ધ્રાંગધ્રા સમાચાર
ધ્રાંગધ્રા પાલિકાની પ્રથમ અઢી વર્ષના ટર્મની છેલ્લી સાધારણ સભાં યોજાઈ હતા . ધ્રાંગધ્રા શહેર ભાજપ પાલિકામાં સ્પષ્ટ બહુમતી ધરાવે છે. ગઈ કાલે જ પાલિકા અને પંચાયતનાં આગામી પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પદ માટે અપેક્ષિત જનપ્રતિનિધિઓ માટે જિલ્લા સ્થાને સેન્સ લેવામાં આવી હતી ત્યારે ધ્રાંગધ્રા પાલિકા ખાતે પ્રથમ અઢી વર્ષના ટર્મની છેલ્લી સાધારણ સભા યોજાઈ હતી.
જેમાં ધ્રાંગધ્રાનાં લોકલાડીલા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઇ કે જાડેજા ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતાં. જનરલ બોર્ડની આ મિટિંગમાં કુલ 41 જેટલાં કામોને બહાલી આપી અંદાજિત 10 કરોડનાં કામો થકી ધ્રાંગધ્રા શહેરમાં રોડ રસ્તા, વીજળી, પાણી અને જાહેર સ્થળોનાં બ્યુટીફીકેશનનાં કાર્યો કરવામાં આવશે. આગામી દિવસોમાં ધ્રાંગધ્રાનાં માનસરોવર તળાવ, જોગાસર તળાવનાં જનલક્ષી વિકાસને વેગ આપી ધ્રાંગધ્રા ટાઉન હોલનું પણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે.
જયદેવસિંહ ઝાલા