24 કલાકમાં ડેમની સપાટી 61 સેન્ટીમીટર વધી: 110350 કયુસેક પાણીની આવક
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્રણેય પાવર હાઉસ ચાલુ કરી દેવામાં આવ્યા છે.
138.68 મીટરની ઉંડાઇ ધરાવતા નર્મદા ડેમની સપાટી આજે સવારે 128.51 મીટરે પહોંચી જવા પામી છે. ડેમ ઓવરફલો થવામાં 10 મીટર છેટુ રહ્યું છે.ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થઇ રહ્યો છે. છેલ્લા ર4 કલાકે દરમિયાન સરદાર સરોવર ડેમની સપાટીમાં 61 સેન્ટી મીટરનો વધારો થયો છે. ડેમની સપાટી 128.51 મીટરે પહોંચી જવા પામી છે. હાલ ડેમમાં 1,10,350 કયુસેક પાણીની આવક ચાલુ છે. હજી ચોમાસાની સિઝનને અઢી મહિનાથી વધુનો સમય બાકી રહ્યો છે. ત્યારે નર્મદા ડેમ પણ છલકાય જાય તેવા સુખદ એંધાણ મળી રહ્યા છે.