કેરલના કન્નુરમાં સબરીમાલામાં મહિલાઓના પ્રવેશને લઈ ભાજપ અ્ધ્યક્ષે ટિપ્પણી કરી
કેરલનાં કન્નુરમાં ભાજપ અધ્યક્ષ અમીત શાહે કહ્યું કે પાર્ટી ભગવાન અયપ્પનાના ભકતોની સાથે ચટ્ટાનની જેમ ઉભી છે.તેમણે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ સાથે જોડાયેલા સુપ્રિમ કોર્ટના ચૂકાદા પર સવાલ ઉઠાવતા કહ્યું કે કોર્ટે એવાજ ચુકાદા આપવા જોઈએ જેનું પાલન થઈ શકે એવા આદેશ ન આપવા જોઈએ.
જેનાથી લોકોની આસ્થાનું સન્માન ન થઈ શકે અમિત શાહનાઆ નિવેદનને પગલે બહુજન સમાજવાદી પાર્ટીના માયાવતીએ અમિતશાહના આ નિવેદનની આલોચના કરતા કહ્યું કે ભાજપ અધ્યક્ષએ સુપ્રીમ કાષર્ટનાં ચૂકાદા પર ટીપ્પણી કરી તે ખૂબજ નિંદનીય છે.તેમના આ નિવેદન સામે તુરંત ચોકકસ પગલા લેવા જોઈએ આ નિવેદન કોર્ટની ગરીમાને ઠેસ પહોચાડે છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે કન્નુરમાં અમિતશાહે એક કાર્યક્રમમાં કહ્યું હતુ કે સરકાર અને કોર્ટ એવાજ ઓર્ડર આપે જેનું પાલન થઈ શકે એવા ઓર્ડર ન આપવા જેનાથી લોકોનો વિશ્વાસ તુટે.
અમિત શાહે કેરલ સરકાર પર પણ આરોપ લગાવ્યો હતો કે તે લોકોની લાગણીને સમજી શકતા નથી. તેમણે એમ પણ કહ્યું કે જો સીપીએમ આજ રીતે કામ કરશે તો મહિલાઓની સુરક્ષાને ને ધ્યાનમાં રાખી ભાજપ સરકાર તેમની પડખેછે. મહત્વનું છે કે સબમરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની મહિલાઓને ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રવેશ અપાતો નથી જેને પગલે તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટો આ અંગે ચૂકાદો આપ્યો છે.
અને મહિલાઓને પણ મંદિર પ્રવેશની છૂટ અપાઈ છે.આ અંગે સીપીએમ પોલીટબ્યુઓએ જણાવ્યુંં હતુ કે શાહએ સુપ્રિમ કોર્ટનાં જજમેન્ટ ઉપર સવાલ ઉઠાવ્યા છે. આરએસએસ અને ભાજપે કોર્ટની ગરીમાને ઠેસ પહોચાડી છે. કેરલ સરકાર ને ધ્યાનમાં રાખી કોર્ટ ઉપર સવાલ ઉઠાવતા કોર્ટની અવહેલના કરાઈ છે.કારણે અમીત શાહ પર કાર્યવાહી થવી જોઈએ.અમીત શાહની આ ટીપ્પણી બાદ કોંગ્રેસ સ્પોકપર્સન અભિષેક મનુ સંઘવી અને કહ્યું કે ભાજપ તેમના નેતાઓને અન્નોપચારીક છૂટ આપે છે.
જેના કારણે તેઓ ટિપ્પણી કરે છે. જે સંસ્થા અને મતદારને અસર કરે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય લાભ માટે આવા નિવેદનો કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે અમિતશાહની આ ટિપ્પણીને પગલે કોંગ્રેસી, બીએસપી, સીપીએમ અને આમ આદમી પાર્ટીએ પણ ટિપ્પણીને પગલે અમીત શાહ સામે પગલાલેવા જણાવ્યું છે.