ડાયાબિટીસમાં પગને કપાત થતા બચાવવા માટેનું અલભ્ય પુસ્તક પ્રકાશીત: આ પુસ્તક દ્વારા લોકોને ડાયાબિટીસમાં પગ બનાવવા, જાગૃત કરવાનો એક નમ્ર પ્રયાસ
આમ તો રાજરોગ કહેવાતા ડાયાબીટીસ વિશે અનેક પુસ્તકો અને માહીતીઓ ઉપલબ્ધ છે. ડાયાબીટીસમાં થતા રોગો અને સારવાર વિશે પણ અનેક જાણકારીઓ મળે છે પણ ડાયાબીટીસમાં પગમાં થતાં ગેન્ગ્રીન વિશે અને પગને કપાતો બચાવવા માટેની સામગ્રી બહુ અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ છે. ત્યારે ગુજરાતના એકમાત્ર ડાયાબીટીશ ફુટ સર્જન રાજકોટના ડો. વિભાકર વજરાજાનીએ ડાયાબીટીસથી પીડાતા લોકો તથા સમાજને શિક્ષિત કરવા માટે પુસ્તક લખ્યું છે. ડાયાબીટીસ બચાવીએ પગ ઘૂૂમીએ જગ, ડો. વછરાજાની ની સાથે આ પુસ્તક લખવામાં ડો પાયલ ખખ્ખરનો પણ સહયોગ સાંડયો છે. આ પુસ્તકનું વિમોચન ઇન્ડિયન મેડીકલ એસો. (આઇ.એમ.એ.) રાજકોટના ડો. ડો. ચેતન લાલસેતા, નેશનલ આઇ.એમ.એ. ના ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, ગુજરાત સ્ટેટ આઇ.એમ.એ. ના ઉપપ્રમુખ ડો. હિરેન કોઠારી તેમજ ઉ૫સ્થિત નામાંકિત તબીબોના હસ્તે કરાયું છે. ગુજરાત સ્ટેટ આઇ.એમ.એ. ના ઉપપ્રમુખ ડો હિરેન કોઠારી તેમજ ઉ૫સ્થિત નામાંકિત તબીબોના હસ્તે કરાયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી વિજેભાઇ રૂપાણીએ પણ શુભેચ્છા આપી આ પુસ્તકને વખાણ્યું હતું.
આ પુસ્તક દ્વારા લોકોને ડાયાબીટીશમાં પગ બચાવવા, જાગૃત કરવાનો એક નમ્ર પ્રયાસ છે. ડો. વજરાજાની કહે છે કે આ પુસ્તક વાંચીને બિલકુલ ગભરાવાની જરુર નથી પણ સમજીને જો જરુરી સુચનાઓનું પાલન કરે તો અચૂક પોતાનો પગ બચાવી શકે અને તંદુરસ્ત જીવન જીવી શકે. નવાભારત સાહિત્ય મંદીર દ્વારા પ્રકાશિત આ મુલ્યવાન પુસ્તકને દરેકે વસાવવા, વાંચવા, અનુસરવા અને અન્યોને ભેટ સ્વરુપે આપવા લાયક છે. પુસ્તક મેળવવા નવભારત સાહિત્ય મંદિર ઉપરાંત ડો. વિભાકર વછરાજાની ૧૩/૩ જાગનાથ પ્લોટ, ૦૨૮૧ ૨૪૬૦૭૩૩ રાજકોટ ખાતે સંપર્ક કરી શકાય છે.