“રેલવે ફર્સ્ટ કલાસ ડબ્બાના કુપેમાં તમારે પશ્ચિમી સુંદર છતા વિકૃત સંસ્કૃતીનું દર્શન થયું !
ભારત દેશની આઝાદીની ચળવળમાં સૌ પ્રથમ સવિનય કાનુન ભંગ ગાંધીજીએ અંગ્રેજો સામે મીઠા (નમક)માં અન્યાયી કરવેરા નાખતા કરેલો જેમાં તે સમયે ગાંધીજીએ સાબરમતી આશ્રમ અમદાવાદથી દક્ષીણ ગુજરાતના દાંડી ગામના દરીયા કાંઠે સ્વાતંત્ર્ય સેનાનીઓને રેલી ‚રૂપે લઈ જઈ મીઠાના અગરમાંથી ચપટી મીઠું લઈ સવિનય કાનુન ભંગ કરેલ તે મીઠાના સત્યાગ્રહ તરીકે પણ ઓળખાય છે. તે સત્યાગ્રહ બાદ આઝાદીની ચળવળે ખૂબ વેગ પકડેલો અને ભારત સ્વતંત્ર થયેલ.
આ દિવસની યાદમાં સરકાર દ્વારા તે વખતનાં વડાપ્રધાન દ્વારા સાબરમતીથી દાંડી સુધીની યાત્રા ‘દાંડી કુચ’ ના નામે રવાના કરી આ એક સરકારી કાર્યક્રમ હતો. પણ તે સમયે પોલીસ યુનિયનના નેતાઓએ આ દાંડીકુચની તેમના કારણો રજૂ કરી કડક શબ્દોમાં આલોચના કરી દૈનીક પત્રોમાં પ્રસિધ્ધિ કરી આથી કેન્દ્રનું ગૃહ ખાતુ પણ ઉંચુ નીચુ થઈ ગયુ આથી ગુજરાત સરકારે ગુજરાત પોલીસ યુનિયનની માન્યતા જ રદ કરી નાખવાનું અને આ યુનિયન પ્રવૃત્તિ ચાલુ રાખે તો ‘ધ અનલોકુલ એકટીવીટીઝ એકટ ૧૯૬૭ અને ઈન્ડીયન પીનલ કોડ મુજબ પગલ લેવાનું નકકી થઈ ગયું.
જયદેવને પોલીસ યુનિયન પ્રત્યે પોલીસ વેલ્ફેરની દ્રષ્ટીએ ખુબ સહાનૂભૂતી હતી પરંતુ યુનિયનના નેજા તળે થતી અશિસ્ત હુક્મના અનાદર અને કામ ચોરી થતી તેની સાથે સહમત ન હતો. જયદેવને થાણા અધિકારી તરીકે તાબાના કર્મચારીઓનો યુનિયનના નામે જે અશિસ્ત અને કામચોરી કરતા તેનો બરાબર અનુભવ હતો ખાસ તો પોલીસ સ્ટેશનના અધિકારી તરીકે વહીવટ કેમ કરવો અને ફરજ કેમ લેવી તેજ પ્રશ્ર્ને ઉભા થતા.
યુનિયનના નેતાના આ દાંડીકુચની ટીકાના રાજકીય નિવેદન બાદ તો આ યુનિયનના નામે ગુજરાત રીઝર્વ પોલીસ દળના જવાનોએ પંજાબમાં આતંકવાદનો સામનો કરવાના બંદોબસ્તમાં જવાની જ ના પાડી દીધી તે બાબત ભારતીય બંધારણ અને કાયદા વિરૂધ્ધની હતી જેથી સરકારે યુનિયનની માન્યતા જ રદ કરી નાખેલી. હાલમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ યુનિયનને બહાલ કર્યું છે. પણ ભૂતકાળનાં કડવા અનુભવો, અશિસ્ત અને યુનિયનના નામે કર્મચારીઓની વૃત્તિઓથી વાજ આવી ગયેલ અધિકારીગણ ખાસ કરીને ફોજદારો અને ઈન્સ્પેકટરો આગળ ચાલી ને આ પ્રવૃત્તિ કરે તેમ નથી આખરે પોલીસ સ્ટેશનોમાં આ કર્મચારીઓથી કામતો આ કક્ષાના અધિકારીઓ એજ લેવાનું છે ને? ઝેર ના પારખા ન હોય પણ વારંવાર તો ન જ હોય વળી હાથે કરીને પગ ઉપર કુહાડો કોણ મારે?
