પ્રસથાપિત થયેલા કાયદાઓમાં બિનજરૂરી કેસ ફાઈલ કરી દેશની અદાલતનો સમય ન વેડફવા કેન્દ્ર સરકારને વડી અદાલતે તાકીદ કરી છે. વડી અદાલતે કેન્દ્ર સરકારને અપીલોની નીતિમાં સુધારો લાવવાની જરૂરીયાત ઉપર સુચન કર્યું છે. કેન્દ્ર સરકાર વગર કામના કેસમાં દલીલો કરી પોતાનો નાણાકીય ભાર વધારે છે ઉપરાંત અદાલતોના સમયનો પણ વેડફાટ જાય છે. પરિણામે વર્ષે લાખો કેસ પેન્ડીંગ રહી જાય છે.

કેન્દ્ર સરકારની અપીલની નીતિમાં ધીમી પ્રક્રિયા પર સવાલ કરતા ન્યાયાધીશ મદન લોકુર અને દિપક ગુપ્તાની ખંડપીઠે સરકારના સુધારાવાદી સૂત્ર ‘ઈઝી ઓફ ડુઈંગ બિઝનેશ’ની આડસમાં ન્યાય પાલિકામાં સુધારા કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. ખરેખર જવાબદારી બીજા પર સોપવામાં આવી રહી છે.

ગત વર્ષે ૮ ડિસેમ્બરે કેન્દ્ર સરકારે દાખલ કરેલી ઘણી અપીલોને વડી અદાલતે ફગાવી દીધી હતી. આ ફગાવેલી અપીલોની ચિંતા કેન્દ્ર સરકારે કરી નહી. ઉલ્ટાનું આવા મામલાઓમાં કાયદાના એક જેવા સવાલના સંબંધમાં માર્ચ મહિનામાં વધુ અરજીઓ દાખલ કરી હતી. જેને પણ વડી અદાલતે ૯ માર્ચે ફગાવી હતી અને ૧ લાખનો દંડ ફટકાર્યો હતો.

૨૪ એપ્રીલે કેન્દ્ર સરકારે ફરીથી આ પ્રકારના કાયદાકીય મામલા પર અપીલ દાખલ કરી હતી. જેના પર ન્યાયાધીશ લોકુર અને ગુપ્તાની ખંડપીઠે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર હજુ સુધી કોઈ પાઠ ભણી ની તે દુર્ભાગ્યની વાત છે. અહીં ખંડપીઠને આશા હતી કે, ૮ ડિસેમ્બરના નિર્ણય દ્વારા કાયદાના જે સવાલોનું સમાધાન કરી આપવામાં આવ્યું હતું તેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર તમામ બાકી અપીલોને પાછી ખેંચવાનો નિર્ણય લેશે.

ખંડપીઠે કહ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે કોક દિવસ સરકારને યથાથવાદી અને સાર્થક નેશનલ લીટીગેશન પોલીસી તૈયાર કરવા માટે અક્કલ આવશે અને સરકાર જેને ઈઝી ઓફ ડુઈંગ બિઝનેશ કહે છે તેને પ્રમાણીક પ્રમાણે લાગુ કરી દેશને ફાયદો કરાવશે. કોર્ટે ઉમેર્યું કે, કેન્દ્ર સરકારે એડિશ્નલ સોલીસીટર જનરલ અને સીનીયર એડવોકેટ સહિત ૧૦ વકીલોને કામે લગાડયા છે. બીજા શબ્દોમાં કેન્દ્ર સરકાર એવી અપીલ પર વકીલોની ફૌજ ઉતારી નાણાકીય ભાર નાખી રહી છે. જેના પર અગાઉ ચુકાદો આપી દેવાયો છે.

પ્રસથાપિત થયેલા કાયદાઓમાં બિનજરૂરી કેસો ફાઈલ કરવાના કારણે વર્ષ ૨૦૧૭માં ૩.૨ કરોડ કેસ અદાલતોમાં પેન્ડીંગ હતા. જેમાં ૪૬ ટકા કેસ તો કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ફાઈલ કરવામાં આવ્યા હતા. રેલ, નાણા, માહિતી અને પ્રસારણતા ગૃહ અને સંરક્ષણ મંત્રાલય દ્વારા સૌથી વધુ કેસ ફાઈલ કરવામાં આવ્યા હતા.

કેસોની પડતર રહેવાની ૧૫ વર્ષની અવધી ઘટાડી ૩ વર્ષ કરવા માટે કેન્દ્ર સરકારે ૨૦૧૦માં નેશનલ લીગલ મીશન અને નેશનલ લીટીગેશન પોલીસીને જાહેર કરી હતી. જે મામલે વડી અદાલતે કહ્યું હતું કે, નેશનલ લીટીગેશન સીસ્ટમના પવિત્ર નિયમો પર અમલ કરાયો ની જેનાી સાફ થાય છે કે સરકારને ન્યાય પ્રણાલીની કોઈ ચિંતા નથી અને પોતાની પોલીસીનું સન્માન પણ સરકાર કરતી નથી. કોર્ટે ઉમેર્યું હતું કે, સરકાર ૨૦૧૦ની પોલીસીની ૨૦૧૫માં સમીક્ષા અને સુધારો કરશે. પરંતુ છેલ્લા ૮ વર્ષમાં સરકારે કશુ જ કર્યું નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.