ગુજરાતની અદાલતો કેસની વિગતો અપડેટ કરવામાં અન્ય રાજયની અદાલતો કરતા પાછળ છે અથવા એમ કહી શકાય કે રેકર્ડ સીસ્ટમ સુધારવાની જરુર છે.
૧૦૦૦ ડિસ્ટ્રિકટ અને નીચલી અદાલતો કેસની વિગતો તેની વેબસાઇટ પર અપડેટ કરતી નથી. પેન્ડિંગ કેસોનું ભારણ કેટલું છે તે જાણવા અને ન્યાયતંત્રમાં પારદર્શકતા લાવવા મામલે આ સીસ્ટમ ગોઠવવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે ઓનલાઇન પોર્ટલ શરુ કરાવ્યું છે પરંતુ ગુજરાતી કહેવત ‘ખાટલે મોટી ખોટ’મુજબ તેની વિગતો જ અપડેટ થતી નથી તો પછી વેબ પોર્ટલનો મતલબ શું ? તેનો કોઇ અર્થ સરતો નથી સ્ટાફની કમી છે અથવા અન્ય કોઇ સમસ્યા વિગતો અપડેટ કરવામાં નડે છે. તો તે તુર્ત જ દૂર કરવી જોઇએ.
મોટાભાગના રાજયોની અદાલતોના પોર્ટલ પર ડેટા અપડેટ કરાયા નથી. તેમાં ગુજરાતની અદાલતો કેસની વિગતો અપડેટ કરવામાં પાછળ છે. લાગતા વળગતા અધિકારીઓ વેબ અપસેટ કરવા ઘટતું કરે તેવી લોક માંગ છે.
તમામ વેબ પોર્ટલ પર કેંદ્રીય કાનૂન મંત્રાલય દ્વારા આમ તો દેખરેખ રખાય છે. આશરે ૮૪ જેટલી અદાલતોએ તેની વેબ છેલ્લા એક માસથી અપડેટ કરી નથી. આ વેબ રોજેરોજ અપડેટ કરવાની હોય છે.