ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમીતીના પ્રમુખ અમીતભાઈ ચાવડા અને સુરેન્દ્રનગર જીલ્લા કોગ્રેસ સમીતીની પ્રમુખ મનુભાઈ પટેલની સુચના થી ભારત ભરમા ચાલેલ ખેડુતના વિવિધ પ્રશ્નો બાબતે આંદોલન ચાલી રહ્યા છે. ત્યારે દરેક મામલતદાર કચેરી એ આવેદનપત્ર આપવા માટે સુચના આપેલ અને આજે લીંબડી તાલુકા કોગ્રસ સમીતી અને લીંબડી શહેર કોંગ્રેસ દ્રારા ગુજરાત સરકાર વિરોધનો વિરોધ સુત્રોચાર કરી તેમજ લીંબડી મામલતદારને એક આવેદનપત્ર આપવામા આવ્યુ.
જેમાં લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખુશાલભાઈ જાદવ લીંબડી શહેર પ્રમુખ રધુભાઈ ભરવાડ, સુરેન્દ્રનગર જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ભગીરથસિંહ રાણા લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કનકસિંહ ઝાલા, જિલ્લા કોંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખો પી.ટી.શાહ, દિલિપભાઈ વલેરા, લીંબડી નગર પાલિકાના સભ્ય અનિલભાઇ સીંગલ, લીંબડી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ગગજીભાઈ ગોહિલ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બાબુભાઈ સોલંકી, પુંજાભાઈ ચાવડા, લીંબડી તાલુકા કોંગ્રેસ મહામંત્રી દલપતભાઈ મકવાણા, ધનજીભાઈ રવોદરા, આલાભાઈ સોંડલા અને આઈ.ટી.સેલના પ્રમુખ સંજય કુમાર જાદવ, જિલ્લા આઈ ટી સેલ મંત્રી અેભાભાઈ ભથાણીયા, લીંબડી નગર પાલિકાના સભ્યો, દિવ્યરાજસિંહ રાણા, લીંબડી આઈ ટી સેલ ઉપપ્રમુખ હારુનભાઈ જિવાણી, અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા.