ભારે રોમાંચ સાથે ખેલૈયાઓ વચ્ચે આજે મેગા ફાઈનલ
‘અબતક રજવાડી’ આયોજીત રાસોત્સવમાં નવરાત્રીના આઠમાં નોરતે ખેલૈયાઓ દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. નવરાત્રી પર્વમાં આઠમાં નોરતાનું અનેરું મહત્વ છે ત્યારે ખેલૈયાઓ અને કલાકારોએ ‘અબતક રજવાડી’ના ગ્રાઉન્ડમાં ધમાલ મચાવી હતી. vસતત સાત દિવસથી માતાજીની આરાધનામાં મગ્ન ખેલૈયાઓનો આઠમાં નોરતે પણ અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલૈયાઓ ચશ્મા સાથે પાઘડી પહેરી એક અલગ જ રંગરૂપ સાથે ઉભરી રહ્યા હતા. ‘અબતક રજવાડી’ રાસોત્સવના તમામ આયોજકો દ્વારા ખેલૈયાઓને કોઈ તકલીફ ન પડે તે માટે ગ્રાઉન્ડ પર પુરતી સુવિધાઓ પણ આપવામાં આવે છે માટે જ ‘અબતક રજવાડી’માં આવતા તમામ ખેલૈયાઓ મન મુકીને ઝુમી રહે છે.
‘અબતક રજવાડી’ રાસોત્સવમાં આઠ દિવસ સુધી બનેલા પ્રિન્સ-પ્રિન્સેસ વચ્ચે ગુરુવારે નવમાં નોરતે મેગા ફાઈનલ રાઉન્ડ રમાડવામાં આવશે. મેગા ફાઈનલ માટે આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે મેગા ફાઈન્લીસ્ટોને કોઈ પણ જાતની તકલીફ ન રહે તે માટે આયોજકોની ટીમ સુસજજ છે. નવરાત્રીના આઠમાં નોરતે ‘અબતક રજવાડી’માં ચાર ચાંદ લગાવવા માટે આવનાર ગુજરાતી ફિલ્મ ‘ફરી એકવાર’ના સ્ટાર કાસ્ટ ઉપસ્થિત રહી ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
સાથો સાથ ફિલ્મના નિર્દેશક, નિર્માતા અને કલાકારોએ અબતક સાથે ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ફરી એકવાર ફિલ્મ એક કાઠિયાવાડી છે. ટીમ દ્વારા એકદમ કાઠિયાવાડી વાર્તા અને ભાષા પર ભાર મુકી નિર્માણ કરવામાં આવી છે. ફિલ્મ દિવાળી પછી રિલીઝ કરવામાં આવશે. સાથો સાથ ‘ફરી એકવાર’ ગુજરાતી ફિલ્મના દિગ્દર્શકે ‘અબતક રજવાડી’ની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, અહીંયાના માહોલમાં એક પારિવારીક લાગણીનો અનુભવ થાય છે અને ખેલૈયાઓનો જુસ્સો જોઈ મન થનગની ઉઠે છે.