આજે વર્લ્ડ હેરિટેજ ડે
કોરોના કહેર વચ્ચે આજની થીમ છે ,વહેંચાયેલો સંસ્કૃતિ, વહેંચાયેલો વારસો’ અને વહેંચાયેલી જવાબદારી’
વર્લ્ડ હેરિટેજ ડે, આ દિવસ માનવ વારસો, વિવિધતા અને વારસાના સંગ્રહ અને રક્ષણનો સંકલ્પનો દિવસ છે. દેશમાં વારસો જાળવવા વિશેષ પ્રયાસો કરવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રાચીન ઇમારતો અને સ્મારકો આપણા અને વિશ્વ માટે એક સંપત્તિ છે. તેથી, વિશ્વ હેરિટેજ દિવસ એટલે વિશ્વના સમુદાયો માટે જરૂરીયાતમંદો માટે કરવામાં આવે તે માટેનો એક સામૂહિક પ્રયાસ છે. આ દિવસ સાંસ્કૃતિક વારસો જાળવે છે અને લોકોને તેની સંવેદનશીલતા અને તેના મહત્વને સમજવા માટે પણ છે. આ વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે ૨૦૨૦ ની થીમ ’શેર કરેલી સંસ્કૃતિ, વહેંચાયેલ હેરિટેજ’ અને ’વહેંચાયેલ જવાબદારી’ છે. આજે જ્યાં આખું વિશ્વ કોરોના રોગચાળા સામે લડી રહ્યું છે, આ વિષય એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઈઘટઈંઉ-૧૯ ના ફાટી નીકળવાના કારણે વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. આ વિષય વર્તમાન વૈશ્વિક આરોગ્ય સંકટ સાથે વૈશ્વિક એકીકરણ પર કેન્દ્રિત છે. રાજકોટમાં અનેક એવા સ્થળો છે જે વિશ્વની શ્રેષ્ટ વિરાસતોમાં સ્થાન ધરાવે છે.
કોઈપણ વારસો જાળવવા બે સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય સ્મારકો અને સાઇટ્સ કાઉન્સિલ અને વિશ્વ સંરક્ષણ સંઘ દ્વારા આકારણી કરવામાં આવે છે. તે પછી તેને વર્લ્ડ હેરિટેજ કમિટીમાં ભલામણ કરવામાં આવે છે. આ સંસ્થાઓ નિર્ણય કરે છે કે વર્લ્ડ હેરિટેજ સૂચિમાં કોઈપણ નામાંકિત સંપત્તિનો સમાવેશ કરવામાં આવશે કે કેમ. વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ કમિટી યુનેસ્કો સાથે પરામર્શ કરીને પસંદ થયેલ વિશિષ્ટ સ્થળો, જેમ કે વન વિસ્તારો, પર્વતો, તળાવો, રણ, સ્મારકો, ઇમારતો અથવા શહેરો વગેરેની દેખરેખ રાખે છે.
કબા ગાંધીનો ડેલો
મોહનથી મહાત્મા બનનાર બાપુના સંસ્કારોનું સિંચન કબા ગાંધીનો ડેલોમાં થયું હતુ. બાપુએ રાજકોટના રૈયા ટાવર નજીક આવેલી, શાળા નંબર પમાં ગાંધીજીએ ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો, પમાં ધોરણથી ૧૦ સુધી કાઠિયાવાડ સ્કુલમાં ભણતર લીધું, આ સ્કુલ એટલે અંગ્રેજોના જમાનાની આલ્ફ્રેડ હાઇસ્કુલ, અને હાલ વિશ્વ વિખ્યાત, મોહનદાસ ગાંધી વિદ્યાલય તરીકે ઓળખાય છે. રાજકોટની આ વિરાસતથી કોઈ અજાણ્યું નથી.
