ભારતનગરમાં ભાજપના નેતાઓ લીંબડ જસ ખાટવાનો પ્રયાસ ન કરે: સાગઠીયા
રાજકોટ મહાનગરપાલીકા વોર્ડ નં.૧૫માં ભારતનગરમાં ડ્રેનેજની ખાતમૂહૂર્ત પ્રસંગે ભાજપ લીંબડ જસ ખાટવાનો પ્રયાસ ન કરે ભરતનગરમાં કોંગ્રેસની કોર્પોરેટરોની સતત રજુઅતો બાદ સફળતા મળતા ભાજપના મળતા ભાજપના નેતાઓનાં પેટમાં તેલ રેડાયું હતુ અને વોર્ડ ૧૫માં ભાજપના ઉમેદવારો જે ગત ચૂંટણીમાં ઉભા હતા તેઓની ડીપોઝીટ માંડ બચાવી શકયા હતા એ ભાજપના નેતાઓ એ ભુલવું ન જોઈએ આ લતાના આગેવાનો ગભ‚ભાઈ મોરી અને સાતાભાઈ ભાજાણી દ્વારા ડ્રેનેજનું ખાતમૂહૂર્ત કરી શ્રીફળ વધેરાયું હતુ.
અને અમારી ભાજપના લોકોને ખુલ્લી ચેલેન્જ ચે કે જો અરવિંદભાઈ રૈયાણીએ ખાતમૂહૂર્ત કર્યું હોય તો ભારતનગરનાં લોકો સાથે ખાતમૂહૂર્ત કરતો ફોટો બતાવે અરવિંદભાઈ રૈયાણી આવ્યા હતા જ‚ર પરંતુ સ્થાનિક લોકો જેના નામો ગભ‚ભાઈઅને સાતાભાઈ છે તેઓએ પોતાના વિસ્તારનાં લોકોને સાથે લઈને અરવિંદભાઈ વિનંતી કરતા અરવિંદભાઈએ સ્થળ છશેડી જતું રહેવું પડયું હતુ લોકોનો ગુસ્સો અરવિંદભાઈ સમજી ગયા હતા અને જે પત્રિકા વિતરણ કરવા આવ્યા હતા તે વિતરણનો કાર્યક્રમ પણ મુલત્વી ભારતનગરમાંથી પોબારા ભણ્યા હતા આમ ફોટાની પ્રસિધ્ધિ ભુખ્યા ભાજપના નેતાઓએ ન ભૂલવું જોઈએ કે અંતે પ્રજા જ આ દેશની માલીક છે. અને આ કામમાં ૩૦ લાખના ખર્ચે જે મંજૂર થયું છે તે તમામ કોંગ્રેસના ચારેય કોર્પોરેટરોની મહેનતે થયું છે. અને લતાવાસીઓની માંગણીઓને હિસાબે મંજૂર થયું છે. જેનો આ ખાતમૂહૂર્ત પ્રસંગે લતાવાળાઓ લોકોએ પોતાના ખર્ચે પેંડા મંગાવી કોર્પોરેટરોના મીઠા મોઢા કરાવ્યા હતા.