણોમાં રહેલ પ્રોટીન અને લોહ ફરીવાર હાડકાંની મજ્જામાં પ્રવેશે છે, જે નવા રક્તકણો બનાવતી વખતે બીજી વાર ઉપયોગમાં આવે છે. રક્તકણોની સ્વસ્થ કામગીરીમાં વિકૃતિઓમાંની એકએનીમિયા છે, જેમાં સારા પ્રમાણમાં સ્વસ્થ રક્તકણો જરૂરિયાત કરતાં ઘણા ઓછા થઈ જાય છે.એનીમિયા મોટા ભાગે આ ત્રણમાંથી કોઈ એક કારણથી થાય છે : ૧) રક્તકણોની જરૂરિયાત કરતાં ઓછી ઉત્પત્તિ (૨) રક્તસ્રાવ અને (૩) રક્તકણોનો તીવ્ર ગતિથી ક્ષય. રક્તકણોની સંખ્યા સ્વીકૃત ધોરણ કરતાં કોઈવાર વધી જાય છે. આ સ્થિતિ એરીથ્રોસાઈટોસીસ તરીકે ઓળખાય છે, જેમાં હાડકાની મજામાંથી રક્તકણોનું વધુ પડતું ઉત્પાદન થાય છે.
શ્વેતકણો ((White Blood Cells)): શ્વેતકણો અથવા લ્યુકોસાઈટ (Leucocyte) રોગ અને ચેપ સામે શરીરનું રક્ષણ કરે છે. લ્યુકોપેનિઆ નામે ઓળખાતી પરિસ્થિતિ શ્વેતકણોના ઘટાડાથી થાય છે, જેના કારણે ગંભીર ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. લોહીના એક માઈક્રોલીટર જથ્થામાં ૪,૦૦૦ થી ૧૦,૦૦૦ શ્વેતકણો હોય છે. આ કણોનો વ્યાસ ૭ થી ૧૨ માઈક્રોન્સ વચ્ચે હોય છે અને આ કણોમાં ન્યુક્લીયસ હોય છે જે રક્તકણોમાં હોતું નથી. શ્વેતકણો ન્યુટ્રોફીલ્સ, લીમ્ફોસાઈટ્સ, મોનોસાઈટ્સ સહિત કેટલાક પ્રકારના હોય છે.
ન્યુટ્રોફીલ્સ (Neutrophils):મોટી સંખ્યામાં રહેલા શ્વેતકણો ન્યુટ્રોફીલ્સ કહેવાય છે, જે રોગ-ઉત્પાદક જીવાણુના ચેપ સામે રક્ષણ આપે છે. આ કણો ગ્રેન્યુલોસાઈટ્સ (Granulocytes) નામે ઓળખાતા શ્વેતકણો હોય છે અને તેમાં એન્ઝાઈમ્સના સૂક્ષ્મ કણો હોય છે. ન્યુટ્રોફીલ્સ હાડકાંની મજ્જામાં વિકસિત થાય છે. શરીરમાં રોગ-ઉત્પાદક જીવાણુઓનો ચેપ અતિશય હોય છે ત્યારે જરૂર કરતાં પણ વધુ પ્રમાણમાં મજ્જા ન્યુટ્રોફીલ્સનું ઉત્પાદન કરે છે. આ વિકાસની પ્રક્રિયાને ૧૨ દિવસ લાગે છે અને મજ્જામાંથી છુટા પડેલા ન્યુટ્રોફીલ્સ થોડા જ કલાકોમાં લોહીમાં ભળી જાય છે. તે જે જગ્યાએ રોગ-ઉત્પાદક જીવાણુઓનો ચેપ પ્રસર્યો હોય તેવા શરીરના સેન્દ્રિય અવયવો પાસે પહોંચી જાય છે. આ જીવાણુને ન્યુટ્રોફીલ્સ ગળી જાય છે અને એન્ઝાઈમ દ્વારા તેનો નાશ કરે છે. આ પ્રક્રિયા ફેગોસાઈટોસીસ તરીકે ઓળખાય છે, જેનો અર્થ ખાઈ જવું કે પચી જવું એવો થાય છે. જીવાણુનો નાશ કર્યા બાદ ન્યુટ્રોફીલ્સ ખંડખંડ થઈ જાય છે. પરુ અથવા પસ આવા મૃત અને ભાંગેલા ન્યુટ્રોફીલ્મ જીવાણુ અને સેન્દ્રિય પદાર્થોનો સંગ્રહ કરે છે.
