નશાની ટેવ હોવાથી નશાખોર શખસે લાકડુ અને પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું: ભેદ ઉકેલવા પોલીસની મથામણ
શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી ગુનાખોરીનો ગ્રાફ શેરબજારના સેન્સેકસની જેમ વધી રહયો હોય ત્યારે રૈયાધારના ધરમનગર પાછળ વંડામાંથી એકલવાયુ જીવન જીવતો અને છુટક મજુરી કરતા યુવાનને ધોકા વડે માર મારી મોતને ઘાટ ઉતાર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રૈયાધાર પાસે ધરમનગર પાછળ વંડામાં હાલતમાં યુવાનની લાશ પડી હોવાની સ્થાનિક વ્યકિતએ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ-૨ના પીઆઈ ડી.વી.દવે સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસે આસપાસના વ્યકિતની પુછપરછ કરવા રાજેશ ઉર્ફે મિથુન ઉકાભાઈ ભીલ નામના યુવાન હોવાનું ખુલતા પોલીસે તેના પિતરાઈ ભાઈ અને રૈયાધારની પાસે વણઝપરા
વાસમાં રહેતા અશોકભાઈ ભીલે તેના પિતરાઈ ભાઈ રાજેશ ઉર્ફે મિથુન ભીલને ઓળખી બતાવ્યો હતો. પોલીસને અશોકભાઈએ જણાવ્યું હતું કે, રાજેશ ઉર્ફે મિથુન ભીલ અપરિણીત અને એકલવાયુ જીવન જીવે છે અને છુટક મજુરી કરી ગુજરાન ચલાવે છે અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી મોદી સ્કુલ નજીક ફુટપાથ પર પડવા પાથર્યા હોય છે.
તેમજ કયારેક પિતરાઈ ભાઈ અશોકભાઈને ત્યાં જમવા આવતો અને દારૂની ટેવ ધરાવતા હોવાનું જણાવ્યું છે.
૨૦ વર્ષ પહેલાં વાઈનું દર્દ હોવાથી દંપતીએ છુટાછેડા લીધા હતા તેમજ ૪ ભાઈ અને ૨ બહેનમાં ચોથા નંબરનો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
યુનિ.પોલીસ મથકના સ્ટાફે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આ હત્યાનું કારણ જાણવા પી.આઈ ડી.વી.દવે, રાઈટર બોધાભાઈ અને નિરૂભા સહિતના સ્ટાફે વિવિધ દિશામાં તપાસ હાથધરી ગુનાનો ભેદ ઉકેલવા પ્રયાસ હાથધર્યો છે.