યુનિયનની માન્યતા રદ થતા જ કેન્દ્રના અર્ધ લશ્કરી દળોની બટાલીયનો કંપનીઓના ધાડેધાડા ગુજરાતના મુખ્ય શહેરોમાં ગોઠવાઈ ગયા. સરકારે ઉચ્ચ અધિકારીઓને એવા પણ આદેશ કર્યા કે જો પોલીસ યુનિયન હડતાળનું એલાન આપે કે હડતાળ ઉપર ઉતરે તો પહેલા યુનિયનના નેતાઓને અને બાદમાં હડતાળીયા કર્મચારીઓને આ કેન્દ્રીય દળોની મદદથી ‘ધ અનલોકુલ એક્ટીવીટીઝ એકટ’ની જોગવાઈ મુજબ પકડીને પૂરી દેવા અને જરૂર પડયે રાષ્ટ્રીય સુરક્ષા ધારા તળે પુરી દેવા.
કાયદો વિરૂધ્ધમાં હોવા છતા અને અગાઉના કૃત્યો ઉચ્ચારણો બીન બંધારણીય અને ગેરકાયદેસર હોવા છતા યુનિયનના નેતાઓ એ સરકાર સામે લડી લેવાનું મન મનાવ્યું બાબત તો ‘સૂર્ય સામે ધુળ ઉડાડવા જેવી’ હતી અને શહીદ જ થવાનું હતુ કેમકે તાકાત (અર્ધ લશ્કરી દળો અને અમદાવાદમાં તો લશ્કર પણ તૈયાર હતુ)માં અને કાયદેસરતામાં તે વખતે સરકારનો હાથ ઉપર હતો અને પોલીસ યુનિયનની હડતાળથી સરકારને ખાસ કોઈ ફેર પડે તેમ નહતો. હા જનતાને પારાવાર મુશ્કેલી પડવાની હતી. આ સંજોગોમાં અનુભવી સમજુ અને કાયદાના જાણકાર અધિકારીઓએ યુનિયનના નેતાઓને ‘હથીયારો હેઠા મૂકી દેવા’ સમજાવ્યા. છતા હડતાળનું એલાન થયું. યુનિયન નેતાઓની ધરપકડો શરૂ થઈ.
જયારે યુનિયનની સ્થાપના આઠ દસ વર્ષ પહેલા થયેલી તેવખતે જે ફોજદારો અને ઈન્સ્પેકટરોની ભૂમિકા સક્રિય હતી તેઓ આ વખતે પોલીસ સ્ટેશન વહીવટમા તાબાના માણસોથી કામ કઈ રીતે લેવું? તે કડવા અનુભવને કારણે આ અધિકારીઓ તટસ્થ રહ્યા હતા. કદાચ ઈન્ટેલીજન્સ એજન્સીનો પણ એવો ‘ઈનપુટ’ અહેવાલ હશે. તેથી સરકારે કડવું પણ કડક પગલુ લીધું હતુ.
કોઈપણ આંદોલન પછી તે આઝાદીનો મીઠાનો સત્યાગ્રહ હોય નવનિર્માણ આંદોલન હોય પણ શ‚ તો અમદાવાદથી જ થાય? પણ મોરચો અર્ધ લશ્કરી દળોએ સંભાળી લીધો.
ગોધરા શહેરમાં પણ કફર્યું હતો. પણ રેલવે પોલીસ સ્ટેશન ગોધરામાં હજુ શાંતિ હતી. ગોધરા આર.પી.એફ.નાં ઈન્સ્પેકટર રાવત ફોજદાર જયદેવને આવી ને મળ્યા અને કહ્યું કે અમને આદેશ આવી ગયેલ છે કે રેલવે પોલીસ હડતાળ ઉપર જાય તો રેલવે પોલીસ સ્ટેશનનો ચાર્જ તમારે સંભાળી લેવો. જયદેવે રાવતને કહ્યું કે આ રેલવે પોલીસ તો બીચારી અને બાપડી છે. તેઓ પ્લેટ ફોર્મ ઉપર જ અને ટ્રેનમાં જ શેર હોય છે. સ્ટેશન બહાર જતા ઢીલા થઈ જાય છે. અહી કોઈ ચિંતા નથી. રાવતે કહ્યું કે છતા અમારે આદેશ છે એટલે અમારા જવાનો સ્ટેન્ડ ટુ રાખ્યા છે. જયદેવે કહ્યું ‘ભલે જરૂર પડયે તમારી મદદ લઈશું જયદેવને આ વખતે સરકાર આક્રમક મૂડમાં જણાતી હતી અને કોઈ બાંધ છોડ કરે તેવું જણાતું ન હતુ.
