રાજકોટ શહેર સાથે આત્મીયતાનો સંબંધ ધરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચૌધરી હાઈસ્કુલ ખાતેની જાહેર સભામાં મોટી સંખ્યામાં ઉમટી પડવાનું આહવાન
લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમની સૌપ્રથમ ચુંટણી રાજકોટમાંથી લડયા હતા. આ રીતે તેમનો રાજકોટ સાથે બે દાયકા કરતા વધારે સમયથી વિશેષ સંબંધ છે. તેઓ આવતીકાલે રવિવારે ગાંધી અનુભૂતિ કેન્દ્રના લોકાર્પણ પ્રસંગ માટે રાજકોટ પધારી રહ્યા છે.
ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી અને કિશોરભાઈ રાઠોડે રાજકોટના રાષ્ટ્રપ્રેમી નાગરિકોને ચૌધરી હાઈસ્કુલ ખાતે યોજાયેલી વડાપ્રધાનની જાહેરસભામાં ઉમટી પડવા આહવાન કર્યું છે. તેઓએ અપીલ કરી છે કે, વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્રભાઈ રાજકોટમાં બીજીવાર પધારી રહ્યા છે.
vijay-rupani
ગયા વર્ષે પહેલી વખતે તેઓ આવ્યા ત્યારે આજીડેમમાં સૌની યોજનાનું લોકાર્પણ કર્યું હતું અને તેના સફળ અત્યારે રાજકોટની પ્રજા અનુભવી રહી છે. આવતીકાલે તેઓ આવી રહ્યા છે ત્યારે આપણી ફરજ છે કે, વડાપ્રધાનને ઉલ્લાસભેર આવકારીએ તેમજ આ પ્રસંગને દિપાવીએ.
રાજકોટને મળેલા ગાંધી અનુભૂતિ કેન્દ્રનું લોકાર્પણ ગાંધી-૧૫૦ વર્ષની ઉજવણી નિમિતે વડાપ્રધાન કરવાના છે. છેલ્લા એક પખવાડીયાથી સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છ ભારતની નરેન્દ્રભાઈએ ઉપાડેલી ઝુંબેશ જોરદાર રીતે ચાલી રહી છે અને શહેરો, નગરો અને ગામડાઓ આ ઝુંબેશ અંતર્ગત સ્વચ્છ બની રહ્યા છે.
ગાંધીનો સ્વચ્છતાનો આ વિચાર ઝિલીને નરેન્દ્રભાઈએ સમગ્ર દેશમાં એક અલગ પ્રકારના વાતાવરણનું નિર્માણ કયું છે ત્યારે રવિવારે રાજકોટની પ્રજા પોતાના લોકપ્રિય વડાપ્રધાનને આવકારવા માટે અને તેમનું વકતવ્ય ઝિલવા ઉમટી પડશે તેમાં કોઈ શંકા નથી તેવી આશા ભાજપના ઉપરોકત અગ્રણીઓએ વ્યકત કરી છે.
ભલે પધાર્યા નરેન્દ્રભાઈ: વડાપ્રધાનને વધાવવા મહાપાલિકાના પદાધિકારીઓ આતુરદેશની પ્રગતિ માટે અવિરત પ્રયત્નશીલ રહેતા લોકલાડીયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગાંધી અનુભૂતિ કેન્દ્ર ઉપરાંત બે આવાસ યોજના અને આઈ-વે પ્રોજેકટ ફેઝ-૨ના લોકાર્પણ માટે રવિવારે રાજકોટ પધારનાર છે. રાજકોટ શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વીનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને દંડક અજયભાઈ પરમારે ઉપરોકત લોકોપયોગી યોજનાઓના ભવ્યાતિભવ્ય આયોજનમાં નગરજનોને પોતીકો પ્રસંગ સમજી પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
આવતીકાલ રવિવારના રોજ વડાપ્રધાન આવી જ ત્રણ વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરવા રાજકોટ પધારી રહ્યા છે ત્યારે શહેરના વિવિધ પ્રબુદ્ધ સમાજોના મળી રહેલા અદમ્ય સાથ અને સહકારને અમો ખરા હૃદયથી બિરદાવીએ છીએ. ઘરનું ઘર એ દરેક માનવીનું સપનું હોય છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર યોજના, આઈ-વે પ્રોજેકટ ફેઝ-૨ આવી જ જરીયાતોના સમાધાન અર્થે પ્રયોજવામાં આવેલી યોજનાઓ છે. જેમાં માનવીની મુળભુત એવી રહેઠાણની જરીયાત તેમજ સામાજીક સુરક્ષાનો સંદર્ભ સંકળાયેલો છે. શહેરીજનોને ઉમટી પડવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓએ એક નિવેદનમાં જાહેર અપીલ કરી છે.