લીમ્ફોસાઈટ્સ (Lymphocytes) હાડકાંની મજ્જામાંથી બનતા બે પ્રકારના લીમ્ફોસાઈટ્સ હોય છે. આમાંનો એક પ્રકાર મજામાંથી છૂટો પડી, છાતીમાં રહેલ ગ્રંથી જેવા અવયવ થાઈમસ (Thymus) તરફ રક્ત દ્વારા પહોંચે છે. થાઈમસમાં આ લીમ્ફોસાઈટસમાં થોડા ફેરફાર થાય છે. આ ફેરફાર પામેલા કણોને T Cells કહેવાય છે. બીજા પ્રકારના લીમ્ફોસાઈટ્રસ જે B Cells તરીકે ઓળખાય છે તે થાઈમસમાં જતા નથી. અંતત: આ બન્ને પ્રકાર T Cells અને B Cellsની રક્ત-પ્રવાહમાં સમાપ્તિ થાય છે. શરીરમાં રહેલા બીજા સેન્દ્રિય પદાર્થો ખાસ કરીને બરોળ તથા શરીરમાં રહેલા રંગહીનતરલ પદાર્થનાછેડાઓમાં આ કણો જોવા મળે છે. શરીર ઉપર થતા જીવાણુ, વિષાણુ વિજાતીય તત્ત્વોના ચેપના ભય સામે લીમ્ફોસાઈટ્સ નિયંત્રિત સલામતી આપે છે. વિજાતીય પદાર્થોના એન્ટીજનથી લીમ્ફોસાઈટૂસ તેવા પદાર્થોને ઓળખી જાય છે. ઘૂસણખોર પદાર્થોની સપાટી ઉપર ચોટેલા આ પરમાણુઓ હોય છે. ઇ ઈયહહત એન્ટીબોડીઝ નામનો પદાર્થ પેદા કરી તેને રુધિરરસમાં છોડે છે અને આમ વિજાતીય તત્ત્વોનો પ્રતિકાર કરે છે. હુમલાખોરોનો નાશ કરનાર આ ઍન્ટીબોડીઝ ગામાં ગ્લોબ્યુલીન પ્રોટીન (Gama Globulin Protein)) હોય છે. વિજાતીય તત્ત્વોના પ્રતિકાર અર્થે T Cells પણ બીજા પદાર્થો બનાવતા રક્તપ્રવાહમાં છોડે છે. ઘણા બધા વિજાતીય લીમ્ફોસાઈટ્સ ઉપરાંત મોનોસાઈટ્સની જરૂર રહે છે.
મોનોસાઈટ્સ ((Monocytes)) : તે પણ ન્યુટોફીલ્સની જેમ જ હાડકાંની મજ્જામાંથી ઉત્પન્ન થાય છે તથા જીવાણુઓને ગળી જવાનું કાર્ય (ફેગોસાઈટોસીસ) કરે છે. મોનોસાઈટ્સ ન્યુટ્રોફીલ્સની સાથે મળી રોગ-ઉત્પાદક જીવાણુઓનો નાશ કરે છે. ખાસ કરીને જે જીવાણુ ક્ષયરોગ ઉત્પન્ન કરે છે તેનો નાશ કરે છે. રોગ-પ્રતિકાર વખતે થતી પ્રક્રિયા દરમિયાન મોનોસાઈટ્સ લીમ્ફોસાઈટ્સની સાથે કામ કરે છે.
ત્રાકણ (Platelet): ત્રાક્કણ સપાટ રકાબી જેવા હોય છે અને મજ્જામાંથી ઉત્પન્ન થતા કોષોમાંથી વિકસિત થાય છે. ઇજાગ્રસ્ત રક્તવાહિનીઓમાંથી વહી જતા લોહીને રોકવામાં ત્રાક્કણ મદદ કરે છે. નાનામાં નાની રક્તવાહિનીકેનસમાં કાપો પડે કે ભાંગતૂટ થાય ત્યારે ત્રાક્કણ એકબીજા સાથે ઘવાયેલ સપાટી પર ચોંટી જાય છે અને આથી ઇજાગ્રસ્ત ભાગને તત્પરતું આવરણ આવે છે. સાથોસાથ લોહીનો ગઠ્ઠો છિદ્રમાં મજબૂતડાટીદેવાનું કામ કરે છે, જેથી વધુ પડતો રક્તસ્રાવ અટકાવે છે.
આકૃતિ ધરાવતાં તત્ત્વોમાં ત્રાક્કણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વ છે. તેનો વ્યાસ ફક્ત ૨થી ૪ માઈક્રોન હોય છે. એક માઈકોલીટર લોહીના જથ્થામાં ૧,૫૦,૦૦૦ થી ૪,૦૦,૦૦૦ ત્રાકણ હોય છે. કોઈ પણ વ્યક્તિના શરીરમાં ત્રાક્કણ ઘણા ઓછા હોય અથવા સ્વસ્થ ન હોય તો તેવી વ્યક્તિને પુષ્કળ રક્તસ્રાવ થાય છે.
રક્તમાં ગઠ્ઠો જામવો (Blood-clotting) રક્તસ્રાવમાં જો લોહીનો ગઠ્ઠો ન જામે તો વ્યક્તિ એક નાનામાં નાના કાપામાંથી વહી જતા લોહીના કારણે મૃત્યુ પામે છે. રક્તની અંદર એવાં કેટલાંય ઘટકો છે જે લોહીનો ગઠ્ઠો જામવા માટે કારણભૂત છે, જ્યારે શરીરમાં લોહીની પરિભ્રમણની ક્રિયા સામાન્ય હોય ત્યારે ગઢો બનાવતાં ઘટકો નિષ્ક્રિય હોય છે, પરંતુ જ્યારે કોઈ પણ રક્તવાહિનીકે નસને ઇજા પહોંચે કે તરત ત્રાકણ અને ગો જમાવતાં ઘટકોની સતત પ્રક્રિયાથી રક્ત જામી જાય છે.