સમગ્ર રાજયમાં હડતાળના એલાન મુજબ જયાં જયાં યુનિયનના નેતાઓ તાકાતવર અને સક્રિય હતા તેમણે હડતાળ પાડીઆથી ધરપકડોનો દોર શરૂ થયો તો કયાંક તોફાનો થયા ગોધરા શહેર પણ તેમાંથી બાકાત નહતુ. જયદેવે રેલવે પોલીસના સમજુ અને સીનીયર જમાદારોને સમજાવીને કહ્યું કે આ વખતે આમાં પડવા જેવું નથી. જો તમે ફરજ મોકૂફ થશો તો તમારા બાળકો રોટલા વગરના રહેશે
.જો શહેરના પોલીસ વાળા ફરજ મોકૂફ થાય તો રીક્ષા ડ્રાઈવીંગ કે બીજા પોટલી વેચવાના ધંધા કરી ટકી જશે પણ તમે નહિ ટકી શકો.આખો દિવસ તો શાંતિ રહી પરંતુ પશ્ર્ચીમ રેલવે પોલીસ જિલ્લાના હેડ કોન્સ્ટેબલ યુનિયનના પ્રમુખ ઉદેસિંહ સોલંકી ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા હતા. દિવસ દરમ્યાન તેમનો કોઈએ સંપર્ક કર્યો હશે કે કોણ જાણે આ ગોધરા શહેર તથા ગુજરાતમાં થતી ધરપકડો અને તોફાનોથી તેમનું પણ લોહી ગરમ થઈ ગયું હશે.
સાંજના આઠ વાગ્યે રોલકોલમાં તમામ પોલીસ જવાનો પ્લેટ ફોર્મ નં. એક ઉપર પોલીસ સ્ટેશન બહાર ફોલ ઈન થયેલા હતા. જયદેવે તમામને નોકરી વંહેચી દીધી અને જ‚રી સુચના કરી રોલકોલ વિસર્જન કર્યો અને જયદેવ ચેમ્બરમાં જઈ સ્ટેશન ડાયરીમાં રોલકોલની નોંધ કરતો હતો ત્યાં પોલીસ સ્ટેશનથી થોડે દૂરથી સુત્રોચ્ચારનો અવાજ આવ્યો ‘પોલીસ યુનિયન જીંદા બાદ, જીંદાબાદ’ આ નારાબાજી ચાલુ રહેતા જયદેવ ચેમ્બરમાંથી હજુ બહાર આવે જ છે. ત્યાં આર.પી.એફ.નાં ઈન્સ્પેકટર રાવત જયદેવ પાસે આવ્યા અને પૂછયું ‘શું સાહેબ હડતાળ?’ જયદેવે કહ્યું ના એવું કાંઈ નથી આતો શહેર વાળાએ કોઈકે ચાળો કરી ઉશ્કેર્યા હશે. હું જોઈ લઉ છું રાવતે કહ્યું અમારી ફોજ તો ચાર્જ લેવા તૈયાર જ છે. જયદેવે કહ્યું ‘તે બરાબર તૈયાર જ રાખો પણ ચાર્જ તો હું આપુ પછી તમારે લેવાનો છે તેથી રાવત પાછા વળ્યા જયદેવે બહાર આવીને જોયું તો આર.પી.એફ.ના જવાનો હથીયારો લઈને ફોલઈન થઈ ગયા હતા.