રાજકોટ સાથે આત્મિય નાતો ધરાવતા નરેન્દ્રભાઈને ફુલડે વધાવીએ: નિતિનભાઈ ભારદ્વાજગાંધીજીના જીવનમુલ્યોને સાંપ્રત સમયમાં જીવનમાં ઉતારવાની તાતી આવશ્યકતા છે તેવા સમયે રાજકોટમાં આકાર લઈ ચુકેલ ગાંધી અનુભૂતિ કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે રાજકોટ શહેર સાથે આત્મિય નાતો ધરાવતા લોકલાડીલા વડાપ્રધાન શહેરમાં પધારી રહ્યા છે.
વડાપ્રધાનનું માનનીય પ્રવચન સાંભળવા દરેક ભારતીયજનોની માફક રાજકોટવાસીઓમાં પણ એક પ્રકારની ઉત્કંઠા પ્રવર્તી રહી છે. પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ દ્વારા શહેરીજનોને વડાપ્રધાનનું પ્રેરણાદાયી વકતવ્ય સાંભળવા હૃદયપૂર્વકનું આમંત્રણ છે.
સૌનો સાથ, સૌનો વિકાસ સાર્થક કરશે રાજકોટવાસીઓ: ધનસુખભાઈ ભંડેરીરાજકોટના મેયર બંગલામાં વિવિધ સમાજના અગ્રણીઓની બેઠક શુક્રવારે સાંજે યોજાઈ હતી. તેને ભાજપના અગ્રણી અને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ સંબોધી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી સૈઘ્ધાંતીક રીતે દરેક સમાજના ઉત્કર્ષના, જ્ઞાતિ ઉઘ્ધારના કાર્યો કરવા કટીબઘ્ધ રહી છે.
અલબત સરકાર તો આમાં નિમિતમાત્ર છે. સામાજીક ઉત્કર્ષના કાર્યો દરેક સમાજના સાથ અને સહકાર વગર શકય બનતા હોતા નથી માટે જ ભારતીય જનતા પાર્ટીનું સત્ર રહ્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ. ભાજપની દરેક યોજનાઓ દરેક સમાજની માનવીય સંવેદનાઓ, નૈતિકમૂલ્યો અને જીવન જરીયાત સાથે જોડાયેલી રહી છે ત્યારે હું નગરજનોને આવા ચીરકાળ સુધી યાદ રહે તેવા આયોજનમાં સમ્મિલિત થવા માટે ઉષ્માપૂર્ણ આમંત્રણ આપુ છું.
વડાપ્રધાનને આવકારવા જંગી સંખ્યામાં ઉપસ્થિત રહીયે બાબરીયા, વસોયા, ડો.ઉપાધ્યાય
આવતકાલે રવિવારે રાજકોટના આંગણે વડાપ્રધાન આલ્ફ્રેડ હાઈસ્કુલ ખાતે આકાર લઈ ચૂકેલા ગાંધી અનૂભૂતિ કેન્દ્રના લોકાર્પણ માટે પધારી રહ્યા છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય અને ભાજપ રાષ્ટ્રીય અનુ.જાતી મહિલા મોરચા મહામંત્રી ભાનુબેન બાબરીયા પૂર્વ પ્રમુખ શહેર ભાજપ ભીખાભાઈ વસોયા અને પૂર્વ મેયર જૈમન ઉપાધ્યાયે રાજકોટની રાષ્ટ્રપ્રેમી જનતાને વડાપ્રધાનના આગમનને ઉમળકાભેર વધાવી લેવાનું આહ્યાન કરેલ છે.
રાજકોટ સાથે બહુ લાંબા સમયથી લાગણીસભર નાતો રાખનાર વડાપ્રધાન ચૌધરી હાઈસ્કુલના મેદાન ખાતે જાહેર જનતાને સંબોધનવાના છે તો રાજકોટની જનતા તેમના પ્રેરણાદાયી ભાષણને સાંભળવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાની કૃતજ્ઞતા વ્યકત કરવા ઉપરોકત નેતાગણે હાકલ કરી છે.
