બ્રાઝીલ અને સ્વીત્ઝરલેન્ડનો મેચ ડ્રો: આજના મેચ ઉપર લોકોની બાજ નજર
ફિફા વર્લ્ડકપ જીતનાર ચેમ્પિયન ત્યારબાદના વર્લ્ડકપની પોતાની પ્રથમ મેચમાં હંમેશા હારનો સામનો કરે છે. આ રેકોર્ડ વર્ષોથી ચાલ્યો આવે છે. ચાલુ વર્લ્ડકપમાં પણ રેકોર્ડ અકબંધ રહ્યો છે. વિશ્ર્વ વિજેતા જર્મનીને મેક્સિકોએ ૧-૦થી કચડી દેતા ચાહકોના દિલ તૂટી ગયા હતા.
ડિફેન્ડીંગમાં ચેમ્પિયન ગણાતી જર્મનીની ટીમ વર્લ્ડકપની પોતાની પ્રથમ મેચમાં જ હારી ચૂકી છે. એક ગ્રુપમાં મેક્સિકો અને જર્મની વચ્ચે રોચક મુકાબલો થયો હતો. ચાલુ વર્ષે જર્મનીને અનુભવી ખેલાડીઓની ખોટ વર્તાઈ રહી છે. મીડ ફિલ્ડમાં કચાસ રહેતા મેક્સિકોને જર્મની સામે ગોલ મારવાની તક મળી ગઈ હતી. સેન્ટ્રલ બેકમાં તાકાત જાળવી રાખવામાં સફળતા મળી હતી. ચાર વર્ષ પહેલા જર્મનીએ મેક્સિકોને ૭-૧થી ભયંકર રીતે કચડયું હતું. જેનો બદલો ગઈકાલે મેક્સિકોએ લઈ લીધો છે.
બીજી તરફ બ્રાઝીલ અને સ્વીત્ઝરલેન્ડ વચ્ચેનો મુકાબલો પણ એકંદરે રસપ્રદ રહી ડ્રોમાં પરિણમ્યો હતો. ૬ વર્લ્ડકપ ઉપર કબજો જમાવનાર બ્રાઝીલ અને સ્વીત્ઝરલેન્ડ વચ્ચેના મેચમાં ૧-૧થી ડ્રો યો હતો. હવે બ્રાઝીલ અને કોસ્ટારીકા વચ્ચે શુક્રવારે મેચ રમાશે જેમાં બ્રાઝીલ પર વધુ પ્રેસર રહેશે.
જો કે ગ્રુપ-ઈના મુકાબલામાં સાર્બીયા અને કોસ્ટરીકા વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં સાર્બીયાનો ૧-૦થી વિજય થયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગ્રુપ-એફની પ્રથમ મેચમાં મેક્સિકોએ જર્મનીને હફાવી દીધુ હતું. લ્યુઝનીકી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મેક્સિકોના હીરવીંગ લોઝાએ પોતાનો ૮મો ગોલ કર્યો હતો. ૮૮ વર્ષમાં પ્રથમ વખત વિશ્ર્વ કપમાં જર્મની મેક્સિકો સામે પરાસ્ત થઈ છે.