જયદેવે પ્લેટ ફોર્મની પૂર્વબાજુ ડીઝલ સ્ટોરેજ ટાંકી પાસે આઠ દસ પોલીસના જવાનો સુત્રોચ્ચાર કરતા હતા ત્યાં ગયો. જયદેવ ત્યાં પહોચતા સુત્રોચ્ચાર બંધ થઈ ગયો પણ તેમના નેતા ઉદેસિહ સોલંકી ઠંડા પડતા નહતા તેઓ સુત્રો બોલતા જ હતા મામલોતો અતિ ગંભીર હતો. પણ જયદેવે અગાઉ આપેલી સુચના ફરીથી કરી અને કહ્યું કે હજુ મોડુ થયું નથી પાછા પોલીસ સ્ટેશને આવી જાવ નહિ તો જુઓ સામે આર.પી.એફ.ના જવાનો ફરજ સંભાળવા તૈયાર જ છે. વળી કાયદેસરની કાર્યવાહી થશે (ધરપકડ) પછી હું બચાવી નહિ શકુ. જવાનો તો માની ગયા અને પોલીસ સ્ટેશન તરફ જવા લાગ્યા પણ નેતા ઉદેસિંહ ચાલ્યા નહિ તેથી જયદેવે ફોસલાવી તેમનો હાથ પકડીને પોલીસ સ્ટેશને લાવ્યો અને તમામને સમજાવી દઈ રવાના કર્યા.
પરંતુ આર.પી.એફ.ના ઈન્સ્પેકટરે આ થયેલ સુત્રોચ્ચારનો મેસેજ હેડ ઓફીસમાં મોકલી દીધેલ તેથી વડોદરાથી રેલવે પોલીસ વડાનો વાયરલેસ પણ આવી ગયો કે સંડોવાયેલા કર્મચારીઓ વિ‚ધ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી કડકમાં કડક પગલા લેવા. હવે જયદેવને ધર્મ સંકટ થયું.
તેણે તો યુનિયનના નેતા અને સભ્યોને મનાવીને ફરજ ઉપર પણ લઈ લીધા હતા. હવે શું કરવું તેમ વિચારતો હતો ત્યાં જ અમદાવાદથી રેલવેના ડી.આઈ.જી.કે જેઓ જ્ઞાની અને માનવતા વાદી પણ હતા તે અધિકારીનો ટેલીફોન આવ્યો કે શું બાબત છે? જયદેવે બનેલી સમગ્ર સત્ય બાબત તેમને જણાવી દીધી. આથી રેલવે ડી.આઈ.જી.એ જયદેવને શાબાશી આપી અને કહ્યું કે નાના પોલીસ કર્મચારીઓ આપણા બાળકો કહેવાય કોઈ ગુન્હો નોંધતા નહિ તેમ જણાવ્યું અને ટેલીફોન મૂકી દીધો.
પરંતુ જયદેવની મુશ્કેલી હજુ ઉભી હતી આર.પી.એફ. વાળાએ તો સુત્રોચ્ચાર અને હડતાળનો મેસેજ કરી દીધો હતો આથી જયદેવે વિચારીને યુકિત કરીને સ્ટેશન ડાયરીમાં નોંધ કરી કે રોલકોલ પછી પોલીસ કર્મચારીઓ પ્લેટફોર્મ ના છેડે ભેગા થયા હતા બીજી કોઈ પ્રવૃત્તિ નહતી. સુત્રોચ્ચાર સંભળાયો તે રેલવે સ્ટેશન બહાર ગોધરા શહેરની હદમાં થયો હશે! આમ ગોધરા રેલવે પોલીસ યુનિયનનું પ્રકરણ તો પૂરૂ થયું પણ ગુજરાત પોલીસ યુનિયનનું બાળમરણ થઈ ગયું!
જયદેવને વારંવાર તપાસમાં તથા સ્પેશ્યલ પાર્ટી ચેક કરવા માટે દાહોદ જવું પડતુ જયદેવે તેના ડી સ્ટાફને કહ્યું એક વખત ગોધરાથી દાહોદ લોકલ ટ્રેનમાં જવું છે. તો ડી સ્ટાફે કહ્યું ‘સાહેબ ન જવાય, તે વડોદરા-મથુરા લોકલમાં તો ફકત ગામડાના લોકો જ મુસાફરી કરે છે. આ પંચમહાલ જીલ્લાના દરેક તાલુકા મથકો અને મોટા શહેરોમાં સપ્તાહમાં એક વખત ‘હાટ’ ભરાય છે. આથી રોજે રોજ કયાંક તો આ હાટ સોમવારી, બુધવારી, શનિવારી, વિગેરે નામે ભરાયો જ હોય છે. જેથી તે હાટની આજુબાજુના ગામડા તથા જંગલોમાંથી લોકો પોત પોતાની પેદાશો લાવી આ હાટમાં વેચે છે. અને હાટમાંથી જીવન જરૂરી ચીજો લઈ જતા હોય છે.