વડાપ્રધાનને આવકારવા બહોળી સંખ્યામાં ઉમટી પડીએ: કુંડારીયા, પટેલ, રૈયાણી, સાગઠીયા
૩૦ સપ્ટેમ્બરના રોજ ગાંધી અનૂભૂતિ કેન્દ્રના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શહેરમાં આવી રહ્યા છે. ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયા, ઉપરાંત ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી તથા લાખાભાઈ સાગઠીયાએ વડાપ્રધાનના આગમનને આવકારી આ કાર્યક્રમની શોભા વધારવા રાજકોટવાસીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. ટુંક સમયમાં જ વિશ્વ પ્રસિધ્ધ થવા જઈ રહેલ ગાંધી અનુભૂતિ કેન્દ્રનું વડાપ્રધાનના વરદ હસ્તે લોકર્પણ થનાર છે.
લોકાર્પણના બે દિવસ બાદ આવનારી તા.૨જી ઓકટોબરે ગાંધી ૧૫૦મી જન્મજયંતિનું ઉજવણી વર્ષ પણ શ થશે. ત્યારે આગામી સમયમાં વધુમાં વધુ લોકો ગાંધી અનૂભૂતિ કેન્દ્રની મુલાકાત લે અને રાષ્ટ્રપિતાના ભવ્ય વારસાઅંગે માહિતગાર બંને રાજકોટ શહેર અને ગ્રામીણ જનતાને વડાપ્રધાનના મનનીય વક્તવ્યનો લ્હાવો લેવા રાજકોટના સાંસદ તેમજ ધારાસભ્યોએ અનુરોધ કર્યો છે.
આઈ-વે પ્રોજેકટના બીજા ફ્રેઝના લોકાર્પણને આવકારતો ભાજપ મહિલા મોરચો
ગાંધી અનૂભુતિ કેન્દના લોકાર્પણ નિમિતે નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા માટે મહિલા મોરચા શહેર ભાજપ પ્રભારી અંજલીબેન પાણી, મહિલા મોરચા શહેર ભાજપ પ્રમુખ નયનાબેન પેઢડીયા અને મહિલા મોરચા શહેર મહામંત્રીઓ કિરણબેન માકડીયા તેમજ પુનિતાબેન પારેખની આગેવાનીમાં મહિલા મોરચાની કાર્યકર્તા બહેનો, શૈક્ષણીકક અને સામાજીક ક્ષેત્રે કામ કરતી બહેનોએ પોતાની કમર કસી છે.
મહિલા મોરચાની મળેલી બેઠકમાં કાર્યક્રમને ચિરસ્મરણીય બનાવવા તેમજ વડાપ્રધાનને આવકારવા માટેની તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને આઈ વે પ્રોજેકટ ફેઝ ૨ના લોકાર્પણને લઈને મહિલાઓમાંખૂબજ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન સાથે કમલેશભાઈ મીરાણીના અઢી દાયકા પુરાણા ઉષ્માપૂર્ણ સંબંધોઅદના આદમી હોય કે મહાનુભાવો… નરેન્દ્રભાઈ મોદી સંબંધો જાળવવામાં અને નિભાવવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે.તેમની સમગ્ર રાજકીય કારકીર્દીદરમિયાન એવા તો અનેક દ્રષ્ટાંતો તસવીરોમાં અંકિત થયેલા જોઈ શકાય છે. આવા ઉષ્માપૂર્ણ વ્યવહારને કારણે જ તેઓ સર્વસ્વિકાર્ય લોકનેતા સ્વરૂપે ઉભરી આવ્યા છે.
પક્ષના અદના કાર્યકરોથી લઈને ગણમાન્ય નેતાઓ સુધી તેમના પારીવારીક તેમજ આત્મિય વ્યવહારને કારણે જ ભારતીય જનતા પાર્ટી આજે વૈશ્વીક સ્તરે સૌથી મોટા રાજનૈતિક પક્ષ તરીકે સ્થાપિત થયો છે. બે દાયકા પહેલા હાલના શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી જયારે ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર તરીકે ઉભરી રહ્યા હતા ત્યારે નરેન્દ્રભાઈ પક્ષના રાષ્ટ્રીય પદાધિકારી હતા. એ સમયથી કમલેશભાઈના નરેન્દ્રભાઈ સાથે સ્નેહપૂર્ણ સંબંધો રહ્યા છે. ઉપરોકત તસવીરો આનો બોલતો પૂરાવો છે.