વિજયભાઈ ઝાલાવડીયા સહિતના સેવાભાવીઓ દ્વારા રાતદિવસ ખડેપગે રહી પુરી પડાતી સુવિધા
હાલ કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે. કોરોના સંક્રમણ દીન પ્રતિદિન વધી રહ્યું છે. મૃત્યુ દર માં સતત વધારો થઈ રહ્યો છે. મુક્તિધામો માં અગ્નિદાહ આપવા લાઇન માં વારો આવે તેવી સ્થિતિ નિર્માણ પામી છે ત્યારે રાજકોટ માં આવેલ રૈયા મુક્તિ ધામ માં હાલ નોન કોવિડ બોડી ના અંતિમ સંસ્કાર કરવામા આવી રહ્યા છે.હાલ દરરોજ ની 42 જેટલા મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.લોકો ને અગવડતા ન પડે તે રીત ની તમામ વ્યવસ્થા રૈયા મુક્તિ ધામ ખાતે કરવામાં આવી રહી છે.સવાર ના 6 વાગ્યા થી રાત ના 9 વાગ્યા સુધી મૃતદેહો ને લેવા માં આવે છે ત્યારબાદ લેવા માં આવતા નથી. રાતના 1 વાગ્યા સુધી મૃતદેહ ને અગ્નિદાહ આપવામાં આવે છે.
રૈયા મુક્તિધામનું સંચાલન શ્રી સાઈ રામેશ્વર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લાં 16 વર્ષ થી અવિરત સેવા કરવામાં આવી રહી છે.હાલ કોરોના મહામારી ના કારણે દરરોજ 40 જેટલા મૃતદેહ ને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે. જે વહેલા આવે તે પહેલા કોઈની ભલામણ થી કોઇનો વહેલો વારો લેવામાં આવતો નથી. રૈયા ધામમુક્તિ ધામ માં લાકડા થી જ અગ્નિદાહ દેવામાં આવે છે. પહેલા 3 ખાટલા હતા પરંતુ હાલ નોન કોવીડ મૃતદેહોની સનખ્યાં વધતા બીજા 2 ખાટલા એમ કુલ 5 ખાટલામાં મૃતદેહનો અગ્ની સંસ્કાર કરવામાં આવે છે રૈયાધાર મુક્તિ ધામ માં વિજયભાઈ ઝાલાવાડિયા સહિત ના સભ્યો દ્વારા અવિરત સેવા આપવામાં આવી રહી છે.
તમામ સભ્યો દ્વારા અવિરત સેવા આપવામાં આવે: જે.જે. પટેલ
અબતક સાથેની વાતચીત દરમિયાન જે જે પટેલ એ જણાવ્યું હતું કે વિજયભાઈ અને રૈયા ગામના લોકો દ્વારા ઘણા વર્ષો થી રૈયા મુક્તિ ધામ માં સેવા આપવામાં આવે છે.હાલ દરરોજ 40 જેટલા પાર્થિવ દેહ ના અંતિમ સંસ્કાર કરવામા આવે છે. અમારા સભ્યો દ્વારા રાત દિવસ અવિરત નિસ્વાર્થ ભાવે સેવા આપવામાં આવી રહી છે. અહીંયા નોન કોવિડ મૃતદેહના અગ્નિદાહ કરવામાં આવે છે. સવાર થઈ રાત ના 9 વાગ્યા સુધી મૃતદેહ ને લેવામાં આવે છે. ત્યાર બાદ બીજે દિવસે સવારે 6 ;30 થી ફરી અગ્નિ સંસ્કાર કરવામા આવે છે. લાકડા થી જ અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે.અમને લાકડા માટે નો સહયોગ આજુબાજુ ના ગામના લોકો અમે અમારી રીતે તથા દાતા ઓ દ્વારા આપવામાં આવે છે.સરકાર તરફ થી કાઈ મળતું નથી. મુક્તિ ધામ માં તમામ સાફ સફાઈ થી લઇ બેસવા ઉઠવા પાણી સહીત ની સુવિધા ઓ આપવામાં આવે છે. વિજયભાઈ અનેક સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલા છે. અને સેવાકીય પ્રવૃત્તિ કરતા જ રહે છે
લોકોએ આપલેા દાન સ્મશાન અને શહિદોના પરિવારને અર્પણ કરીએ: વિજયભાઈ ઝાલાવડીયા
અબતક સાથે ની વાતચીત દરમિયાન રૈયા મુક્તિધામ ના સંચાલક વિજય ભાઈ ઝાલાવાડિયા એ જણાવ્યું હતું કે અમે આ ઘણા વર્ષો થી સેવાકીય પ્રવુતિ માં જોડાયા છીએ. અહીંયા જે કોઈ આવે તેની સાથે અમારા સ્વયં સેવકો રહે અને તેમની મદદ કરતા હોઈ છે.મુક્તિ ધામ માં 40 થી વધુ સ્વંય સેવકો સેવા આપી રહ્યા છે.અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે.અહીંયા ધાર્મિક વિધિ સાથે પાર્થિવ દેહ ને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે.કોઈ વ્યક્તિ આવ્યા હોય કાંધિયા ન હોઈ તો અમારા સ્વયં સેવકો મદદ કરે છે.કોઈ ને કાઈ ઘટવા દેતા નથી.તમામ છોકરા ઓ રૂપિયા વાળા છે. તો પણ અવિરત સેવા આપે છે. રસ્તા માં જ્યારે સબવાહીની નીકળે તેમાંથી બે ભાગ કરેલ એક અહીંયા મુક્તિ ધામ માં મેન્ટેનન્સ માટે રખીયે અને અડધો ભાગ શહીદ પરિવાર ને આપીએ અને ગરીબ પરિવાર જેને આગળ પાછળ કોઈ ના હોઈ તો તેમને કરીયાણુ પૂરું પાડીએ છીએ.