આ વસ્તુમાં કુકડા, બકરા,બતકા તેમજ ખાવાની ચીજોમાં શાકભાજી ફળો, કંદમુળો, મકાઈ બુટા વિગેરે પણ હોય છે. જે તમામ ચીજો લઈને આ લોકો ટ્રેનમાં ડબ્બામાં જ ચડે છે. છતા જયદેવે આગ્રહ રાખતા સવારે નવેક વાગ્યે ગોધરાથી ઉપડતી અને બપોરે એક દોઢ વાગ્યે દાહોદ પહોચતી મથૂરા લોકલમાં નીકળી પડયા. પોલીસે એક દોરડુ સાથે લીધેલું જે પોલીસને ડબ્બામાં જે વિભાગમાં બેસવાનું હતુ તે બે સીટ વચ્ચે તે વિભાગના પ્રવેશ ભાગ ઉપર આડુ દોરડુ બાંધી દીધું એટલે ગામડાના માણસો તે જગ્યાએ આવે નહિ.જયદેવે સ્ટેશને સ્ટેશને આવતા જતા મુસાફરો, તેમની બોલી, તેમનો સામાન તેમના મુકત અને આનંદી જીવનનો અનુભવ કર્યો. ટ્રેનમાં કુકડા બકરા તો ઠીક વેચવા સાથે લાવે પણ અમુક તો હેવાયા થઈ ગયેલા પાળેલા કુતરા પણ ડબ્બામાં સાથે લાવતા.
બપોરે એક વાગ્યે દાહોદ રેલવે સ્ટેશન ઉપર આઉટ પોસ્ટના જમાદાર તેમના બે જવાનો સાથે હાજર જ હતા. આ લોકોએ જમવાની વ્યવસ્થા એક સારી હોટળ જે સ્ટેશનની સામે જ હતી ત્યાં કરી હતી. પણ અહીના જંગલમાં લોકો અનાજ તરીકે ખોરાકમાં મકાઈ કે બુટાનો જ ઉપયોગ કરતા તેથી જયદેવની ઈચ્છા મકાઈનો રોટલો ખાવાની હતી જમાદારે કહ્યું સાહેબ મકાઈતો ગરીબ લોકોનો ખોરાક છે.
તે હોટલમાં નહિ મળે. જયદેવે પૂછયું તો કયાં મળે? આથી દાહોદના કોન્સ્ટેબલે કહ્યું મકાઈનો રોટલો તો રેલવે સ્ટેશન બહાર દેશી ધાબામાં જ આદિવાસી સ્ત્રીઓ બનાવે છે. જમાદારને આ નગમ્યું પણ જયદેવે કહ્યું આ લે રૂપીયા અને બે કડક રોટલા મકાઈના પેક કરીને હોટલમાં લાવ. તમામ હોટલમાં આવ્યા જયદેવે હોટલમાંથી ફકત પાલકની સબ્જી અને દહી મંગાવ્યા અને તેની સાથે મકાઈના રોટલા ખાધા તે અફલાતુ ન સ્વાદ હતો. પછી તો જયદેવ દાહોદ જતો ત્યારે તેનું જમવાનું મેનું આજ રહેતુ.
દાહોદથી સાંજના છએક વાગ્યે ગોધરા જતા દહેરાદૂન એક્ષપ્રેસમાં જયદેવને પરત જવાનું હતુ પરંતુ તે દિવસે દહેરાદુન મોડો હતો અને સાતેક વાગી ગયા હતા. શિયાળાના દિવસો હતા અંધા‚ વળી ગયું હતુ. દહેરાદુન એક્ષપ્રેસના ફર્સ્ટ કલાસનાં ડબ્બા તરફ જતા જોયું તો ફર્સ્ટ કલાસન ડબ્બા પાસે જ માણસોની ભીડ જોઈ અને લોકો બારીના કાચમાંથી ડબ્બામા અંદર જાંકી જાંકી જોતા હતા તે જોવામાં એક આર.પી.એફ.નો જવાન પણ હતો.