લોહીનો ગઠ્ઠો બનાવવાની પ્રતિક્રિયા જટિલ છે, જેમાં ઇજાગ્રસ્ત રક્તવાહિની પાસે ત્રાક્કણ એક ઉપર એક એમ થોકબંધ ગોઠવાઈ જાય છે. ત્રાકણ અને ઇજાગ્રસ્ત રક્તવાહિનીનોસેન્દ્રિય પદાર્થ (Tissue)એક પ્રકારનું રસાયણ બનાવે છે.
રૂધિરરસમાં આ રસાયણ ગો બનાવનાર ઘટકો સાથે પ્રતિક્રિયા દ્વારા શ્રોમ્બોપ્લાસ્ટીન નામનો પદાર્થ બનાવે છે. થ્રોમ્બોપ્લાસ્ટીન અન્ય પદાર્થો સાથે મળીને રક્તના નિષ્ક્રિય રસાયણ પ્રોથોમ્બીનનું થ્રોમ્બીનમાં રૂપાંતર કરે છે. ફાઈબ્રીનોજનમાંથી ફાઈબ્રીન નામના લાંબા અને ચીકણા દોરા બનાવવામાં શ્રોમ્બીન કારણભૂત બને છે. ફાઈબ્રીન દોરા તાણાવાણાની જેમ ગૂંથાઈ એક જાળી બનાવે છે, જેમાં ત્રાક્કણો અને રક્તકણો પકડાઈ રહે છે, બધું પ્રવાહી તત્ત્વ બહાર નિચોવાઈ જાય છે અને ગફારૂપી એક મજબૂતડાટો બની જાય છે. ત્વચાની સપાટી ઉપર જેગો બને છે તેને ભીંગડું કહેવાય છે. કેટલીક વ્યક્તિઓનું લોહી યોગ્ય રીતે ગો બનાવતું નથી. લોહીનો ગઠ્ઠો બનાવનાર સક્રિય ઘટકોની લોહીમાં ખામીના કારણે હિમોફીલિયા નામની ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે. બીજી કેટલીક વ્યક્તિઓમાં ઇજા ન થઈ હોય તેવી રક્તવાહિનીમાં લોહીનો ગઢો જામી જાય છે. આવો ગઢો જે થ્રોમ્બસ ((Thrombus)) તરીકે ઓળખાય છે તે પ્રવાહને તદન બંધ કરી દે છે. આ કારણે રક્તવાહિનીઓ દ્વારા પોષણ મેળવતા સેન્દ્રિય પદાર્થોને ખોરાક અને ઑક્સિજન મળતો અટકી જાય છે. જ્યારે હૃદયની માંસપેશીઓને પોષણ આપતી ધમનીઓમાં લોહી ગંઠાઈ જાય છે ત્યારે કોરોનરી થ્રોમ્બોસીસ નામે ઓળખાતી હદયની અતિગંભીર સ્થિતિ થાય છે.
રક્ત-પ્રકાર (BloodType) વિજ્ઞાનીઓએ માનવ-રક્તનું જુદાંજુદાં જૂથમાં વર્ગીકરણ કર્યું છે. રક્તકણની અંતર્વચા ઉપર અમુક ઍન્ટીજનની હાજરી કે વોરહાજરીને ધ્યાનમાં લઈ આ વર્ગીકરણ થાય છે. અમુક ઍન્ટીબોડીઝ લોહીમાં ભળે છે ત્યારે તે ઉપર્યુક્ત ઍન્ટીજન સાથે બંધાય છે. જેને પરિણામે રક્તકણોનો એક ગુચ્છો બની જાય છે, જેનું પરિણામ ગંભીર માંદગીમાં અથવા મૃત્યુમાં આવે છે. સાધારણ રીતે કોઈ પણ વ્યક્તિના રૂધિરરસમાં એવા એંન્ટીબોડીઝ હોતા નથી જે તે વ્યક્તિના પોતાના જ રક્તકણોના એન્ટીજન સાથે બંધાઈ જાય. દર્દીને લોહી ચડાવવાની કાર્યવાહી માં બ્લડ ગ્રુપ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો દર્દીને પોતાના બ્લડ ગ્રુપ સિવાય બીજા પ્રકારનું બ્લડ ગ્રુપ ચડાવવામાં આવે, તો દર્દીના લોહીમાં એવા એન્ટીબોડીઝ હોઈ શકે જે રક્તદાતાના રણના ઍન્ટીજન સાથે ગંઠાઈ જાય. આ રીતે રક્તદાતાના રક્તકણોનો દર્દીની રક્તવાહિનીઓમાં ગુચ્છો બની જાય. વિવિધ પ્રકારના રક્તકણાના એન્ટીજન હોવાના કારણે રકતનાં ઘણાં ગુપ હોય છે. આમાં સૌથી અગત્યના A, B ૦, અને RH એમ બે રક્તના પ્રકાર છે.