બેડીનાકા ટાવર
રાજકોટનું એક સમયનું પ્રવેશદ્વાર ગણાતું બેડીનાકા ટાવર ૧૦૦ વર્ષથી પણ જૂના ઈતિહાસનો સાક્ષી રહી ચુકયું છે. બેડીનાકા ટાવર શહેરની ધરોહર છે. રાજાશાહી વખતના આ ટાવરને રાજકોટના સમયની સાથો સાથ ચલાવવા માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની સાથો સાથ લોકોના સુખ દુ:ખના સાથી બનાવવાનું પણ સૌભાગ્ય મળ્યું છે.
વોટસન મ્યુઝિયમ
બ્રિટનના રાણી વિકટોરિયાએ ૧૮૮૭માં તાજપોશીની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી નીમિત્તે રાજકોટમાં વિકટોરિયા મેમોરિયલ્સ બિલ્ડીંગ બનાવ્યું હતું. આ બિલ્ડિંગ એક વર્ષ પછી ત્રણ ભાગમાં વહેચાયું. એક ભાગ લેન્ગ લાઈબ્રેરી, બીજો ભાગ અરવિંદભાઈ મણિયાર હોલ જે અગાઉનો કોર્નેટ હોલ અને ત્રીજો ભાગ એટલે વોટ્સન મ્યુઝિયમ તરીકે જાણીતો છે. અહીં વર્ષો જૂની વિરાસત નજરે પડે છે. આ મ્યુઝિયમમાં ઈતિહાસ, કલા, સંસ્કૃતિ અને પુરાતત્વના નમૂના સાચવવામાં આવ્યા છે. પાષાણ યુગના ઔઝારો અને સિંધુ સંસ્કૃતિના નમૂના અહીં સચવાયેલા હતા.
રાજકુમાર કોલેજ
રાજકોટની રાજકુમાર કોલેજ આરકેસી આજે પણ તેની ભવ્ય પુરાણી ઇમારત, ભાવસિંહજી હોલ અને તેમાં મુકાયેલા હથિયાર વગેરેના પ્રદર્શનોને લીધે ગુજરાતના ગૌરવ સમાન દિપે છે. રાજકુમાર કોલેજ આજે પણ તેના શિસ્ત, શિક્ષણ અને કડક નિયમોને લીધે વિખ્યાત છે. અહિં ભણતા ઘણા વિદ્યાર્થીઓ ઈંઙજ અને ઈંઅજ ઓફિસર બન્યા છે. અહીંનુ શિક્ષણ પ્રભાવશાળી છે. તો આ કોલેજનો ઇતિહાસ પણ એટલો જ પુરાણો છે. ગોંડલના સર ભગવતસિંહજી, ભાવનગરના તખતસિંહજી, રાજકોટના શ્રી બાવાજીરાજ, મોરબીના સર વાઘજી, જામનગરના રણજીત સિંહજી વગેરે આ કોલેજના વિદ્યાર્થી હતા તેવું જાણવા મળે છે.
રાષ્ટ્રીય શાળા
મહાત્મા ગાંધીના જીવન સાથે રાજકોટ શહેર ક્યાંકને ક્યાંક વણાયેલું છે. વિશ્વભરમાં ખ્યાતનામ એવી રાષ્ટ્રીય શાળાના બિલ્ડીંગને સવા સો વર્ષ જેવું થવા આવ્યું છે. તે બિલ્ડીંગનું આખું રિનોવેશન થશે પરંતુ મુળ હેરીટેજમાં લીધેલ હોય ટુરીઝમ દ્વારા તેનું કામ સંભાળવવામાં આવે છે. રાષ્ટ્રીય શાળા રાજકોટ માટે મહામુલી ધરોહર ગણવામાં આવે છે રાષ્ટ્રીય શાળાના વિકાસ માટે તંત્ર દ્વારા ઉત્તરોતર પગલા લેવામાં આવ્યા છે. અનેક લોકો ગાંધીજીના જીવન સાથે સંકળાયેલી રાષ્ટ્રીય શાળાની મુલાકાત દર વર્ષે લ્યે છે