- 40 કરતા વધુ રિમોટ ફિચરની સવલત ‘બેસોલ્ટ’ બનશે બેસ્ટ
છેલ્લા સો વર્ષ કરતા વધુ સમયથી ઓટોમોબાઇલ ક્ષેત્રે સંકળાયેલી, વિશ્વયુદ્ધોમાં ખડતલ સ્પેર પાર્ટ્સ બનાવવાનો અવિસ્મરણીય અનુભવ ધરાવતી, ફેશન અને ગ્લેમરની વૈશ્વિક રાજધાની ગણાતા ફ્રાન્સની આદરણીય કંપની સીટ્રોનનું નવું ક્લાસિક અવતરણ એટલે – બેસોલ્ટ. આ અદભૂત કારની ટેગલાઈન છે – ’મીટ ધ અનથિન્કેબલ’. અકલ્પનીય પ્રોડક્ટ. ગાડીઓની બાબતમાં જ્યાં બીજાનું વિચારવાનું પૂરું થાય ત્યાંથી સીટ્રોને વિચારવાનું શરૂ કર્યું અને એક મજબૂત વત્તા અદ્યતન એવી ઉત્તમોત્તમ ગાડી બનાવીને ભારતના રસ્તાઓ ઉપર મૂકી, જેનું નામ છે – સીટ્રોન બેસોલ્ટ.
જુદી જુદી ગાડીઓનું એક મસમોટું ગ્રુપ છે. સ્ટેલાન્ટીસ એનું નામ છે. વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું આ ગ્રુપ અબજો ડોલરનો કારોબાર 130 દેશોમાં કરે છે. જીપ, ફિયાટ, ક્રાયસલર, મેસેરેટી, ઓપેલ જેવી વર્લ્ડ ક્લાસ ગાડીઓ આ ગ્રુપની છે. એ ગ્રુપની સૌથી નોંધપાત્ર કંપની એટલે સીટ્રોન. જેની ગાડીનો વારસો એટલો સમૃદ્ધ છે અને ઇતિહાસ એટલો અભૂતપૂર્વ છે કે કોઈ પણ માણસ કે કંપની માટે તે જબરદસ્ત પ્રેરણાસ્ત્રોત બની રહે. ફ્રાન્સની આ એકસો વર્ષ જૂની સીટ્રોન એ કંપની છે જેણે દુનિયાની પહેલી ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ ધરાવતી માસ પ્રોડક્શન થઈ શકે એવી કાર બનાવી. એ જમાનામાં કાર ચેસિસ જુદુ બનતું અને બાકીના ભાગો એમાં જોડવામાં આવતા એટલે પેસેન્જરની સેફ્ટી ખાસ જળવાતી નહી. હંમેશા નવું કરવાને સર્જાયેલી સીટ્રોને એક જ બોડીમાંથી આખી કાર બનાવવાની શરૂઆત કરીને નવો ચીલો ચાતર્યો અને ઓટોમોબાઇલના ઇતિહાસમાં પોતાનું નામ અમર કર્યું. પ્રથમ સેલ્ફ લેવલીંગ સસ્પેન્શન બનાવનાર પણ આ જ ફ્રેન્ચ કંપની. ડિસ્ક બ્રેકની શોધક એટલે આ કંપની જેનો શો-રૂમ રાજકોટ ખાતે છે. કેટકેટલી પેટન્ટો અને ઢગલાબંધ ઇન્ટરનેશનલ અવોર્ડ મેળવી ચૂકેલી સીટ્રોનનો કાર-વારસો અદ્રિતીય છે, અનન્ય છે, અભૂતપૂર્વ છે.
એ સીટ્રોને બ્રાન્ડ ન્યૂ કાર લોન્ચ કરી છે : બેસોલ્ટ. ધ બેસ્ટ ઈન સેગમેન્ટ. ધી બેસ્ટ જાતે ધારણ કરેલી પદવી નથી. તે સેગમેન્ટની બજારમાં મળતી કોઈ પણ કાર સાથે બેસોલ્ટની સરખામણી કરવાની છૂટ. દરેક પેરામીટરમાં આ ફ્રેન્ચ ટેકનોલોજી ધરાવતી ગાડી જ ગોલ્ડ મેડલ લઈ જાય છે. આ કેટેગરીમાં મેક્સીમમ વ્હીલ બેઝમાં પ્રથમ ક્રમ બેસોલ્ટનો, 3 સેટિંગ ધરાવતા સ્માર્ટ કુશન અને હેડરેસ્ટ ફક્ત બેસોલ્ટમાં મળે, સુપર્બ એડવાન્સડ સસ્પેન્શન ફક્ત બેસોલ્ટના છે, કારથી દૂર રહીને પણ ચાલીસ કરતા વધુ રિમોટ ફિચર્સની લેટેસ્ટ સવલત આપે છે બેસોલ્ટ, અલ્ટ્રા હાઈ સ્ટ્રેંથ સ્ટીલ એટલે કે સુરક્ષાના ધોરણોમાં નંબર વન – બેસોલ્ટ, સૌથી વધારે બુટ સ્પેસ એટલે કે ડેકીની ક્ષમતા કઈ કારની? જવાબ છે – બેસોલ્ટ; ટોર્ક પાવર હોય કે ફોગ લેમ્પ, ડ્રાઈવર ઇન્ફોર્મેશન ડિસ્પ્લેના જુદા જુદ મોડ હોય કે સિતેરથી વધુ સ્ટેન્ડ અલોન એસેસરીઝ – સીટ્રોન બેસોલ્ટ મેદાન મારી જાય છે, ફતેહ કરે છે, વિજેતા નીવડે છે.
રોડ ઉપર ગાડી ઘસાતી હોય એવી ફિલિંગ આ કારમાં ન આવે. અહીં તો બેસોલ્ટ પાણીના રેલાની જેમ સટ્ટ દઈને સરકી જાય અને અંદર બેઠનારને સહેજ પણ નાનોશો આંચકો ન આપે એવી આરમદાયક યાત્રાનો સુખદ અનુભવ કરાવે. નેક્સ્ટ લેવલ કમ્ફર્ટ હોવાને કારણે ગમે તેવા પથરાળ કે ઊંચાઈ વાળા વિસ્તારોમાં ગાડી ચડતી હોય તો પણ મોશન સિકનેસ કે કંટાળો તો ભૂલી જ જવાનો. માખણની જેમ ગાડી સરકતી હોય અને સુરક્ષા એક અભૈદ્ય કિલ્લા જેવી હોય પછી તો અંદર બેઠેલા આખા પરિવારનું મન સતત પ્રફુલ્લિત રહેવાનું જ ને. બેસોલ્ટની આ ખૂબીલીટી છે જે તેને બધાથી અલગ પાડે છે.
સો વાતની એક વાત. કોઈ પણ કારમાલિક એની કાર પાસે આ ત્રણ ગુણોની અપેક્ષા રાખે – (1) કમ્ફર્ટ (2)પરફોર્મન્સ અને (3) ટેકનોલોજી. આ ત્રણેય ચોકઠામાં સીટ્રોનની બેસોલ્ટ ગોલ્ડ મેડલ જીતી લાવે છે તથા આન, બાન અને શાનથી ગાડીની હરોળમાં પ્રથમ ક્રમે બિરાજે છે. સીટ્રોન કારનો સાક્ષાત અનુભવ કરવા માટે : સીટ્રોન શો-રૂમ, આન ગ્રુપ, ગોંડલ રોડ, રાજકોટ.