ભુજ તાલુકા ના સેડાતા ગામે ચાંપા દાદા ની દરગાહ શરીફ પર આ મિટિંગ નો આયોજન કરવામાં આવેલ હતું જેમાં હાજર તમામ સમાજ ના આગેવાનોએ સમાધાન કરેલ છે તે સમાધાન માં કચ્છ મુસ્લિમ સમાજ ના આગેવાનો હાજર રહેલ જેવા કે હનીફ જાકબ બાવા, બાફણ જુસબ ભાઈ ભચુ,યાકુબ ભાઈ અલીમામદ જત, ઇસ્માઇલ ભાઈ ભચુ,મામદ રહીમ જત, આમદ ભાઈ જત, જાફર ભાઈ હિંગોરા,ઉમરભાઈ ખલિફા(બાપાલાલ), મુસા ભાઈ રાયસી, હનીફ ભાઈ જત, હુસેન ભાઈ જત, શાદીક ભાઈ રાયમાં,મામદ ભાઈ રાયમાં, લતીફ ભાઈ રાઠોડ, તોફિક ભાઈ મેમણ,રમજું ભાઈ કુંભાર,ઇશાક ભાઈ કુંભાર, મજીદ પઠાણ ઇમરાન ચોહાણ તથા અન્ય આગેવાનો ની હાજરી હતી.
કાર્યક્રમ સંચાલક, મામદ ભાઈ જત એ કર્યું હતું કુરાન પાક તિલાવત, બાદ સમાજ માં આપસી મતભેદ દૂર કરી સમાજ ના અનેક બીજા સમાધાનો માટે આગવવાનોની જરૂર પડશે તો આપ અમારી સાથે રહેજો તેવું મામદ ભાઈ જત એ જણાવ્યું હતું.
પ્રવચનમાં સાલેમામદ ભાઈ પડીયાર જણાવ્યું હતું આપ આગેવાનો સમાજ ના સરતાજ છો આપ વગર સમાજ અધૂરું છે. આપ પોતાના મતભેદો ભૂલી સમાજ માટે એક પલેટફોમ પર આવો. બાફણ સિકંદર ભાઈ એજણાવ્યું હતું કે કરછ મુસ્લિમ સમાજ કરછ માં વર્ષો થી તાકતવર રહ્યું છે.ને આવતા ટાઈમે પણ રહશે.
તેમ છતાં સમાજ ની આવાજ ને વાચા આપવામાં આવતી નથી.તેમ પોત પોતના સેત્ર થી અવાજ લગાડો છો.તમારી અવાજ એક સાથે આવશે તો સંભળાશે, સમાજ નું નીચલું વર્ગ પછાત.અશિક્ષિત છે.તેમના માટે.શિક્ષણ.અને આરોગ્ય બાબતે આગેવાનો કયાંક કરી બતાવે તેવું જણાવ્યું હતું. તૈયાર બાદ અનવર શા બાવા એ કુરાન.અને હદીસની રોશની માં માફ કરવા વાળા માટે ઇસ્લામ શુ કહે છે.અને તેનું બદલો શુ છે.તેની સમજ આપી હતી.
કાર્યક્રમ ની આભાર વિધિ અબ્દુલ ભાઈ રાયમાંએ કરી હતી, વાયસ્થા રમજાન ભાઈ સમાં અને ભરાપર,સેડતા ગામ.ના યુવાઓ થતા સરપંચ.ઉપ સરપંચ એ કરી હતી.