25 ઓક્ટોબરના રોજ નવી આઇપીએલ ટીમોની ઘોષણા થશે
આઈપીએલની છેલ્લી બે મેચ આમ સીઝનમાં એક જ સમય ઉપર રમાશે જેનું મુખ્ય કારણ એ સામે આવી રહ્યું છે કે કોઈ ટીમ તેનો ગેરલાભ ન લઈ શકે અને કોઈ પણ પ્રકારનું સેટિંગ ન કરવામાં આવે પરિણામે આ અંગેનો નિર્ણય આઇપીએલ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આઇપીએલના લીગ મેચ જે બાકી રહ્યા હોય તે અલગ અલગ સમયે યોજાતા હતા જેમાં બપોરનો મેચ સાડા ત્રણ વાગ્યે અને રાત્રી નો મેચ સાંજના સાડા સાત વાગ્યે શરૂ થતો હતો જે આ સિઝનમાં 7:30 વાગ્યે જ બંને મેચ રમવા આવવાના શરૂ થશે.
આ નિર્ણય જે લેવામાં આવ્યો છે તે આઇપીએલ ઇતિહાસમાં સર્વપ્રથમ લેવાયો છે જેથી પ્લેઓફ મેચ પણ એક સાથે જ રમાશે. આ નિર્ણય અંગેની જાહેરાત બીસીસીઆઇના સેક્રેટરી દ્વારા કરવામાં આવી હતી આઇપીએલ માં છેલ્લા બે લીગ મેટ અંગે જો વાત કરવામાં આવે તો પ્રથમ મેચ હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે જ્યારે બીજો મેચ બેંગ્લોર અને દિલ્હી વચ્ચે રમાશે.
બીજી તરફ આવનારી નવી સિઝન માટેની નવી આઇપીએલ ટીમની જાહેરાત આગામી 25 ઓક્ટોબર ના રોજ કરવામાં આવશે. સાથોસાથ મીડિયા રાઇટ્સ માટેના ટેન્ડર પણ શરૂ કરવામાં. હાલ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં મીડિયા રાઇટ્સ આગામી વર્ષ ૨૦૦૦ 23થી 2027 ની સિઝન સુધીના રહેશે. એ વાતની પણ શક્યતા સેવાઇ રહી છે કે સ્ટાર સ્પોર્ટ્સની સાથે સોની અને ઝી નું મરજર જે થયું છે તે પણ ઊંચી બોલી લગાવશે.