રાજસ્થાન, ચેન્નઈને પ્લેઓફમાં પહોંચવાની આશા નહિવત
આઈપીએલની ૧૩મી સીઝન તમામ ફેન્ચાઈઝી ટીમો માટે આશ્ર્ચર્ય જોવા મળી રહી છે. કોઈ પણ ટીમ લીગ રાઉન્ડ થકી પ્લેઓફમાં પહોચવા માટે તન-તોડ મહેનત કરતી હોઈ છે. ત્યારે હાલનાં તબકકે તમામ ટીમોનાં આશરે ૧૦-૧૦ મેચ રમાય ગયેલા છે. ત્યારે તમામ ટીમોને માત્ર હવે ૪-૪ મેચો જ બાકી રહ્યા છે. ત્યારે રાજસ્થાન અને હૈદ્રાબાદ વચ્ચે રમાયેલ મેચમાં હૈદ્રાબાદનોવિજય થતા રાજસ્થાન પ્લેઓફની રેસમાંથી બહાર નીકળી ગયું છે. એવી જ રીતે ચેન્નઈ સૂપરકિંગ્સ ટીમ પણ પ્લેઓફમાંથી બહાર નીકળી ગઈ છે. ચેન્નઈ આઈપીઅલે ટાઈટલ જીતવા માટેની પ્રબળ દાવેદાર ટીમ માનવામાં આવતી હતી.
પરંતુ હાલની સ્થિતિ ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો હવે આઈપીએલનાં ‘પ્લેઓફ’નાં છેલ્લા રાઉન્ડ અનેક ટીમોને બહાર કાઢશે તેની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. હૈદ્રાબાદનો વિજય ભલે થયો હોઈ પરંતુ તેમનું પ્લેઓફમાં પહોચવાનું સ્વપ્ન ધુંધળુ લાગી રહ્યું છે.
હવે પ્લેઓફમાં જે ટીમ પહોચી નહી શકે અને બાકી રહેતા મેચો જો તે જીતે, તો વિપક્ષી ટીમોને પણ તકલીફ ઉભી કરશે. હાલ દિલ્હી કેપીટલ્સે ૧૦ મેચ રમી લીધેલા છે. અને તેને ૧૪ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં મોખરે છે. સાથોસાથ બેંગ્લોર પણ ૧૪ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે, મુંબઈ ઈન્ડિયન્સ ૧૨ પોઈન્ટ અને કલકતા ૧૦ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ત્યારે હજુ મુંબઈ એક માત્ર એવી ટીમ છે. કે જે હજુ ૯ મેચ જ રમી છે, ત્યારે દિલ્હી, બેંગ્લોરઅને મુંબઈ પ્લેઓફ માટે કવોલીફાઈ થઈ ચૂકી છે. પ્રશ્ર્ન એ છે કે ચોથા ક્રમ માટે કઈ ટીમ પોતાની દાવેદારી મજબૂત કરશે. ત્યો હજુ પંજાબ અને હૈદ્રાબાદ માટે બાકી રહેતા મેચો ખૂબ સારી રીતે જીતવા ફરજીયાત બન્યા છે, જો તે કરવામાં ટીમ સફળતા પ્રાપ્ત કરશે તો પ્લેઓફનાં ચોથા સ્થાન પર પહોચી શકો.