ટ્રેનમાં બારીના કાચ બે પડના હોય છે. તેથી જે બાજુ પ્રકાશ વધારે હોય તે બાજુ ના દ્રશ્યો જોઈ શકાય છે. બીજી ઓછી પ્રકાશ વાળી દિશામાં કાંઈ દેખાતુ નથી આ અનુભવ તો તમામ ને હશે.
જયદેવે જનતાને દૂર ખસેડીને આર.પી.એફ.નાં જવાનને પૂછયું કેશું છે? તો તેણે ડબ્બામાં બારીથી અંદર તરફ આંગળીથી ઈશારો કર્યો. જે દ્રશ્ય જયદેવે અંદર જોયું તે જીંદગીમાં કયારેય જોયું ન હોય તેવું વિકૃત બિભત્સ દ્રશ્ય હતુ. તે બારી ફર્સ્ટ કલાસના ડબ્બાના એક ઉપર એક નીચે ફકત બે સીટ વાળા કુપેની હતી અને કુપે અંદરથી બંદ કરેલુ હતુ અંદર ત્રણ વ્યકિતને ટ્રેનની બહારથી લોકો જોઈ રહ્યા હતા પણ અંદરની વ્યકિતને બહારનું દેખાતુ નહી હોય બહારનો કોઈ જ ખ્યાલ ન હતો. તેમને ‘બાર ગાઉ ઉજજડ દેખાતા હતા.
‘જયદેવે જે દ્રશ્ય જોયું તે તદ્ન બિભત્સ હતુ. તેમાં ગોરી ચામડીની બે વિદેશી યુરોપીયન બાળાઓ ૨૦-૨૧ વર્ષની તદ્ન દિગંબર અવસ્થામાં હતી સાથે એક કાળો ભારતીય બાળક છોકરો આઠથી દસ વર્ષની વયનો જે ગરીબ કે ભીખારી જેવો લાગતો હતો તેને પણ દિગંબર જ કરી દીધો હતો.
જયદેવે આર.પી.એફ.ના જવાનને પુછયું કે આ કયારે થયું? તો તેણે કહ્યું ‘સાહેબ મને નહારગઢ સ્ટેશને ફેરીયાએ વાત કરી ત્યારે ખબર પડી આથી દાહોદ આવીને જ મેં જોયું કદાચ આ છોકરાને આ ભૂરડીઓએ ખાવાની લાલચ આપી રતલામ જંકશન ઉપરથી બોલાવી ડબ્બામાં પુર્યો હશે કેમકે તે ગરીબ અને ભીખારી જેવો લાગે છે. જયારે રતલામ આ બાળકને કૂપેમાં પૂર્યુ હશે ત્યારે બહારના ભાગે દિવસ હશે તેથી તેઓને અન્ય લોકો બહારથી અંદર જોઈ શકયા નહિ હોય પણ નહારગઢતો અંધા‚ થઈ ગયું હશે તેથી ફેરીયા બહારથી બારીમાંથી આ કામલીલા જોઈ ગયા હશે.
તે સમયે દિલ્હીમાં વિદેશી મહિલા પ્રવાસી ઉપર બળાત્કાર થયેલો અને તે વિદેશી યુવતીએ દિલ્હી પોલીસ ઉપર પણ અઘટીત વ્યવહારના આક્ષેપો કરેલા આથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓને પણ તે બનાવના છાંટા ઉડેલા તે છાપામાં વાંચેલું તે બનાવ છાપામાં ઘણા દિવસ સુધી ચગેલો અને પોલીસ દળ ઉપર ‘માછલા ધોવાયેલા’ તેમજ તેમાં ભારતીય સંસ્કૃતિ ઉપર પણ ટીકા ટીપ્પણી થયેલી.
