છેલ્લા ૧૬ વર્ષથી સંસ્થા દ્વારા બિમાર ગાયોની સાર-સંભાળ કરાય છે
રાજુલા શહેરમાં છેલ્લા ૧૬ વર્ષથી રૂદ્રગણ સંસ્થા સેવાકીય કામગીરી કરી રહેલ છે જે ખુબ જ સરાહનીય કામગીરી કરીને રાજુલા શહેરના લોકોની સુખાકારી માટે કામ કરી રહેલ છે અને સાથે સાથે અને બિમાર ગાયોની સાર સંભાળમાં પણ રૂદ્રગણ ગ્રુપના યુવાનો સારી એવી જહેમત ઉઠાવી રહેલ છે.
આ અંગે પ્રાપ્ત થયેલ વિગત મુજબ રૂદ્રગણ ગ્રુપ-રાજુલા દ્વારા આજરોજ રૂ.૧૧.૫૦ લાખના ખર્ચે આયસર ગાડીમાં ખુબ જ આધુનિક સુવિધાઓથી સજજ એવું મુકિત રથ લાવવામાં આવેલ છે. જેનું લોકાર્પણ રાજુલા માર્કેટીંગ યાર્ડ ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ અને યાર્ડના ડિરેકટરોના વરદહસ્તે તારીખ ૧૧/૨/૨૦૧૯ના રોજ કરવામાં આવનાર છે.
જેથી રાજુલાના શહેરીજનોને આધુનિક મુકિત રથની સગવડ રૂદ્રગણ ગ્રુપ-રાજુલા દ્વારા કરવામાં આવેલ છે. જેમાં આ મુકિતરથ ઉપરાંત રાજુલા-સાવરકુંડલા રોડ પર આવેલ પુંજાબાપુની ગૌશાળામાં કે જયાં ખુબ અશકત અને અને બિમાર ગાયોને રાખવામાં આવે છે. આ ગૌશાળામાં આ ઉપરાંત રૂદ્રગણ ગ્રુપ-રાજુલા દ્વારા રૂ.૧ લાખ જેટલી રકમ ગરીબ દર્દીઓને દવા અર્થે પણ ફંડ વાપરેલ છે.
તેમજ ગરીબ મહિલાઓને રોજગારી અર્થે ગરીબ કલ્યાણ મેળામાં સિલાઈ મશીનો તેમજ દિવ્યાંગ લોકોને સાઈકલ જેવી ચીજવસ્તુઓનું વિતરણ કરીને ખુબ જ સુંદર કામગીરી બજાવેલ છે અને બધી જ લોક સેવા લોકમેળાની આવકમાંથી મેળવીને લોકોની સેવા કરવામાં આવી રહેલ છે. જેના કારણે લોકો દ્વારા રૂદ્રગણ ગ્રુપની સારી કામગીરીને બિરદાવી રહ્યા છે.