અબતક, રાજકોટ
અલૌકિક ધર્મભૂમિ તરીકે પ્રખ્યાત શ્રી નકલંક મિેંદર સંત રામદેવપીરના ઠાકર ધણીની મોટી જગ્યા પાળ મુકામે તુલસી વિવાહ સહિતના ધર્મોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ પાળ ગામથી ઠાકોરજી શ્રી બાલકૃષ્ણ શાલીગ્રામ ભગવાનની જાન હેલીકોપ્ટર મારફતે લાપાસરી મુકામે લાલુભાઇ મેરામભાઇ જળુ (આહિર) ને ત્યાં રવાના થઇ હતી.
ભગવાનને હેલીકોપ્ટરમાં બિરાજમાન કરાવી રવાના થયેલી જાનની સાથે સાથે શણગારેલા બળદ ગાંડા, ઘોડા, બગી પાલખી અને હજારો જાનૈયા સાથે લાપાસરી ગામે લાલુભાઇ મેરામભાઇ જલુ (આહિર)ના આંગણે તુલસી માતાને પરણવાના આ અલૌકિક અવસરનો ભાવિકોએ આસ્થાભેર લાભ લીધો હતો.