માં તે મા બીજા વગડાના વા
જુવાન દિવ્યાંગ લખમણ માતા સિવાય કોઇને પડખે ચડવા દેતો નથી
ગીર ગઢડા તાલુકાના ચીખલકુબા ગામે રહેતા લખમણભાઇ નાથાભાઈ ચાવડા (ઉ.મ.25 ) જે જન્મ થી જ બીમાર હોય પરીવારે તેમની સ્થિતિ સુધારવા માટે અનેક જગ્યાએ સારવાર કરાવી પરંતુ કોઈ પરિણામ ન મળ્યું નાથાભાઈ ના પરીવાર મા 16 સભ્યો છે અને તેમાં થી એક પણ સભ્ય લખમણભાઇ પાસે જય સકે નહીં અને તેના માતા કાન્તાબેન જ સવારમાં થી ઉઠી તેમની સંભાળ રાખે છે અને લખમણભાઇ ની માનસિક સ્થિતિ ને લય ને લોકો ને હાથમાં બસકા પણ ભરે અને વાસણો પણ ફેકિ દે છે.
કાન્તાબેન ને જ્યારે ડોક્ટર ને બતાવ્યું ત્યારે કહ્યું હતું કે લખમણભાઇ ને મેન્ટલ હોસ્પિટલ મા મુકી આવો પરંતુ માતા પોતાના પુત્ર ને મુકવા જવામાં મન માનતું ન હોય અને ધરેજ રાખવાનો નિર્ણય કર્યો આજે પણ તેમને ધરે બાંધીને રાખે છે સાર સંભાળ રાખે છે એક બે વખત તેમની માતા ને પણ બચકા ભર્યા હતા પરંતુ સ્થિતિ બદલાતી ગઈ હવે માતા તેમની પાસે જાય છે તો લખમણભાઇ નુ ગાંડપણ ભુલાઈ જાય છે માતા હંમેશા રોટલો ચોળીને ખવડાવે છે.
લખમણભાઇ ને તેમના માતા કાન્તાબેન રોટલા હોય કે અન્ય વસ્તુ ચોળી ને જમાડે છે આ ઉપરાંત લખમણભાઇ પાસે તેની માતા સીવાય કોઈ જય શકતું નથી જંગલ વિસ્તાર છે એટલે માટે બાંધવો પડે છે વ્હાલસોયા ને બાંધવા માતા મજબુર બની છે કારણકે જંગલ વિસ્તાર છે અને વન્યપ્રાણી ની પણ અવર જવર રહેતી હોય છેજો લખમણભાઇ ને ન બાધે અને બહાર નીકળી જાય તો કોઈ અધટીત ધટના ધટે તો પરીવાર મુસ્કેલીમા આવી શકે