આથી જયદેવે વિચાર કર્યો કે આ પોલીસનો કાંઈ ભરોસો નહિ આમાં કાયદેસર કરવામાં બીજુ ‘કર્મ-સંકટ’ અગાઉના એમ.એલ.એ. બલકુંટી નાગીરેડ્ડી જેવું થાય તેમ હતુ આ બે વિદેશી યુવતીઓને સાચવવામાં જ જયદેવ ગાંડો થઈ જાય તેમ હતો કેમકે જેને ખબર પડે તે જોવા માટે દોડી આવે. પત્રકારો છાપા માટે ગરમાગરમ સમાચારો માટે ઈન્ટરવ્યુ માટે પડાપડી કરે સમાચાર મીઠુ મરચુ ભભરાવીને બનાવે. ગોધરા શહેરનાં પોલીસ અમલદારો અપડાઉન કરતા અધિકારીઓ પણ ચર્ચાઓ કરીને મગજ ખાઈ જાય તેમ હતા. તેથી જયદેવે ‘ન રહે બાંસ, ન બજે બાંસુરી’વાળો નિર્ણય કર્યો અને તમામ જોખમો અને ભય સ્થાનો એક જાટકે જ દૂર કર્યા
જયદેવે આર.પી.એફ. તથા પોલીસ જવાનો અને ડબ્બાના એટેન્ડન્ટ તથા ટીટીઈ તેમજ બેચાર સારા પ્રવાસીને બોલાવ્યા જયદેવે અગાઉની રાજકોટના સરકારી વકીલની સલાહ યાદ કરી ‘શંકા આવે તેવું વર્તન પણ કરાય નહિ’ તેનો અમલ કર્યો. જયદેવે આ તમામની હાજરીમાં ટ્રેન ચાલુ થઈ એટલે કુપેનો દરવાજો ખખડાવ્યો અને પાંચેક મીનીટ રાહ જોઈ પણ દરવાજો ખૂલ્યો નહિ.
જયદેવે કુપેના દરવાજાને જોરજોરથી પાટા મારવાનું ચાલુ કર્યું અને આખરે સ્ટોપર ખૂલી ગઈ, જોયું તો તે જ બિભત્સ દ્રશ્ય ! જયદેવે કહ્યું ‘છેને પશ્ર્ચિમી સુંદર છતા વિકૃત સંસ્કૃતિ ?’ બે શરમ, અતિ સ્વતંત્રતા જ સ્વચ્છંદતામાં પરિણામે છે. ભારતીય સંસ્કૃતિમાં સાચુ જ કહ્યું છેકે આ ‘ગધ્ધા પચ્ચીસી’ સુધી પોતાના સંતાનો ઉપર આ જાતીયતા બાબતે તો સતર્ક રહેવું જ જોઈએ. ગધેડાનો જેમ ભરોસો નહિ તેમ આ ઉમરનો પણ કોઈ ભરોસો નહિ’. જયદેવે બંને યુવતીઓને ઈગ્લીશ ભાષામાં જ કહ્યું કે આ ટ્રેનનો ડબ્બો જાહેર જગ્યા છે.
અહી આ વર્તન પોલીસ એકટ ક ૧૧૦ તથા ઈન્ડીયન પીનલ કોડની કલમ ૧૯૨ મુજબ કોગ્નીઝેબલ ગુન્હો બને છે. ત્યારે હજુ પોસ્કો એકટ અમલમાં ન હતો. તમે તમારા ‘વાઘા’ ધારણ કરો. આથી બંને છોકરીઓએ બેશરમીથી પોતાના કપડા પહેર્યા તથા પોલીસ જવાને પેલા બાળકને કપડા પહેરવાનું કહ્યુ આ બાળકતો આ બનાવથી અને પોલીસને જોઈને અવાચક થઈ ગયો હતો.
જયદેવે બંને છોકરીઓને કહ્યું મુંબઈ સુધી આ કુપે નો દરવાજો ખોલતા નહિ. જો હવે ખોલ્યો તો તમારી જવાબદારી તમારી સાથે કાંઈ પણ થઈ શકે છે.અહી આ બાબત બહું ગંભીર છે. તેમ કહી બાળકને બહાર લઈ કુપે બંધ કરાવ્યું તથા ટીટીઈ અને એટેન્ડેન્ટ ના નામ લખી લીધા તથા તેમને કહ્યું હવે આ બંને મુદા સહીસલામત મુંબઈ પહોચાડવાની તમારી જવાબદારી છે.
જયદેવ ગોધરા સ્ટેશને પેલા ભીખારી બાળકને લઈ ઉતરી ગયો તેની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેને આ બંને છોકરીઓએ રતલામ સ્ટેશનેથી જ બ્રેડ ખાવાની લાલચ આપીને કુપેમાં બોલાવ્યો હતો. ગોધરા સ્ટેશન ઉપર રતલામ તરફ જતો પશ્ર્ચીમ એક્ષપ્રેસ ઉભો જ હતો. તેમાં બાળકને પાછો રતલામ જવા રવાના કરી દીધો.