ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ડેમની સપાટીમાં સતત વધારો
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. આજે સવારે ડેમની સપાટી 124.51 મીટરે પહોંચી જવા પામી છે. ઉપરવાસના વિસ્તારોમાં વરસી રહેલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઇ રહી છે. ગુજરાતમાં છેવાડાના ગામડા સુધી નર્મદાના નીર પહોંચ છે.
સરદાર સરોવર ડેમની ઉંડાઇ 121.68 મીટરની હતી. દરમિયાન કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ ભાજપ પ્રેરિત એનડીએની સરકાર બન્યા બાદ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી આપવામાં આવી હતી. ડેમ પર દરવાજા મૂકાયા બાદ સપાટીમાં 17 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમની વર્તમાન સપાટી 138.68 મીટરે પહોંચી જવા પામી છે.
ડેમ પૂર્ણ સપાટીએ છેલ્લા ઘણા વર્ષથી ભરવામાં આવી રહ્યો છે. ઉપરવાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી સારો વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. આજે સવારે ડેમની સપાટી 124.51 મીટરે પહોંચી જવા પામી હતી. ચોમાસાની સિઝનને હજી બે માસથી પણ વધુનો સમયગાળો બાકી હોય આ વર્ષ પણ નર્મદા ડેમ ઓવરફ્લો થાય તેવા સુખદ સંજોગો મળી રહ્યા છે.