મોરબીમાં વાંકાનેરના ડોન અભયસિંહના નામે ખંડણી માંગી ધમકી આપવા પ્રકરણમાં એલસીબીએ બોટાદ અને મોરબીના ચાર શખ્સોને ઉપાડી લઈ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
જાણવા મળ્યા મુજબ મોરબીના સીરામીક એક્સપોર્ટર અમર જયંતીભાઇ માકાસણા ૨હૈ.મોરબી રવાપર રોડ વાળાનૈ તા.૧૪ ના રોજ મોબાઇલ ફોન ઉપર ફોન આવેલ જેમાં હું વાંકાનેરનો ડોન અભયસિંહ બાપુ બોલુ છુ તારે મને રૂપીયા પાંચ લાખ આપવા પડશે. તેમ જણાવી ધમકી આપતા આ બાબતે મોરબી તાલુકા પોસ્ટે. ફ.ગુ.ર.નં.૭૨/૨૦૧૮ થી તા.રર/૦૫/૨૦૧૮ ના રોજ અભયસિંહ નામની વ્યક્તી સામે ગુનો દાખલ થયો હતો.
ખંડણી પ્રકરણમાં ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચના અપાતા ઇન્ચાર્જ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસે ઉપરોક્ત ગુનો શોધી કાઢવા અને આરોપીઓને ઝડપી લેવા ટેકનિકલ માધ્યમથી તેમજ ખાનગી બાતમીદારોથી હકિકત મેળવી આ કામે ગુનામાં સંડોવાયેલ આરોપી (૧ હાર્દિક ધીરૂભાઇ પટેલ રહે, ચિત્રકૂટ સોસાયટી, શેરી નં-પ મોરબી, હીતેશ ઉર્ફે ગબ્બર ઉમેશભાઇ જામ્બુકિયા રહે.સેંથળી, તાજી, બોટાદ જયરાજ ભીખુભાઇ ખાચર રહે.ર્સેથળી તા.જી.બોટાદ તથા રોહીત ઉર્ફે તોતી દલસુખભાઇ રહે.લાલપર, તા.જી.મોરબી વાળાને ઝડપી લીધા હતા અને આ ગુન્હામાં આરોપીઓનો મિત્ર કરણ ભરવાડ રહે.સમઢીયાળા તા.જી.બોટાદ વાળા સાથે મળી ઉપરોક્ત ફરીયાદીને પોતાને નવો ધંધો શરૂ કરવા આર્થીક જરૂરત હોય જેથી ખંડણી માટે ધમકી આપેલ હોય તેમજ અન્ય બોટાદ તરફના રહીશ હરદીપભાઇ પટેલને પણ મોબાઇલ ફોન પરથી ધમકી આપેલની કબુલાત કરતા હોય આમ ઉપરોક્ત ચાર આરોપીઓને ગુનામાં વપરાયેલ મોબાઇલ ફોન તથા સ્કોડા ઓક્ટીવા કાર સાથે ઝડપી લીધા હતા.
આમ, મોરબી એલસીબીની સતર્કતાને કારણે છેલ્લા છએક માસમાં ખંડણીને લગતા જુદા – જુદા બનાવોમાં ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લઈ પોલીસે પોતાની કુનેહ બતાવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com