અખિલ હિન્દ મહિલા પરિષદના ઉપક્રમે રાષ્ટ્રીય એકાત્મતાના સંદર્ભમાં રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો
કેન્દ્રીય ગૃહ વિભાગ અંતર્ગતના રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદભાવ પ્રતિષ્ઠાન દ્વારા પ્રેરિત અને અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા આયોજીત રાષ્ટ્રીય એકાત્મતાના સંદર્ભમાં સામૂહિક સામાજિક પ્રયત્નોના કેન્દ્રવર્તી વિચાર સાથે આયોજીત રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં રાષ્ટ્રીય એકાત્મતાના સંદર્ભમાં સમાજ જીવનના પ્રત્યેક વર્ગને સાંકળી લઈ અને અનેકતામાં એકતાના મંત્રને સાર્થક કરવા માટેની સંકલ્પના વ્યકત કરવામાં આવી હતી.
રાજકોટ ખાતે સામાજીક સંસ્થાના પ્રતિનિધિઓ, સંશોધકો, પ્રાધ્યાપકો અને સામાજીક અગ્રણીઓ તેમજ વિવિધ શ્રધ્ધા કેન્દ્રોના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજીત ગરીમાપૂર્ણ ઉદ્ઘાટન સમારોહના અધ્યક્ષ સ્થાને અખિલ હિન્દ મહિલા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શીલા કાકડે ઉપસ્થિત રહેલ-રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીનભાઈ પેથાણીએ કરેલ, રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્ર્વરાનંદજીની નિશ્રામાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય નેહલભાઈ શુકલ, રાષ્ટ્રીય ચેમ્બર ઈન્ચાર્જ ડો.મંજુ કાક તેમજ ઉપકુલપતિ ડો.વિજય દેસાણી તથા પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.ભાવના જોશીપુરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલ.
રાષ્ટ્રીય ગુરુસીંગ સભાના અધ્યક્ષ મેજર જલમીતસિંગ ધીલ્લોન, બીશપ હાઉસના ફાધર જેમ્સ, આગાખાન સમાજના યુવા ચિતક સલીમ તેજાણી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.સંજીવ ઓઝા, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતન ત્રિવેદી, ડો.ભરત મણીયાર, ડો.ભરત રામાનુજ, ડો.નેહલ શુકલ, રોટરી પએસીડન્શીયલ કેડરના ડો.બાબુબેન ધકાણ સહિતનાએ વિવિધ ક્ષેત્રોમાં વિચાર વ્યકત કર્યા હતા.
વિવિધ સ્થાનો ઉપરથી આ પરિસંવાદને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો અને પ્રચંડ હાજરી વચ્ચે રાષ્ટ્રીય એકાત્મતા, સ્વૈચ્છીક સંસ્થાઓની ભૂમિકા, એકાત્મતા સંદર્ભે શિક્ષણ તેમજ યુનિવર્સિટીઓ તેમજ કોલેજોમાં રાષ્ટ્રીય ઐકયના સંદર્ભમાં જનજાગૃતિ જેવા વિષયો સાથે આયોજીત જ્ઞાન સત્રોમાં વકતાઓએ ખૂબજ અર્થપૂર્ણ તથા માવજતપૂર્ણ એવા વિચારો વ્યકત કર્યા હતા.
રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્ર્વરાનંદજીએ જણાવ્યું હતું કે, અનેકતામાં એકતાનો મહામંત્રી સ્વામી વિવેકાનંદજીએ આપ્યો છે, સ્વામીજીએ આપ્યો છે, સ્વામીજીએ આ દેશની ભાતીગળ સંસ્કૃતિને આત્મસાત કરી અને ઉન્નત સમાજ માટેની કલ્પના કરી છે. સનાતન સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિમાં પૂજા પધ્ધતિ કે શ્રધ્ધા સ્થાનો અલગ હશે પરંતુ પરમ તત્ત્વ એક જ છે તે બાબત શિકાગો ધર્મ પરિષદમાં ઘોષિત કરી હતી અને આપણાં યુવાનોનાં આદર્શ સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રયોજાયેલો બોધ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
આ પ્રસંગે કાયદા ભવનના અધ્યક્ષ ડો.ભરતભાઈ મણીયાર, કાયદાવિદ્યા શાખાના ડીન મયુરસિંહજી જાડેજા, માનવ અધિકાર ભવનના અધ્યક્ષ રાજેશભાઈ દવે, રાજકોટની સરકારી લો કોલેજના પ્રાચાર્ય ડો.મીનળબેન રાવલ, શૈક્ષીક સંઘના પ્રમુખ પ્રોફે.કમલભાઈ મહેતા, કાયદા ભવનના ડો.આનંદભાઈ ચૌહાણ, ર્અશા ભવનના અધ્યક્ષ નવિન શાહ, સમાજકાર્યના રમેશભાઈ વાઘાણી, હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ નીલાંબરીબેન દવે, મહેશભાઈ ચૌહાણ, જામનગરના હિમાંશુભાઈ ગલાણી આ પ્રસંગે પરિષદના મંત્રી પ્રવિણાબેન જોશી, કોષાધ્યક્ષ આશાબેન મદલાણી, ઉષાબા જાડેજા, ધારાબેન ઠાકર, પૂર્વી સોનીજી, પાંધી કોલેજના ગોવિંદ વેકરીયા, શબનમ ઠેબા સહિત ઉપસ્થિત રહેલ.